ચુપકીદીથી હું આવું છું આ વિશ્વમાં
અનેક લ્હેરોને સ્પંદિત કરતો
તરંગો, સૂકાં પર્ણો ને આદિમ વૃક્ષો,
ક્યાંક છૂટીછવાઈ સેવાળ ને ઝાંખા પ્રકાશિત ફાનસ
સહસ્ત્ર અવાજો, થઈ ગયા છે શાંત.
ચૂપ રહેજો, ખલેલ પાડશો નહીં,
આ શાંત જીવનને ભાંગશો નહીં!
મધુર સ્મિતે હું છેડું મારું ગીત:
વરસાદનું એક એક ટીપું છે બીજ, જેમાં
સમાયેલી છે હવાની ભીનાશ ને ધરતીની ગરમી
હું રોપું છું, જીવન, જોમ અને પરમ તત્ત્વોને
કાલે, એક નવા વિશ્વને આમંત્રીશ લણણીની મોજમાં.
એક તણખલું યા અસંખ્ય પદ્મો
અથવા હોય કોઈ આદિમ જીવકોષ,
જ્યાં સુધી જીવન છે
એ સૃષ્ટિ છે
એ હું છું.
Li Jiao – Tang Dynasty (646-715)