I usually write in my mother tongue Gujarati and sometimes in Hindi and English.
Nehal’s world is at the crossroads of my inner and outer worlds, hope you like the journey…
View all posts by Nehal
4 thoughts on “Daily Musings : 81”
વાહ ! ગઇકાલે કવિશ્રી મહેશભાઇ દાવડકર અને આજે કવિશ્રી જયંત વસોયા. એક સૂરતના ને બીજા ઉપલેટાના.
ક્યારેક એવું બનતું હોય છે કે કવિ સાથેના કેટલાક સ્મરણો એક સાથે મનમાં તરવરતા હોય છે – જેમ કે ગઇકાલે અને આજે.
કવિશ્રી જયંત વસોયા હવે સ્થૂળ રીતે તો હાજર નથી પણ એમની ગઝલો આજે પણ પાનો ચડાવે છે.
સ્મરણ સાથે એમના જ બે શેર –
કાં દર્દમાં કાં દવામાં ફેર છે
એટલું નક્કી કશામાં ફેર છે
કાં ધજા અસ્તિત્વની ના ફરફરે
એટલું નક્કી હવામાં ફેર છે
વાત ગમ્યાનો આનંદ અને બ્લોગ પર વહેચવા માટેની તમારી ભાવનાનો આદર કરું છું.
કવિતા કેટલી હદ સુધી આપણી અંદર સ્થાયી થઈ જાય એની વાત છે અને એમાં ય વળી કવિ મિત્રોનો સંસર્ગ એટલે કદાચ ખજાના જેવુ લાગતું હશે.
કવિ અનિલ જોશી એમના કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે કે “કવિતા એકલપેટી રમત છે. હું મારી એકલતાના સાત પગથિયા ચડું છું ને ઊતરું છું. તોય હજી મારી બરફની આંગળીએ સૂરજ ચિતરવાનું સાહસ નથી છોડ્યું.” એક ભાવકનું પણ કવિતા પ્રત્યે આ રીતે કોઈ પોતીકું tuning તો હશે ને ?
આજે બસ આટલું. પણ તમે બ્લોગ પર રચનાઓ મુકતા રહો અને ખજાનો માણતા રહો.
જીયે તો અપને બગીચેમેં ગુલમહોર કે તલે
મરે તો ગૈરકે બગીચેમેં ગુલમહોર કે લીએ
‘બરફની આંગળીએ સૂરજ ચિતરવાનું સાહસ’…વાહ, ખરેખર એવું જ છે. કોઈના ભાવવિશ્વમાં પોતાનો એક પોતિકો ખૂણો શોધી કાઢવો અથવા ખુદના મૌન એકાંતમાં ગૂંજેલા ગાનનો પડઘો કોઈના શબ્દોમાં સાંભળવાનો આ ઉપક્રમ છે!

LikeLiked by 1 person
વાહ, તમારી પાસે વાંચનની સાથે સ્મરણોનો પણ ખજાનો છે. ખૂબ ખૂબ આભાર, અહીં વહેંચવા માટે.
LikeLike
વાત ગમ્યાનો આનંદ અને બ્લોગ પર વહેચવા માટેની તમારી ભાવનાનો આદર કરું છું.
કવિતા કેટલી હદ સુધી આપણી અંદર સ્થાયી થઈ જાય એની વાત છે અને એમાં ય વળી કવિ મિત્રોનો સંસર્ગ એટલે કદાચ ખજાના જેવુ લાગતું હશે.
કવિ અનિલ જોશી એમના કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે કે “કવિતા એકલપેટી રમત છે. હું મારી એકલતાના સાત પગથિયા ચડું છું ને ઊતરું છું. તોય હજી મારી બરફની આંગળીએ સૂરજ ચિતરવાનું સાહસ નથી છોડ્યું.” એક ભાવકનું પણ કવિતા પ્રત્યે આ રીતે કોઈ પોતીકું tuning તો હશે ને ?
આજે બસ આટલું. પણ તમે બ્લોગ પર રચનાઓ મુકતા રહો અને ખજાનો માણતા રહો.
જીયે તો અપને બગીચેમેં ગુલમહોર કે તલે
મરે તો ગૈરકે બગીચેમેં ગુલમહોર કે લીએ
દુષ્યંતકુમાર ત્યાગી