દળતાં રહેશું દળણું
ભલી ઓશરી અણોસરી આ
ભલું એક પાથરણું
ઘ૨ર્ ઘ૨ર્ ઘર્ ફરે ઘંટલો
ખરડ ધાન ભરડાતું
ચૂવે પાણિયારે પરભવ ને
કંઠે રાન સુકાતું
નથી બોલતા કાગ
નથી કંઈ ઊગતું કંચનવરણું
ભલી ઓશરી અણોસરી આ
ભલું એક પાથરણું
જ્યાં લગ દીવડે દિવેલ રહેશે
આ અંધારાં દળશું
ફરીફરીને જાત ઓરશું
મૂળમાં પાછાં વળશું
અને તોળતાં રહેશું
દૂરના ડુંગ૨ સામે તરણું
ભલી ઓશરી અણોસરી આ
ભલું એક પાથરણું
દળતાં રહેશું દળણું
– યોગેશ વૈદ્ય
Published by
Nehal
I usually write in my mother tongue Gujarati and sometimes in Hindi and English.
Nehal’s world is at the crossroads of my inner and outer worlds, hope you like the journey…
View all posts by Nehal