રાતરાણીનું ઝુમખું ! – નેહલ

 

 

 

raatrani

* હું
મારામાં
જાણે
અજાણ્યા ઘરમાં
મુસાફર .
* કવિતા
નાનકડું બાળ
રિસાય
સંતાય
વારે-ઘડીએ
મારાથી .
* ધોળા દિવસના
દિવાસ્વપ્નો
આંખ માં આંજે
અંધારા .
*  મીણયો  કાગળ
મન
સરકે આમ-તેમ
ટીપાં
સંવેદનોના .
* શરીરના સ્વપ્નોને નડે
શરીરના બંધન.
આત્માની પાંખને
નાનું પડે
સપનાનું આકાશ .
* આલિંગવા ઈચ્છું છું.
ધસમસતી , વંટોળ જેવી
હવાને
ઉડાડી મુકે મારી સઘળી
એષણાઓની  ધૂળ .
-Nehal

One thought on “રાતરાણીનું ઝુમખું ! – નેહલ

Comments are closed.