*ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો ..
લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા,
પછી છોને વરસતો મેઘ અનરાધાર .

*તારી આંગળીઓ નો સ્પર્શ લખે
એક એક હાઇકુ મારી આંગળીઓ પર .

*મને એક લાલચટ્ટક સૂરજ આપો
એક પારદર્શક ભૂરી નદી આપો
બાકી બધું હું સર્જી લઈશ .

* સપનાંની ચકલીઓ નિદ્રા ચણી ગઈ
હવે બળબળતું કોરું આંખોનું આંગણું .
નેહલ

3 thoughts on “મોગરાનાં ફૂલ : નેહલ

  1. મને એક લાલચટ્ટક સૂરજ આપો એક પારદર્શક ભૂરી નદી આપો બાકી બધું હું સર્જી લઈશ……
    વાહ….

    Liked by 1 person

Comments are closed.