તમારી જ ભીતર બિરાજે છે તેની
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

……

કોઈ દિલે તું જાન બન, કોઈ દિલે જહાન બન,
મોત તણી મજાલ શું, મોત થકી મહાન બન.

રૂપની બારી ખોલીને, સર્વ રૂપે સમાઈ જા,
ધૂંધળી ધૂળમાં નર્યું ઊજળું આસમાન બન.

સાચની કેડીએ નથી કોઈ દિશા ડરામણી,
જાતની છેતરી જતી છાયથી સાવધાન બન.

પહોંચી જવા જતાં તને, તારું પગેરું સાંપડે,
પંથ વિનાના પંથ પર, રોજ નવું નિશાન બન.

આગની બંસરી પરે, હોઠ ગુલાબી દે ધરી,
મોતની સૂની ગોદમાં, જિન્દગીનું તૂફાન બન.

જાણે હળુ હવા બની, જાય છે તો જતાં જતાં,
નીરવ પાનપાનની, પ્રાણ, જરા જબાન બન.
~ મકરન્દ દવે ( હવાબારી, 1993 )

One thought on “ગઝલ : મકરન્દ દવે

  1. 1 हम जो पहुँचे तो रहगुज़र ही न थी

      तुम जो आए तो मंज़िलें लाए 
    
      ज़ेहरा निगाह
    

    2 ये इम्तियाज़ ज़रूरी है अब इबादत में

     वही दुआ जो नज़र कर रही है लब भी करें 
    
     अभिषेक शुक्ला
    

    Liked by 1 person

Comments are closed.