અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરશિયાંના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’ થી ‘સદી’ ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિલાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી – નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.
ભગવતીકુમાર શર્મા
‘અમર ગઝલો’ માંથી

गांधीवादी सिद्धान्तों को जीवन में उतारने वाले गुजराती के यशस्वी पत्रकार श्री भगवती कुमार शर्मा का लेखन उनकी सत्यनिष्ठ, राष्ट्रवादी निर्भीक एवं निष्पक्ष अभिव्यक्ति का प्रमाण है।प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी से नचिकेता सम्मान ग्रहण करते हुए श्री भगवती कुमार शर्मा