All articles filed in Gujarati Kavita ગુજરાતી કવિતા

ગઝલ : હેમંત ધોરડા
ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ આંખોમાં ભરીએ આભ,તણખલાંઓ ચાવીએ ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે થઈએ ભીનાં ફરીથી,ફરીથી સુકાઈએ ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની ટીપાંઓ એકઠાં કરી દ્રષ્યો તરાવીએ આંગળીઓ એકબીજાની ગણીએ ધીમે ધીમે અંતર ક્ષિતિજ સુધીનું હજી પગલાંથી માપીએ -હેમંત ધોરડા
Read More
ગઝલ : હેમંત ધોરડા
સેપિયા રંગની એક સાંજ ન કેમે વીતે રાતની રાત એ ઢળતી રહે પાસે આઘે મોગરા જેવા પરસ આમ ઊડે તેમ ઊડે સ્મૃતિ ગંઠાય ફરી હું ફરી પીંજુ એને કટ થયેલી પળો કઇં કેટલીયે વેરવિખેર આલ્બમ ફોટાઓ વચ્ચેની પળોને સાંધે રોજનીશી માં ઘણાં વાક્ય છે ઝાંખા પાંખા મારા અક્ષર તો છે શબ્દો નથી મારા જોકે પાન…
Read More
ગઝલ : ગૌરાંગ ઠાકર
ગઝલ એક તો તારો મને પર્યાય દેખાતો નથી,ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી. તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી. ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના,ધૂળ છે કે મ્હેક એનો ભેદ પરખાતો નથી. એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,આપણાથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી. ડાળથી…
Read More
ગઝલ : નેહલ
હયાતી છે ભીની નજર, કોરાં સપનાં, હયાતી. પડે રેત પર ભીનાં પગલાં, હયાતી. છળે ઝાંઝવા, ના મટે છે તરસ જે વહે ટીપે ટીપે એ ઝરણાં, હયાતી. સરે છે સતત જે ઘડીમાં ક્ષણો આ ગણો તો ભૂલાવે એ ગણના, હયાતી. બને સૂર્ય ઝાકળ, પડે જો કિરણ તો છે ખુદની રચેલી આ ભ્રમણા, હયાતી. સફળતા, પ્રસિધ્ધિની ટોચે…
Read More
ગઝલ : નેહલ
ગઝલ લખતાં તો હમણાં થોડા મહીનાથી જ થઈ છું, પણ એકલવ્યની જેમ જાતે શીખવાના, પુસ્તકો વાંચીને શીખવાના ત્રણ-ચાર વર્ષોથી પ્રયત્નો ચાલુ હતા. એક રચના, જે ગઝલ નથી જ, પણ ગઝલ સ્વરૂપે લખવાની બહુ જ ઈચ્છા હતી, એ ઈચ્છા આજે ચાર વર્ષે પૂરી કરવા સક્ષમ થઈ છું અને એનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહી છું.…
Read More
ગઝલ : નેહલ
વિચારોનો ઘોંઘાટ છે ચોતરફ બસ ને મૂંગો જ રઘવાટ છે ચોતરફ બસ રચે છે દિવસ-રાત જાળું નજરમાં નિરર્થકનો ચળકાટ છે ચોતરફ બસ મને સાંભળો, ફક્ત મારું વખાણો સતત એવો બબડાટ છે ચોતરફ બસ વિવાદો ઉછેરી, ખબરમાં રહે છે અધૂરપનો તલસાટ છે ચોતરફ બસ. ન ફૂલો, ન પર્ણો, ન તરણું ઊગે જ્યાં એ માણસની પછડાટ છે…
Read Moreઆજની પંક્તિઓ : હિતેન આનંદપરા

ગીત : મનોજ ખંડેરિયા
એક એક શ્વાસને ઊગી ગઈ ઝંખના કે થઈ જઈએ આજ ગલગોટો ટેરવામાં રેલાતું ગીત મને આપો તો ભીનુંછમ નભ મારું ઢોળું * * * હદ છે આ હદ છે આ તૃણની લીલાશને કે ઝાકળમાં ઝીલે છે તરતા આકાશને ફોરમતા ફૂલની છાયામાં રજરજ ફોરમ થઈથઈને ફોરે વનનો ચળકાટ જોઈ, ધૂળિયા આ ગામનો રસ્તોયે મન જેમ મ્હોરે…
Read Moreઆજની પંક્તિઓ : સુરેશ દલાલ

એક વેદના : સિતાંશુ યશશ્ચંદ્ર
વેદના, તું અંધ ના કર; વેદના, તું નેત્ર દે. કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ, તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્ ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના… તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ, ક્યાં જવું,…
Read Moreઆજની પંક્તિઓ : રઇશ મનીયાર
આજની પંક્તિઓ : અશોક જાની ‘આનંદ’

કિચુડ કિચુડ રાજેન્દ્ર શુક્લ
કિચુડ કિચુડ કિચુડ કિચુડ બોલે કપાટ, અંદર ને બાર કશો મનનાં મિજાગરાંને વળગ્યો છે વીત્યાનો કાટ. ચકચકતા આયના ને બારી ને બારણાં ને આંખોના કાચ બધા આંધળા, ઠેશ પછી ઠેશ હળુ શ્વાસ પછી શ્વાસના ઝૂલે અવાજ, બધા પાંગળા. ઓળંગે કોણ હવે ઉંબર કે આંગણ કે ડેલીના દખણાદા ઘાટ? કિચુડ કિચુડ બોલે કપાટ. આસપાસ ગાઉ ગાઉ…
Read Moreઆજની પંક્તિઓ

ગઝલ : ઉદયન ઠક્કર
ઉદ્ગારથી અસર સુધીના વિસ્તરણ વિના, કેવી રીતે ગઝલ કહું, વાતાવરણ વિના? કેવાં મજાનાં જિંદગીનાં આભરણ હતાં! કેવી મજાની જિંદગી છે, આભરણ વિના! નજરો ચુકાવી બાળકી, આ જાય, ઓલી જાય… નાચી રહી છે ઝાંઝરી, જાણે ચરણ વિના! ઓચિંતો મધ્યરાત્રિએ ટહુકો થયો કશે, બીજું તો કોણ હોય આ ટાણે, સ્મરણ વિના? ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યાં નહીં…
Read Moreઆજની પંક્તિઓ

ગઝલ – ચિનુ મોદી
આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે. છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે. દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે. ધૂળની ડમરી થઈ પગલાં બધાં ઊડી ગયાં આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.…
Read More
ગઝલ : ગૌરાંગ ઠાકર
વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને, કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને. ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત, જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને. પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી, હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને. તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં, અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ…
Read More
કેમ? : જિગર જોષી ‘પ્રેમ’
કેમ? તને સમજાવું બોલ હવે કેમ ?હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમતને સમજાવું બોલ હવે કેમ ? હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાંમનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમતને સમજાવું બોલ હવે કેમ ? તાજા કોઇ સ્પર્શોના ફૂલોની…
Read More
પચાસમા વર્ષની પહેલી સવારે
સાંજુકી વેળાએ ઊઘલે બજાર, લોક ઘરભેળા થાય પરભારા રે બાઈ… તું પાથરતી જાય કાં પથારા! એક તો ઉછીનું પાથરણું તારું ને માથે ઉછીનો અસબાબ ગાંઠમાં કાણીય કોડી નથી ને તોય શેનો છે આટલો રુઆબ! નક્કામી ચીજોના વેપલા કરવાના શીદને જાગ્યા છે ધખારા! રે બાઈ… તું પાથરતી જાય કાં પથારા! કાટી ગ્યાં અણિયાળાં ખંજર-કટારી ને બુઠ્ઠાં…
Read More
A Fish’s Wish : એક માછલીની મનીષા
A Fish’s Wish There was once a fishtired of the sea, oppressedleaped high, escapedfrom the prison of the sea. Saw first time the shorethe spaces so far! From the security of watersfrom its bothersbroke loose from barriers of fleshlanded writhing on the beachpining for waterfrom her burning breathher world was on fire. The fish of…
Read Moreઆજની પંક્તિઓ

શું સમજાવું : સંજુ વાળા
બહુ બહુ તો એક કરું ઇશારો બીજું તો હું શું સમજાવું? બની રહે જે ધોરણ-ધારો બીજું તો હું શું સમજાવું? હું વણજારો – તું વણજારો બીજું તો હું શું સમજાવું? વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું? ઘૂમરાતું ચગડોળ જગત આ તું ‘ને હું સરખા સહેલાણી ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું…
Read Moreઆજનો ચૂંટેલો શેર

અછાંદસ : નેહલ
અછાંદસ સિગ્નલ પર ઊભો ઊભોએ મથે છે ગાંઠ મારેલા માસ્કનેનાનકડા કાન પર ટકાવવા,જે ગઈકાલે જ કાગળવીણતા વીણતાહાથ લાગી ગયું હતું,સાવ નવા જેવું જ! એવી જ વિણેલી, મ્યુનિસીપાલ્ટીના નળ પરધોઈને ભરેલી બોટલમાંથી ઘૂંટડો ભરીપાસેની એકમાત્ર લારીમાંથી ખરીદેલુંપાંચ રુપિયાનું ઠંડું પાઁવ-વડું પેટમાં ધકેલે છે. એ વેચી રહ્યો છે કોટનના માસ્ક,જે પાસેની ફૂટપાથ પર બેઠી બેઠીએની મા…
Read Moreઆજની પંક્તિઓ
આજની પંક્તિઓ

પડછાયા : ઉદયન ઠક્કર
પડછાયા સાંજે અમે બે પાછા વળતાં ત્યારેઅમારી પાછળ સૂરજ રહેતો અને આગળ પડછાયાપડછાયા એકમેકને અડીને ચાલતાઅમે વિચારતા કે આ બે મારા વા’લા પ્રેમમાં લાગે છેએમની પાછળ જવાથી એમને સંકોચ થતો હશેએવું અમને લાગેલું, પણ એ અમને ગણકારતા જ નહીંએમને જોઈને અમે પણ ચૂપચાપ ચાલવું શીખ્યા.પડછાયાઓ ઐતિહાસિક પાત્રોની જેમ આકર્ષક લાગતા.આ બે સુંદર પડછાયા એકમેકને મળી…
Read Moreઆજનો ચૂંટેલો શેર
આજની પંક્તિઓ
આજની પંક્તિઓ
source : ‘રણના ખારવાનું ગીત’ કવિશ્રી ઉદયન ઠક્કરના સાદર આભાર સાથે.
Read More
ચૂંટેલા શેર : શબનમ ખોજા
જેટલું ભીતરથી ખાલી થાય છે એટલું ઊંડાણ વધતું જાય છે! … આ સૂમસામ રસ્તા ને ભેંકાર ગલીઓ, નગરને શું મારી ઉદાસી અડી છે? … એવા સમયની રાહમાં વિતે છે હર ઘડી, ચાહું તને છતાં ન રહે તારી ઝંખના. … તમે મૌનનો મહિમા જાજો ગણો, પણ આ સંવાદ સગપણની પોષણકડી છે. … ગોરી! તારી આંખો છે…
Read Moreઆજનો ચૂંટેલો શેર

સહજ થયા તે છૂટે : સ્નેહી પરમાર
સહજ થયા તે છૂટે અંકોડા ભીડ્યા હો એ તો ડૂબાડે ને ડૂબે આકાશે અંધારું ફગવી, હાથ કર્યા બે ઊંચા ત્યારે એની છાતીમાંથી, પ્રકટી ઝળહળ ઋચા આમ જ ખુદને ફગવી નાંખે, એ અજવાળા લૂંટે શેઢા સુધી સમથળ ચાલો, ત્યાં સુરતાને મેલો ઊંધ, ધૂંસરી, જોતરનો, ત્યાં થઈ જાવાનો રેલો ડાબે-જમણે ખેચ્ચેથી આ ખેતર તો નહીં ખૂટે પડની…
Read Moreઆજનો ચૂંટેલો શેર
ગઝલ : હર્ષવી પટેલ
ઘર વિશે વાત કરો બહાર વિશે વાત કરો સાંકળે બેઉને એ દ્વાર વિશે વાત કરો યુગ વિશે છોડોને! પળવાર વિશે વાત કરો રોકી લો કાળને, અત્યાર વિશે વાત કરો ન કહો પહોંચી ગયાબાદ, છે મંઝિલ કેવી? પણ સફરના સહુ પડકાર વિશે વાત કરો તો કહો- ગીત વિશે, પ્રીત વિશે, મિત વિશે હરવખત આમ શું ચકચાર…
Read Moreઆજની પંક્તિઓ
આજનો ચૂંટેલો શેર

ગઝલ : સંજુ વાળા
તમને એમાં વાંધો છે કંઈ ? અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ? આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છેએ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં…
Read Moreઆજનો ચૂંટેલો શેર

બનારસ ડાયરી : હરીશ મીનાશ્રુ
… બનારસ ડાયરી ૪ એ દિવસે મારો જનમ દિન હતો એટલે મારા ચહેરા પર વિષાદની વ્યંજનામાં પરિપક્વ બનેલો આનંદ હતો મને એટલી તો ખબર હતી કે એમનું જનમવર્ષ ઈસવી સન તેરસો નવ્વાણુ એટલે સમજો ને, લગભગ છસો પ્રકાશવર્ષનું અંતર કાપીને કબીર ખાસ મને વધામણી ખાવા આવ્યા. આ જાણીને હું તો ઠીક, યાયાવર પક્ષીઓ પણ અચંબામાં…
Read Moreઆજનો ચૂંટેલો શેર

ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. * ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે. * હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે. * આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,આ બારેમાસ લીલાં તોરણ મને…
Read Moreઆજનો ચૂંટેલો શેર

ચૂંટેલા શેર (2) : મરીઝ
અન્ય અંધારાં પણ જીવનમાં છે એક કેવળ વિરહની રાત નથી, મારું સારું બધું સહજ છે ‘મરીઝ’, મેળવેલી આ લાયકાત નથી. . હું જોઉં મને એ રીતે જોવાને આવી જા, તારા નહીં મારા બધા પડદા હટાવી જા. . આ એક ગુણ ખુદાનો અમારા જીવનમાં છે, વર્તન નથી સમાન અમારું બધાની સાથ. . થઈને હતાશ જોયું જો…
Read Moreઆજનો ચૂંટેલો શેર

સમય : રાવજી પટેલ
સમય આ વાડનાં ફૂલ મહીં ફરકે હજીયે આયુ તણો સમય સ્હેજ રતાશ છાંયો, ચૂંટ્યો, ખણ્યો. જરઠ ઘા, સળગ્યો સવાયો. શેઢે પડ્યું જીરણ જે હળ સાવ બૂઠું; મારા અશક્ત પગથી અવ કાળ ખેડું. હું કેટલાં વરસથી કણથી ભરેલાં ડૂંડાં ભરું નજરમાં? ન જરીય થાકું. આવું બર્યું પણ નર્યું થઈ જાય કેવું! દાણા સમો સમય થાય અરે…
Read Moreઆજનો ચૂંટેલો શેર

ચૂંટેલા શેર, ગઝલ : ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવીસાહેબને ભાવભીની શ્રધ્ધાંજલી ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું, હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો. છે ખલીલ અજવાળું શબ્દોમાં હજી પણ એ જ છે, પણ તમારી આંખે છલકાતો ઉમળકો ક્યાં ગયો? ટેરવાં દાઝી જશે, મારામાં કંઈ ફંફોસ…
Read More
કબૂલાત : ‘આદિલ’ મન્સૂરી
હા, કબૂલ્યું હું,નામ બદલીમૌનનાં કાળાં રહસ્યો પામવાભટકું અહીંહું છદ્મવેશે. છંદના ખંડેરમાં બેસું કદીભાવો બની,લયની સૌ ભઠિયારગલીઓમાંસદા ભૂખ્યાનો કરતો ડોળરખડું. હાઇકુના સત્તરે અક્ષર મહીંસંકેત કરતો,ફૂંક મારી દઉં ગઝલના કાનમાંએકેક ચપટા શબ્દના પોલાણનેઅંદર જઇ, જોઉં, તપાસું,સહેજ પણ શંકા જો આવે કોઇને તોઅર્થના નકશાઓ ચાવી જાઉં. હા! કબૂલ્યું. ગુપ્તચર હું. – ‘આદિલ’ મન્સૂરી source: Layastaro.com
Read More
આકાશની તરસ : નેહલ
આકાશની તરસ એકવાર મને લાગી આકાશની તરસ હું જઈ ઊભી આકાશની સન્મુખ આંખોથી, શ્વાસોથી અને પછી તો ખુલ્લા મોંથી મેં આકાશને પીવા માંડ્યું જેમ જેમ પીતી ગઈ મારી તરસ વધતી જ ગઈ આખરે બેઉ હાથ ખુલ્લા પ્રસારી મેં મારી સમગ્રતાથી આકાશ પીવા માંડ્યું મારી નસે નસમાં આકાશ ઝરવા માંડ્યું, સરવા માંડ્યું પછી તો મારા કણે…
Read More
છળ મહીં હતો : શ્યામ સાધુ
પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો. હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો. પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો. -વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.…
Read More
સર્જવું : નેહલ
સર્જવું સર્જવું એટલેજાણેધરતી અને બીજનો પ્રણય!ધીરે ધીરે પાંગરે.પહેલા પરથમવિંધે,પછી કૂંણા અંકુર ફૂટે.અંધારા ખૂણાઓમાંઉજાસના મૂળિયાંપ્રસરે.જેટલું બહાર દેખાયએથી વધુ ઊંડે કોરે.પાન-ફૂલ-ફળ,ઊગે અને ખરે.મૂળ ધરતીને,માટી મૂળનેઆસપાસ, ચોપાસથીવળગે.વસંત અને પાનખરભલે આવે-જાય,ખરી ઉથલપાથલ તો થાયભીતરે.છોને કેટલાય ઘાવ ખાય,છોને વૃક્ષ ધરાશાયી થાય,કૂંપળ તો ફરી ફરી નેફૂટે જ.~નેહલ my poems © Copyright 2021 Nehal
Read More
હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;તળેટી સમીપે હજો ક્યાંક થાનક. લઈ નાંવ થારો સમયરો હળાહળ,ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક. સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,તિલક કોઈ આવીને કરશે અચાનક. અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક ! છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક. નયનથી નીતરતી…
Read MoreDaily Musings : 106
Daily Musings :105
Daily Musings : 104
Daily Musings : 103

ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!
ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો! ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો! મસ્તી કે’તાં માટી સોતું મટી જવાનું, શઢ સંકેલી વેળાને પણ વટી જવાનું, નભનું ક્યાં કોઈ નિશાન નક્કી? ઓરું કે આઘેરું નોંધો… શિખર પછી પણ ક્યાં છે છેડો? ઈચ્છાઓ તો આકાશે…
Read MoreDaily Musings : 98

કવિતાની શોધમાં… : નેહલ
કવિતાની શોધમાં… કવિતાને શોધવા આપણે શું શું નથી કરતા…!? ક્યારેક પ્રેમના મેઘધનુષમાં પગ ઝબોળીએ, આશાની હવા સાથે હળવા પીંછાની જેમ ઉડીએ, સપનાંના ફૂલો પર ઝાકળની છાલક મારી, પતંગિયાઓની સવારી કરીએ, ટહુકાઓમાં, ભમરાઓનાં ગુંજનમાં સૂર પુરાવીએ, ક્યારેક જંગલો અને પહાડોની નીરવતામાં ખોવાઈએ, તો ક્યારેક અનુકંપાના ઝરણાં-નદીઓની સાથે વહી નીકળીએ. તો ક્યારેક; એક ઊંડી, અંધારી, ડરામણી, કાળી…
Read MoreDaily Musings : 94
Daily Musings : 93
Daily Musings : 92
Daily Musings : 91

ગઝલ : હરીશ મીનાશ્રુ
આ આખો ગઝલ સંગ્રહ અદભુત છે. નીચે બોલ્ડમાં લખેલા શેર મારા અત્યંત પ્રિય છે. ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે પુણ્યસ્મરણ:મનોજ ખંડેરિયા અગનની આંગળી અડકે તો પારસપરસ લાગે કનક ઉપર કોઈ છરકો કરે તો એ ય કસ લાગે પરોઢે પુષ્પને ઝાકળ સળગતો સોમરસ લાગે દુઆ કરજો મને…
Read More
નહીં મંદિર નહીં દેરું: જિગર જોષી ‘પ્રેમ’
નહીં મંદિર નહીં દેરું સ્વપ્ન જોયું અદકેરુંકોઇ લખાવી રહ્યું હતું – હું કરતો’તો એ ઘેરું. અવાજ જેવું કૈં જ હતું નહીં – એનું મૌન પડઘાતુંકશુંક નીકળે આરપાર ને ક્યાંક કૈંક અથડાતુંએકલવાયો દીવો જલતો – નહીં મંદિર નહીં દેરું ! ‘નમ: કવિતા’ લખી ને એણે પ્રાણ પૂર્યા કાગળિયેએવું લાગ્યું હરિએ કીધું : “આવને વ્હાલાં મળીએ.”આંખ આંજી…
Read More
ગઝલ : મકરન્દ દવે
તમારી જ ભીતર બિરાજે છે તેની ભવોની ભલામણ છે મારી ગઝલમાં. …… કોઈ દિલે તું જાન બન, કોઈ દિલે જહાન બન, મોત તણી મજાલ શું, મોત થકી મહાન બન. રૂપની બારી ખોલીને, સર્વ રૂપે સમાઈ જા, ધૂંધળી ધૂળમાં નર્યું ઊજળું આસમાન બન. સાચની કેડીએ નથી કોઈ દિશા ડરામણી, જાતની છેતરી જતી છાયથી સાવધાન બન. પહોંચી…
Read MoreDaily Musings : 82
Daily Musings : 81
Daily Musings : 80
Daily Musings : 79

ગઝલ : મહેશ દાવડકર
ભીતર જુએ, બસ એને એ દેખાઈ રહ્યું છે,નાટક તો સતત ભીતરે ભજવાઈ રહ્યું છે. જીવાઈ રહ્યું છે ને એ જોવાઈ રહ્યું છે,અસ્તિત્વ ત્યાં બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે. અજવાસની એ ઓથમાં સંતાઈ રહ્યું છે,આંખોમાં છે અંધારું, એ ડોકાઈ રહ્યું છે. અજવાસ કે અંધારનો એ ભેદ શું જાણે ?જે પોતાના અજવાસથી અંજાઈ રહ્યું છે. એવું નથી…
Read More
દરવાજાની પેલે પાર… : નેહલ
મારા રૂમમાંબે બારીઓ અને એક દરવાજો છેએક પૂર્વની બારીએક પશ્ચિમની બારીમારો સૂરજ પૂર્વની બારીએઊગે અને આથમેત્યાં સુધી હું સતતલખતી રહું છુંજેવો પૂર્વનો સૂરજ ડૂબેહું પશ્ચિમની બારી ખોલી નાંખું છું પશ્ચિમનો સૂરજ ઊગીને આથમેત્યાં સુધી સતત લખતી રહું છુંમારા રૂમમાં ક્યારેય રાતઊગતી નથીનિદ્રા આવતી નથીઅને હું બસ લખ્યા કરું છુંમારા રૂમની દિવાલોપર શબ્દો પડઘાયા કરે છેનહીં બોલાયેલા.એક…
Read More
હાઈકુ : નેહલ
બિંબ ઝાકળ ક્ષણિક ઝળહળે પળ દર્પણે …. ઝાકળ બને મેઘધનુષ, વ્યોમે મૂકી પગલું …. હવાની લ્હેર સજાવે ઝાકળની સવારી ફૂલે …. લખે ઝાકળ ગઝલ પર્ણે પર્ણે વાંચે સૂરજ …. સહે વેદના ફોરાંથી વિંધાયાની હૈયું કોમળ …. હવા શીતળ પાનખરની તર્જ ગૂંજે શરીરે ~નેહલ My Poems © COPYRIGHT NEHAL 2020
Read More
શુકદેવજીના પોપટે કહેલી કથા…
હું શુકદેવજીનો પોપટએમણે નહીં કહેલીકથા માંડું છું સૂર્યવંશી અને ચંદ્રવંશીઓની નહીંહું કહું છુંઅગ્નિવંશીઓની કથાએક અગ્નિથી જન્મીનેબીજા અગ્નિ ને શરણ થતાશાપિત આત્માઓની કથા.જેમના કોઈ જીવનકાર્ય પૂર્ણ થતા નથીઅંતે સ્વર્ગારોહણ કરતા નથીફરી ફરીને અગ્નિમાં પ્રવેશે છેપુનરપિ જનનમ પુનરપિ મરણમ એમનો ઈશ્વરવિશાળ, વિકરાળ વિશ્વરુપથીએમને જોઈ રહે છેવિનાશના મુખમાં ઉતાવળે પ્રવેશતાચારે તરફ થતા રણભેરીઓ,દુંદુભીઓ, શંખધ્વનીના અવાજોમાંએમના ફફડતા હોઠોથી અસ્ફૂટ સ્વરે…
Read MoreDaily Musings : 62
Translation : As the door to the past opened moon beams of memories spread all over. ~Nehal
Read MoreDaily Musings : 61
Translation : picking up the tiniest moments of pain at the end of the day and sticking those stars on the dark sky. ~Nehal
Read MoreDaily Musings : 60
Explanation : Time is like a stone and my life is like a sandalwood stick rubbing sandalwood on a stone ( Hindu people in India do this for ‘puja’ a ritual ) brings out nothing but a heavenly fragrance! meaning, even if I have to go through rough times it will bring out something best…
Read MoreDaily Musings : 59
Translation Give me a bright red Sun A transparent blue River I will create rest of the world! ~ Nehal
Read More
ઊડવું, તે : મનીષા જોષી
…કાગળ પર અક્ષરો ઊપસતા રહે, થાકેલા અને અર્થ, કોઈ રાજાએ શિકાર કરીને દીવાલ પર શણગારેલા વાઘના ખાલી શરીરમાં ભરેલા ઘાસ જેવા ડોકિયું કરે વાઘના નિર્જીવ, વિકરાળ દાંતમાંથી. ( થાક, કવિતાનો…’થાક’માંથી 2020 ) …. ઊડવું તે આકાશમાં ઊંચે ઊડતાં હું જોઈશ એકથી બીજા વનમાં પ્રવેશી રહેલા વડવાનલને જીવ બચાવવા નાસી રહેલાં જંગલી જનાવરોને વહેણ બદલતી નદીઓને…
Read More
તળનું મલક હશે કેવું ? : રમેશ પારેખ
તળનું મલક હશે કેવું હેં માલમા, સળવળતી માછલીની જેવું? તળનું મલક હશે કેવું? અડીએ અડીએ તો ક્યાંય આઘું ઠેલાય આમ પડછાયા જેટલું જ ઓરું માછલીની જેમ હું ય તરતું મેલું ને બ્હાર આવું તો પંડ્ય સાવ કોરું વાયરો વણેલી ઝીણી જાળમાં ઝલાય નહીં- ખોબો ભરીને કેમ લેવું? તળનું મલક હશે કેવું? સૂરજના સામટા શિરોટા ડૂબે…
Read MoreDaily Musings : 54
Translation : Touch of your fingers write a ‘Haiku’ on each of my fingers! ~Nehal
Read MoreDaily Musings : 53
Translation : The sky is full of clouds ( my mind is full of thoughts) The soil is already tilled Let me plant few of my dreams, some of my hope, then let it rain non-stop. ~Nehal
Read MoreDaily Musings : 52 Nehal નેહલ
Daily Musings : 51 Nehal નેહલ
Translation : Dear God, writing a letter to you ( in my mind ) bringing up all the darkness from deep within my being Please read illuminating my letters May your answer enlighten me. ~Nehal
Read MoreDaily Musings : 41 Madhav Ramanuj માધવ રામાનુજ
Daily Musings : 40 Jawahar Baxi જવાહર બક્ષી
Daily Musings : 39 Umashankar Joshi ઉમાશંકર જોશી
Daily Musings : 38 Makrand Dave મકરંદ દવે

તડકાની રજ : મીના છેડા
અવાજોના યુદ્ધ પછી… દીવાલો સાથે ભટકાઈને ચોતરફ શબ્દોની બટકેલી અણીઓ વેરણખેરણ.. ને આખી રાત જમીન પર લોહીલુહાણ એક સંબંધ… આ બધાથી બેખબર બારીએ પંખી ટહુક્યું… તડકાની રજ આખા ઓરડામાં ફરી વળી… એણે ઢીલા થઈ ગયેલા અંબોડાની ગાંઠને તાણી… તુલસીને પાણી આપ્યું… સાવરણી લઈ….! ~ મીના છેડા
Read MoreDaily Musings : 37 Chinu Modi ચિનુ મોદી
Daily Musings : 28 Panna Naik પન્ના નાયક

श्रोता : मनीषा जोषी
श्रोता कविता-पाठ करते वक़्तमेरे गले मेंअचानक से प्यास उठती है। डूब जाती है आवाज़जैसे गिर पड़ी होनदी के ऊपर से उड़ रहे किसी पक्षी केमुँह में पकड़े हुए शिकार-सी। मैं पेश करती हूँ कुछ कविताएँसिवाय उसके! मेरी वह एक प्रिय कविताजो मर रही होती है उस नदी में। कविता श्रवण के लिए बैठे हुए चेहरेजब…
Read MoreDaily Musings : 20 Nehal નેહલ
Daily Musings : 19 Nehal નેહલ
Daily Musings : 18 Nehal નેહલ
Daily Musings : 17 Nehal નેહલ

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર
જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો, હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું. * સદા પાળ બાંધી હું વચ્ચે રહું છું, સરોવરનું જળ છું વમળ હોય ક્યાંથી? * આગ હૈયામાં લાગી હો તો લખ, માત્ર લખવાની આગ રહેવા દે. * પર્ણ તાળી પવનને આપે છે. ઝાડ પર જાણે રાસ લાગે છે. * ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ, ને પછીથી…
Read MoreDaily Musings : 15 Nehal નેહલ

ચૂંટેલા શેર : મુકુલ ચોકસી
આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા, એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી. … એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે, પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે. … આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી, શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે. … કાગળની પાર્શ્વ—ભૂમાં તમે જોયું છે સતત,…
Read MoreDaily Musings : 6 Preeti Sengupta પ્રીતિ સેનગુપ્તા
Daily Musings : 5 Raeesh Maniar રઈશ મનીયાર
Daily Musings :2 Saumya joshi સૌમ્ય જોશી
Daily Musings :1 Harindra Dave હરીન્દ્ર દવે

ભીનું છલ – મકરન્દ દવે
ભીનું છલ મજેદાર કોઈ બહાનું મળે, અને આંખમાં કાંક છાનું મળે! કહું શું ? કદી તારે ચરણે નમી, ખરેલું મને મારું પાનું મળે. વધે છે તરસ તેમ રણ છો વધે, કહીં ભીનું છલ સુહાનું મળે. ખબર છે તને મારી ખાતાવહી, છતાં જો તો, લેણું કશાનું મળે. હવે થાય છે તારી પાંપણ…
Read More
અંધારું- નેહલ
અંધારું આંખોને બિડતાં જ ઘેરી વળે છે મને ઘટ્ટ અંધકાર. મને અંધકાર ગમે છે. મારું સમગ્ર અસ્તિત્વ વિસ્તરે છે નામ-રુપની સીમાઓની પાર. હું મને અનુભવું છું, આકારોથી પર. પ્રવેશી જાઉં છું;સ્પર્શ, ગંધ, સ્વરની સૃષ્ટીમાં સરળતાથી! મારી આંખોને અંધ નથી કરી મૂકતા; દર્પણોનો ચળકાટ, ચિત્રોની જેમ ફ્રેમમાં મઢેલા ચહેરાઓ, ચલચિત્રની પટ્ટીની જેમ ભજવાતી ઘટનાઓ. મારા મનમાં ઊગતા…
Read More
તડકો- નેહલ
આજે બહુ દિવસો પછી વાદળોને આઘા ખસેડીને સૂરજે ફેલાવી આકાશે તડકાની રેલમછેલ વાદળોને પહેરાવી સોનેરી કોર અને ટાંકયા સોનેરી તારલા એક ધસમસતી તડકાની નદી વહી આવી મારી બારીમાંથી સાવ અંદર… ને…ફરી વળી ખૂણે ખૂણે ભેજવાળા મન અને ઓરડામાં મને હુંફાળી છાલકોથી ભીંજવી દીધી મારા અંગ અંગ સોનેરી ઝળહળ ઝળહળ જોઉં તો હું બની ગઈ લીલેરી…
Read More
ચૂંટેલા શેર- ધૂની માંડલિયા
રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર, રોજ પાછો થાય છે આ શ્વાસ અધ્ધરનો મને. * જાત સામે એકલા હાથે જ લડવાનું રહ્યું, છે અનુભવ ઈન્દ્રિયોનાં લાવ-લશ્કરનો મને * તો જ નભની જેમ વિસ્તરશો તમે, હા, ઉઘાડે છોગ છાનું લખો. * જે સહજ છે એ સહજભાવે જ આવશે, એ મંત્ર શું કામનો જે ગોખવો પડે! *…
Read More
ચૂંટેલા શેર (2) – જવાહર બક્ષી
ચૂંટેલા શેર – જવાહર બક્ષી નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં * હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું સત્ય છું પણ સાવ અંગત પત્ર છું * બે ક્ષણ વચ્ચે મેં જળસમાધિ લીધી લો, આખું સમયનું ઝરણ પી ગયો * જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઈએ તે ઘર એવું…
Read More
ઓણુંકા વરસાદમાં – રમેશ પારેખ
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત તો આંગળીની ધારે હું વરસી શકત બધું ઓણુંકા વરસાદમાં ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરીકટ્ટ એક અમે પોતે અને બીજો તારો વટ્ટ નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ…
Read More
Blue and Green
Anushka, she is a medical student and young, upcoming poet. There is depth, sensitivity and philosophical undertones in her expressions. There is innocence and honesty in her writings.I wish her continuing journey on creative path and success in her future endeavours. Blue and Green One gloomy day I took To cleaning up my room. I…
Read More
અડચણ નડે – રઈશ મનીયાર
અડચણ નડે અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે નક્શાઓ, સીમાચિન્હ, ત્રિભેટા તો ઠીક છે પગલાં નડે છે અન્યનાં, ખુદનાં ચરણ નડે પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે તારી શકે છે સત્ય ફક્ત શોધનારને છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે…
Read More
ગઝલ – હિમાંશુ જોશી ‘પ્રેમ’
કંઈક ઈચ્છાઓનું ધણ છે આયનામાં, આગવું નિર્લેપ રણ છે આયનામાં. ના તમે પામી શકો આભાસ, એવું; આયનાનું બિંબ પણ છે આયનામાં, શું વિચારો છો, ને શું ત્યાં નીકળે? કલ્પવું કેવું કઠણ છે આયનામાં?! પારદર્શક શી સપાટી માત્ર નહીં, પણ; કેટલું ઊંડાણ પણ છે આયનામાં! દુન્યવી ચર્ચા પછી મહોરા ઉતારી, જાતસહ એકાદ ક્ષણ છે આયનામાં. ભીતરે…
Read More
સહ-અસ્તિત્વ: નેહલ
સહ-અસ્તિત્વ હજારો construction workના રજકણોથી ગૂંગળાયેલી હવા એ રાહતનો શ્વાસ લીધો. અમસ્તા જ આમતેમ દોડ્યા કરતા લાખ્ખો વાહનોના ધૂમાડાથી choke થયેલા પવને ગળું સાફ કર્યું. આહ, આકાશ આજે નાહીને સ્વચ્છ, નીલું તડકો ચળકે ઊજળો તૃણાંકુર કુમળા માથા ઊંચા કરી નીહાળે કૌતુક વાતાવરણમાં ગૂંજતી પંખીઓની orchestra સાથે ડોલી રહ્યા છે વૃક્ષો પ્રકૃતિ ઉજવી રહી પોતાનું અસ્તિત્વ…
Read More
The Tule Fog – Manisha Joshi
The Tule Fog Just as the sun rises and disappearsBehind the tall city landmarksThey live and hide, out in the openIn this provincial city of San Francisco.No, they do not own homesBut they claim the streets of this cityJust as the tule fog settles low to the ground. Some days you only get to…
Read More
ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ
એકતરફી લાગણીની આ પળોજણ હોય છે, બારણાં વિનાનાં ઘર ને મોટું આંગણ હોય છે. કોઈ સુખદુઃખના પ્રસંગે બે ઘડી ડોકાઉં છું, મારું મારાથી પડોશી જેવું સગપણ હોય છે. નાના મોટા એકબીજાને સતત દેખાઈએ, આપણામાં એક કાયમ હલતું દર્પણ હોય છે. કોણ છે જે રંગ લીલો ઉડવા દેતું નથી? આમ તો વર્ષોથી સુકાયેલાં તોરણ હોય છે.…
Read More
તું આવ – મુકેશ જોષી
તું આવ જરા બાજુમાં બેસ આંખોમાં ખળખળતી નદીઓએ પહેર્યો છે રેતીનો સૂક્કો ગણવેશ તું આવ સ્હેજ બાજુમાં બેસ નકશામાંથીય કોઈ ચોરી ગયું સાત સપનાનો લાડકો પ્રદેશ તું આવ કદી બાજુમાં બેસ છેલ્લું ચોમાસુંય છાંટી દીધું છતાં સળગે છે શ્વાસની રવેશ તું આવ અને બાજુમાં બેસ તૂટેલો ચાંદ અને પાનખરી ઝાડ મારી કુંડળીમાં બાકી છે શેષ…
Read More
ચૂંટેલા શેર – હર્ષ બ્રહ્મભટ્ટ
તોય કાયમ જાય ચૂકી ટ્રેન, તક, અવસર સતત લોક જે દોડ્યા કરે છે ક્યાંય રોકાયા વગર. … સતત શ્વાસ એના ભરી ના શક્યો, ગમ્યાં સર્વ અત્તર ઘડી – બે ઘડી … તું જ તો હર્ષ દ્વિધામાં કાયમ રહ્યો, યુધ્ધ તેં બેઉપક્ષે નિરંતર કર્યું. … એમાં જ હું વણતો રહું છું રંગ સૃષ્ટિના મારી ગઝલના પોતમાં…
Read More
અશ્મીભૂત થતા ભસ્માસૂર આપણે – નેહલ
સરકતી જતી કાળની ગર્તામાં અશ્મીભૂત થતા આપણે થોડીક સદીઓની જણસને વળગી આજને મૂલવવાની રમતમાં ગળાડૂબ સદીઓ પારના અંધારા ખડખડ હસે છે આપણા મહાનતા, શ્રેષ્ઠતાના દાવાઑ પર. આ ગહન બ્રહ્માંડ નું એક ટપકું માત્ર એને ઘૂંટી ઘૂંટીને સૂર્ય બનાવવાની મથામણમાં ભડ ભડ બળતા, બૂઝતા આપણે. વહેતી, લુપ્ત થતી નદીઓ હતા, ન હતા થતા નગાધિરાજો તૂટતા-જોડાતા ભૂમિ…
Read More
Non-Love: અનાસક્તિ : Zinaida Gippius
Like winds of seas, you toss the shutters, Like winds of deserts, you sing: ‘Behold! You’re mine forever! I’m ancient Clutter, Your old, good fellow, – unlock your hold!’ I dare not open, I hold the shutters, I hold the shutters and hide my fright. I keep and cherish, I keep with flutter My love…
Read More
જિંદગી – ભારતી રાણે
જિંદગી તીર ખેંચાયું પણછ પર, લય જેવી જિંદગી, દ્રૌપદી કેરે સ્વયંવર મત્સ્ય જેવી જિંદગી. ઘૂઘવે સાગર સમયનો આભ ઊંચા કેફમાં, રેત ઉપર ચીતરેલા દૃશ્ય જેવી જિંદગી. નાંગરેલી નાવ જેવી શક્યતાના દેશમાં, સાત સાગરની સફરના સ્વપ્ન જેવી જિંદગી. શ્વાસની એ શોધ છે કે સારથિની મુન્સફી ? યુદ્ધ-મેદાને વિષાદી પ્રશ્ન જેવી જિંદગી. કોણ જાણે ક્યાં જતો…
Read More
A poem / કવિતા – Jameela Nishat
A poem slumbers in my heart, at the centre of my being, and a dim mirror tries to shape it a ghazal a line a word. Day and night it pulls me toward itself, no music, no sound, even silence seems to intrude. What poem is this that sleeps in me and does not let…
Read More
I feel the dead – મરણને અનુભવું છું
“Poetry,” she explained, “is my understanding of the universe, my way of relating to things, my participation in reality, my encounter with voices and images. This is why the poem speaks not of an ideal life but of a concrete one: the angle of a window, the resonance of streets, cities and rooms, the shadow…
Read More
હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ
આ વૃક્ષ; હજુ થોડા દિવસો પહેલાં તો હતું ઘટાદાર, ક્યારે પાંદડીઓ પીળી થઈ? અને હવે ઊભું છે ખેરવીને સઘળું મુક્ત, શાંત! કેવું સરળતાથી અને ત્વરિત ત્યાગી શકે છે બધું! અને એવું જ તૈયાર છે નવી કૂંપળોને આવકારવા આ વૃક્ષ. – .. .. .. .. .. .. – નિષ્પર્ણ વૃક્ષ શું પાનખર આવી ગઈ? હજુ થોડા…
Read More
અસમિયા કવિતા – અનુપમા બસુમનારી
સંગમ ૧ ઠંડીની મોસમમાં નગ્ન થાય છે પહાડ હવા ઉડાડે છે બરફના ટુકડાઓ બરફનો વરસાદ વૃક્ષોને પહેરાવે છે સફેદ વસ્ત્રો ઠંડી હવામાં બજી ઊઠે છે વસંતની પ્રથમ રાગિણી ૨ વરસાદની મોસમમાં પડે છે ટીપાં સંગીત બનીને જાણે કે હરિયાળા પોશાક પહેરીને સદ્યસ્નાતા સ્ત્રીના પગરવથી બજી ઊઠે છે છમછમ પાયલ પીઠી ચોળીને પ્રતીક્ષા કરે છે પહાડ…
Read More
સંભારણાંની સાખે – લાલજી કાનપરિયા
સંભારણાંની સાખે સંભારણાંની સાખે તારું નામ લખ્યું વાદળમાં લથબથ ચોમાસુ ત્યાં વરસ્યું તને લખેલ કાગળમાં! અક્ષર થયાં ખળખળતાં ઝરણાં, શબ્દો ઘોડાપૂર લાગણીઓની ધસમસ ધસમસ નદિયું ગાંડીતૂર! ભારઝલ્લી કૈં સકલ ક્ષણો ડૂબી ગૈ જળજળમાં સંભારણાંની સાખે તારું નામ લખ્યું વાદળમાં નજરુંમાં આવી ચડી છે શેરી એક રઢિયાળી આછું આછું મલકતી એક છબિ અમે ત્યાં ભાળી!…
Read More
I Only Wish To Love You – મારી એકમાત્ર ઈચ્છા
I Only Wish To Love You I only wish to love you A storm fills the valley A fish the river I have made you the size of my solitude The whole world to hide in Days and nights to understand To see no more in your eyes Than what I think of you And…
Read More
I Take Back Everything I’ve Said – જતાં પહેલાં
Before I go I’m supposed to get a last wish: Generous reader burn this book It’s not at all what I wanted to say Though it was written in blood It’s not what I wanted to say. No lot could be sadder than mine I was defeated by my own shadow: My words took vengeance…
Read More
ફરી એક વાર – ભારતી રાણે
વરસો પછી ફરી એક વાર કાતિલ શિયાળાની ધુમ્મસી સાંજે પ્રવેશું છું એ પુરાણા શહેરમાં. સીમ તોડીને વિસ્તરી ગયેલા જૂના શહેરના નવા રસ્તાઓ ખોલતા નથી, પરિચયનાં દ્વાર; બદલાઈ ગયેલી બજારોની ઝાકઝમાળમાં ખોળું છું, ખોવાયેલું એ દૃશ્ય. સ્મૃતિઓને પડઘાવતી જર્જરિત ઇમારતો પાસેથી દોડી જાઉં છું, રિક્ષાના ધડધડાટમાં. રગોમાં વહેતી નદીના બદલાતા વહેણ સાથે. જોતજોતામાં અજાણ્યું થઈ ગયેલું…
Read More
કાચના વાસણની સાથે – કિસન સોસા
કાચના વાસણની સાથે કાચના વાસણની સાથે જીવવાનું ફૂટવાની ક્ષણની સાથે જીવવાનું પ્યાસની પલટણની સાથે જીવવાનું આ સમંદર, રણની સાથે જીવવાનું ચાલવાનું ઠેસ ઠોકરથી બચીને આંધળી અડચણની સાથે જીવવાનું ને ટપકવાનું નહિ એકે ય ટીપે છાતીએ ઝારણની સાથે જીવવાનું માખીઓ ઊડાવવા મથ્યા જ કરવું પ્રશ્નની બણબણની સાથે જીવવાનું પારખું કરવું ન પાસેના કળણનું છળભર્યા સગપણની સાથે…
Read More
હોય જો નિર્ણય – ભારતી રાણે
હોય જો નિર્ણય હોય જો નિર્ણય સફરનો, કાફલો શી ચીજ છે ? પ્રાણ વીંઝે પાંખ, દેહનો દાયરો શી ચીજ છે ? ભીંત ફાડીને તિરાડે ઊગતો પીપળ કહે, જો રહો પર્યાપ્ત ખુદમાં, પથ્થરો શી ચીજ છે ? નિત તરસવું ને વરસવું ખેલ ધરતી-આભનો, થોર પૂછે રેતને, આ મોસમો શી ચીજ છે ? બિંબ-ચહેરાની રમત તો સાહ્યબી…
Read More
How happy is the little Stone – સુખની કવિતા
The world is so full of a number of things, I’m sure we should all be as happy as kings. – Robert Louis Stevenson ……….. ખુશી, સુખ, આનંદ…કાંઈ કેટલાય નામ આપો, ખરીદી નથી શકાતું. આખી દુનિયા એને શોધે છે. કોઈ પદ-પ્રતિષ્ઠામાં, કોઈ ધન-સંપત્તિમાં, કોઈ યુવાનીમાં, કોઈ ધર્મ-સંપ્રદાયની પ્રવૃત્તિઓમાં, કોઈ સંતાનોની પ્રગતિમાં તો સભા-મેળાવડાઓની વાહવાહીમાં. પણ…
Read More
Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી
દુઃખ, પીડા પછી બીજી સર્વવ્યાપી લાગણી છે… પ્રેમની. પ્રેમ જ સમગ્ર સૃષ્ટિની રચનાનો પાયો છે. સૃષ્ટિના ઉદ્ભવમાં આ અગમ્ય, અદમ્ય ખેંચાણ રહેલું છે. એકકોષી જીવથી અનેક-કોષી જીવ બનવાની ઘટનામાં પણ આ સર્જક બળ રહેલું છે. પ્રેમ કરનાર અને પામનાર બંને એક અદ્ ભૂત સર્જનનું કારણ, એક અનન્ય સર્જનના ભાગ બને છે પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ કર્યા…
Read More
દુઃખ આટલું આસાન બની શકે
કવિતા એ સમાજનો આયનો છે, માનવજીવનની ક્ષણોને પ્રતિબિંબીત કરતું દર્પણ છે, આપણે સૌ એ વાત જાણીએ છીએ. પાંચમી વર્ષગાંઠની ઉજવણીના ત્રીજા મણકામાં આવા જ ચિરંતન, સર્વવ્યાપી ભાવોને ઉજાગર કરતી કવિતાઓ રજુ કરવાની ઈચ્છા છે. પાંચ જુદી જુદી લાગણીઓ, સંવેદનાઓને વ્યક્ત કરતાં કાવ્યો. …
Read More
અમે તો સુગંધના ટીપાં પવનની તરસ પર…
ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા. પછી છોને વરસતો મેઘ અનરાધાર – નેહલ મને એક લાલચટ્ટક સૂરજ આપો એક પારદર્શક ભૂરી નદી આપો બાકી બધું હું સર્જી લઈશ – નેહલ પ્રિય વાચક મિત્રો, પાંચમી વર્ષગાંઠની ઉજવણીના પહેલા મણકામાં ત્રણ ભાષાઓમાં બ્લોગ પર સૌથી વધુ વખત વંચાયેલી…
Read More
સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…
મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે. એવું લાગે છે કે હજુ ગઈકાલે તો આ બ્લોગ શરુ કર્યો હતો, અને પા-પા પગલી ભરતાં ક્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયા ખબર જ ન પડી. જો આંકડાઓની ભાષામાં વાત કરીએ તો 16,550 થી વધારે લોકો વિશ્વના નાના-મોટા 50…
Read More
ગાંધી કવિતા – ગાંધીડો મારો: દુલા કાગ
સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે! ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટી આ આપને નમે! – કરસનદાસ માણેક …….. ગાંધીડો મારો : દુલા કાગ સો સો વાતુનો જાણનારો મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.-ટેક ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો; એ……..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે, (ઈ તો) ઢાળમાં નવ ધ્રોડનારો. – મોભીડો ભાંગ્યા હોય…
Read More
અનહદનો સૂર – હરીન્દ્ર દવે
અનહદનો સૂર શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ, મને આપો એક અનહદનો સૂર, એકવાર ઓરેથી સંભળાવો, દૂર દૂર વાગે છે ક્યારનાં નૂપુર. હમણાં હમણાં આ શીળી રાતનો સમીર મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે, અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે; પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી લઈ લો આ આંખડીનાં…
Read More
ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે
પછી સમજાય એને તેજના અંધત્વની સીમા, સિતારા જોવા સૂરજને કદી અરમાન થઈ જાયે. * કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું, હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે. * શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ, ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે. * શાયદ સમયનું માપ ભુલાઈ ગયું હવે ગણવા સિતારા કેટલી ફુરસત હતી, ગઈ.…
Read More
ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા
સાવ સરળ શબ્દોમાં જીવનનો ઊંડો મર્મ તો ક્યારેક ઊંચી ફિલોસોફી અને ક્યારેક હ્રદયના તાર ઝણઝણાવી દેતી ઋજુ સંવેદનાઓને સક્ષમ રીતે રજૂ કરતી આ કવિની રચનાઓનું દિલથી સ્વાગત કરું છું અને એમની શબ્દ સાધના અવિરત રહે એવી હ્રદયપૂર્વક શુભકામનાઓ! * . * . * કૈંક ઝરણાં ત્યાં વહેતાં થાશે, મનમાંથી ક્ષણભર હટાવો પથ્થર. * એટલે શું…
Read More
શ્વાસમાં – માધવ રામાનુજ
શ્વાસમાં કોઈને આપ્યા રે અઢળક ઓરતા, કોઈને આપ્યા રે વેરાગ… સરખી આપી રે સહુને લાગણી, અંતર આપ્યાં રે અતાગ… સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા! સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા, સાજન દીધા રે સુજાણ. મેળાપે મેળાપે માયા વિસ્તરે, છાયા વિરહની અજાણ… સગપણ સાંધ્યા ને સાંધી વેદના… સગપણ સાંધ્યા ને સાંધી વેદના ભીતર ભર્યા રે એકાંત, ભીના દીધાં રે…
Read More
છાપ અલગ મેં છોડી – લક્ષ્મી ડોબરિયા
લક્ષ્મી ડોબરિયા, એક સન્માનીય, સાતત્યપૂર્ણ સર્જક નવો ગીત-સંગ્રહ “છાપ અલગ મેં છોડી” લઈને ઉપસ્થિત થયાં છે.એમનું હ્રદયપૂર્વક સ્વાગત કરું છું. તાજગીભર્યા કલ્પનો અને લયમાધુર્ય ભર્યા ગીતો મીરાંની બાની અને કબીરના દર્શનની ઝલક કરાવે છે.આવાં સુંદર સર્જન આપણને એમની પાસેથી મળતાં રહે એવી અઢળક શુભેચ્છાઓ! તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું, પરપોટા જેમ વિસ્તરતું રહે સતરંગી…
Read More
આમંત્રણ – The Invitation
તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ? અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ. તમારી ઉંમરમાં પણ મને રસ નથી. પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને? મારે…
Read More
ચૂંટેલા શેર – જલન માતરી (2)
એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે? જ્યારે મનુષ્યો છે બધા એકસરખા આપણે. *** રહસ્યોના પડદાઓ ફાડી તો જો ખુદા છે કે નહીં હાક મારી તો જો *** ન અડકી પણ શકાયે કે ન છીપે પ્યાસ પ્યાસાની રે! આ તે ઝાંઝવા છે કે જનાજો છે સમંદરનો? *** કયામતમાં તને રસ છે, અને મુજને છે…
Read More
મારામાં તારુંઅજવાળું- નંદિતા ઠાકોર
મારામાં હોય એક આખું આકાશ એમાં પંખીની જેમ હોય તું પંખીમાં હોય ભર્યો ટહુકાનો શ્વાસ અને શ્વાસમાં સમેટાતી હું તારામાં હોય લીલાં લાગણીના વન અને ભુખરી ઈચ્છાઓના માળા મારામાં હોય થોડાં ફૂલ અને પાન અને વહેતી હવાના સરવાળા વહેતી હવાની કોઈ નાની શી લ્હેરખીમાં પાંદડાની જેમ હોય તું પાંદડામાં હોય કુણા સપનાના ચાસ અને ચાસ…
Read More
Do Not Stand At My Grave And Weep – અનુવાદ: વિવેક મનહર ટેલર
Do Not Stand At My Grave And Weep Do Not Stand At My Grave And Weep I am Not there. I do not sleep. I am a thousands winds that blow. I am the diamond glints on snow. I am the sunlight on ripened grain. I am the gentle autumn rain. When you awaken in…
Read More
પ્રેમ વિષે – જાગૃતિ ફડિયા
એક દી’ સખી હું અને દરિયો બેઠાં’ તા કંઈ વાતો કરતા, ગોઠવાઈ ગયું ત્યાં આવી કાળું વાદળ, ધીંગામસ્તી કરતાં કરતાં, મેં દરિયાને પૂછયું આકાશ, ક્ષિતિજ અને તારા વિષે અવિરત પ્રેમના કોઈ કારણ વિષે તેણે છોળો ઉડાડી કહ્યું મને સૂર્ય, ચંદ્ર અને તારા વિષે તે પૂછી બેઠો મને પ્રેમના કો’ કૌતુક વિષે અને હું કહી બેઠી…
Read More
શગ રે સંકોરું – રમેશ પારેખ
શગ રે સંકોરું શગ રે સંકોરું મારા નામની તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું નર્યું અજવાળું અજવાળું વાય શગ રે સંકોરું મારા નામની સગપણને કાંઠે હોડી નાંગરી સામે ઝાંખું રે ઝળુંબે મારું ગામ કેડીઓ કંડારું મારા ગામની શગ રે સંકોરું મારા નામની શબદો ખંખેરી દીધા ખેસથી કાંઈ લૂછી નાખ્યાં રે લીલાં વેણ ઝાંખની સોંસરી પાંપણ સંચરે એન…
Read More