જિજીવિષાના તળાવે
મૃત્યુ નામનો
કંકર સર્જે વલયો
……………….
વરસાદી વાછંટ
તપ્ત શરીરે
મનને ક્યાંથી બુઝાવે?
……………………….
વાદળિયું આકાશ
વરસી પડે
મન-આકાશ ક્યારે?
………………………..
આશાના તંતુએ જો
લટકી રહ્યો
એષણાઓનો મેળો
…………………………….
ઘનઘોર અંધારે
કિરણ નાનું
બસ થઈ પડે છે
~ નેહલ
Picture courtesy: Pinterest