રાત રહી તરફડતી સહરાની તરસે,
ઢોળાતું રહ્યું મૃગજળ ચાંદનીનું  આસમાની ફરસે.
……
પાંપણોની કિનારીએ અટક્યા મેઘ,
અને આ આંખ્યુંની ધરતી કોરી-ધાકોર.
………
ભટકું છું તારી શોધમાં જયાં-ત્યાં,
લાગે છે તું છે ક્યાંક સાવ આસપાસ.
…….
તારા વિનાના દિવસો ફેલાયા ડાળ થઇને,
શ્રધ્ધા મારી પથરાતી જાય મૂળિયાં થઇને.
……
લાગણીઓનાં ઠેકાણા હોતતો, સંબોધનોમાં સરનામા હોત;
લાગણીઓનાં ઠેકાણા હોત તો, શબ્દોમાં સરનામા હોત.
………
તું નથી ,સૂર્ય નથી ,તારી
યાદ ચમકે છે આગિયા બની.
….
ભૂતકાળનું ઉઘડ્યું દ્વાર જરીક,
લો ફેલાયાં યાદોનાં ચાંદરણાં.
….
અંતરનાં અજવાળાં એવાં ફેલાયાં ચારેકોર,
અમાસની રાત પણ લાગે જાણે બીજની કોર.
 નેહલ

71TiDjJmXbL._SX355_

ग़ज़ल – शहरयार

बताऊँ किस तरह अहबाब को आँखें जो ऐसी हैं कि कल पलकों से टूटी नींद की किर्चें समेटी हैं सफ़र मैंने समंदर का किया काग़ज़ की कश्ती में तमाशाई निगाहें इसलिए बेज़ार इतनी हैं ख़ुदा मेरे अता कर मुझको गोयाई कि कह पाऊँ ज़मीं पर रात-दिन जो बातें होती मैंने देखी हैं तू अपने फ़ैसले…

તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું તારે નામે લખું છું: સિતારા, પતંગિયાં, આગિયા તારા રસ્તાઓ સીધા સરળ હોય એના પર છાયા હોય ઝગમગતા આકાશની અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં તારે નામે લખું છું: આનંદ, આરજૂ, ખુશબો તારો એક એક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય તારી કોઈ પણ…

ग़ज़ल – दुष्यंत कुमार

कुछ चुनिंदा अशआर : सिर्फ़ शाइ’र देखता है क़हक़हों की असलियत हर किसी के पास तो ऐसी नज़र होगी नहीं …     …    …   …   … लोग हाथों में लिए बैठे हैं अपने पिंजरे आज सय्याद को महफ़िल में बुला लो यारो ..   ..   ..   ..    …..

મનમાં મન – નિરંજન ભગત

મનમાં મન મનમાં મન ખોવાઈ ગયું! અંધારથી મેં આંખ આંજી તે અંતરમાં જોવાઈ ગયું! રાત ને દ્હાડો જલતી ભાળી ભીતરમાં એક જ્યોત, બ્હારની દુનિયા કાજળકાળી ને પ્રાણ પ્રકાશે પોત; એ જ રે અંતરતેજથી આંખનું કાજળ આજ લ્હોવાઈ ગયું! મનમાં મન ખોવાઈ ગયું! અંધ આંખે મેં બંધ દીધો તે અંતરમાં રોવાઈ ગયું! બંનેય નેણથી પાછી વળી…

वक़्त – जावेद अख़्तर

ये वक़्त क्या है? ये क्या है आख़िर कि जो मुसलसल गुज़र रहा है ये जब न गुज़रा था, तब कहाँ था कहीं तो होगा गुज़र गया है तो अब कहाँ है कहीं तो होगा कहाँ से आया किधर गया है ये कब से कब तक का सिलसिला है ये वक़्त क्या है ये वाक़ये…

માણસ ક્યાં કોઈને ઓળખાય છે- નેહલ

માણસ નામની એક ઘટના એક જ લીટીમાં મથાળે લખાય છે માણસ ક્યાં કોઈને ઓળખાય છે? ધર્મ, જાત, વર્ણ ને વર્ગમાં વહેંચાય છે માણસ ક્યાં કોઈને પરખાય છે? સુખ- દુઃખ તો સૌને સમજાય છે ભીતરનો અવાજ ક્યાં કોઈને સંભળાય છે? વખાણવા ને વખોડવા સૌને એકસામટા ન સમજાય તે સૌ મંદિરોમાં પૂજાય છે! નેતા, અભિનેતા કે ગુરૂ…