વાર, તારીખ, મહીનો
બધા સંદર્ભો ભૂંસીને
બેઠી છું.

આવવાનું, હોવું, જવાનું
બધા પ્રયોજન ભૂલીને
બેઠી છું.

આ પળની અસહાયતામાં
જાતની પાછળ,
જાતની પડખે,
જાતને ટેકો કરી
બસ ઊભી છું.
~ નેહલ