સલોની અને બાકીના બધાં હજુ તો પમ્મીઆંટીની વાત પર કાંઈ વિચાર કરે એટલામાં ગાલાઆંટી ધીમેથી બોલ્યા ભગવાન તમારા દિકરાને સુખી કરે અને સો વરસનો કરે, તમને પોતાની સાથે રાખે એના જેવું સુખ નથી.ગાલાઆંટીએ ધીરે ધીરે કહેવા માંડ્યું , સલોનીબેટા તને તો ખબર જ છે તારા અંકલ ગયા વર્ષે ગુજરી ગયા તે પહેલાં એક મહીનો હૉસ્પિટલમાં…
Read MoreAll articles filed in Senior Citizen
Senior Citizen@home.in …(11)
સલોનીએ શનિવારની સાંજે બધા ગ્રુપ મૅમ્બર્સની મિટીંગ બોલાવી, એને થયું ” Once More”થી આવ્યા પછી આમ પણ બધા સાથે નિરાંતે મળાયું ન હતું અને આકાશની ઑફર અંગે પણ એને થયું બધાનો અભિપ્રાય તો જાણું.બધા ધીરે ધીરે સાંજના ચાલવાનો રાઉન્ડ પૂરો કરી ઑફિસમાં ભેગા થવા માંડ્યા, દેસાઈઅંકલે કિશનસીંઘને બધા માટે સરસ આદુવાળી ચા મૂકવાનું કહી દીધું,…
Read MoreSenior Citizen@home.in …(10)
સમીર સલોનીના વક્તવ્ય અને એની પ્રશંસાથી બહુ જ ખુશી અનુભવી રહ્યો હતો. જે પ્રવૃત્તિને એ માત્ર ટાઈમપાસ સમજતો હતો એનું આટલું અદ્ભુત પરિણામ આવશે, આટલા બધા લોકોની જીંદગીમાં સુખદ વળાંક લાવશે , એની એને કલ્પના પણ ન હતી. ઉપરાંત એ પ્રવૃત્તિની આટલી નોંધ લેવાશે, ખાસ તો એની કંપનીના જે ઍક્ઝિક્યુિટવને આનું મૅનેજમેન્ટ અને એક્સપાન્શન, વિસ્તરણ…
Read MoreSenior Citizen@home.in …(9)
સલોની એકધારું બોલી રહી હતી અને બધાં એને ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં.એણે વાત આગળ વધારી, આ મકાનની જ સગવડનો ઉપયોગ કરીને જુદા જુદા રૂમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દો, એક માળ આખો શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે ફાળવો, નિવૃત્ત શિક્ષણ ક્ષેત્રના અનુભવી વડિલોને એની સાથે સાંકળો, સાવ નાનાં બાળકોને ભણાવવાની જવાબદારી આપો; એમને ગમશે, બાળકોને પણ…
Read MoreSenior Citizen@home.in …(8)
બધાં જેવાં ઑડિટોરિયમમાં પહોંચ્યાં કે થોડી જ વારમાં કાર્યક્રમ શરૂ થયો.સલોનીના સૂચનથી મહેતાઅાંટીએ ” सर्वेत्र सुखिनः सन्तु….” તથા ” सहनाववतु सहनौ भुनक्तु….” જેવા શ્લોકથી શરૂ કરી ” ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહાં જો સોવત હૈ….. ” મધુર કંઠે ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધાં.એના પછી અન્સારીઅંકલ ઊભા થયા,એ ઉર્દુના નિવૃત્ત પ્રોફેસર હતા, ગઝલના શોખિન…
Read MoreSenior Citizen@home.in …(7)
સિનીયર સિટીઝન@ હોમ.ઇનના બધા મૅમ્મબર્સ આજે જાણે પીકનીક પર જવાના હોય એમ ઉત્સાહમાં હતા,સલોનીની ઈચ્છા પ્રશસ્તિપત્ર સૂરજબાના હાથે બીજાં ગ્રુપ મૅમ્મબર્સને અપાવવાની હતી, એ પોતાના કામને એક આંગળી ચિંધનારના કામ સાથે સરખાવતી,ખરો રસ્તો તો આ બધાંએ કાપ્યો હતો.ઓલ્ડએજ હોમનું નામ હતું “once more” .એના ઓપનિંગમાં સલોનીની સાથે ગ્રુપના ઘણા મૅમ્મબર્સ આવ્યા હતા.કાર્યક્રમના ભાગ રુપે આમંત્રિતો…
Read MoreSenior Citizen@home.in …(6)
રવિવારની સવાર સલોનીને માટે રોજ કરતા વધારે વ્યસ્ત હતી.એને બેનર્જીઆંટીને ત્યાં જવાનું હતું,પછી આજે સમીર સાથે સન્ડે બ્રન્ચનો પ્રોગ્રામ હતો.એને સમીરને કાંઈક સરપ્રાઈઝ આપવી હતી.આ તરફ સમીરે પણ સલોની ને કાંઈક સરપ્રાઈઝ આપવાનું વિચારી રાખ્યું હતું.બેનર્જીઆંટી એની રાહ જ જોતાં હતાં,રાજવીર સાથે થોડી વાત કર્યા પછી ઓજસ સ્ક્રીન પર આવ્યો,બેનર્જીઆંટી જેવો જ નાકનકશો અને લાગણી ભરેલો…
Read MoreSenior Citizen@home.in …( 5 )
અસ્મિતા બેનર્જી નામની નેમપ્લેટ લાકડામાંથી કોતરીને કલાત્મક રીતે દરવાજાની બાજુમાં લગાવી હતી અને એને અજવાળતો એક ટેરાકોટાનો એવો જ કલાત્મક લૅમ્પ ઝૂલી રહ્યો હતો.ડોરબેલ પર આંગળી મૂકતા પહેલાં સલોનીની આંખ આગળ એક ગંભીર દેહાકૃતિ આવી , એના હાથ થોડા ખચકાયા.એમને સવાર-સાંજ સ્ફૂર્તીથી નીચે વૉક લેતાં જોયાં છે. બધા જ ધોળા વાળ જોઈને એમની ઉંમરનો અંદાજ…
Read MoreSenior Citizen@home.in ……(4)
સૂરજબાની ચિઠ્ઠીએ સલોનીને ઊંડા વિચારમાં ગરકાવ કરી દીધી,એણે જ્યારે ગ્રુપ બનાવ્યું ત્યારે એના મનમાં કોઈ ફોર્મેટ કે રુલ્સ ન હતા,પોતાના કોચલામાં કેદ થઈને દુનિયાના પ્રવાહથી, અરે પોતાના કુટુંબીજનોની ધસમસતી જિંદગીની અડફટે યઢી ન જવાય એટલા માટે ડરીને અળગા રહેતા મા-બાપને @ home ફીલ થાય એવા પ્રયત્ન કરવા હતા,બાકી બધું ધીરે ધીરે એની જાતે જ આકાર…
Read MoreSenior Citizen@home.in ……(3)
રવિવારની મિટીંગમાં સલોનીના ધારવા કરતા ઘણા વધારે લોકો આવ્યા,નાના-મોટાં સૌથી ઑફિસ ભરાઈ ગઈ.પોતાનો અને બનનારા ગ્રુપનો નાનકડો પરિચય આપી સલોનીએ બધાં વડિલોને પોતાની વાત કરવા આમંત્ર્યા.બધાએ ઉત્સાહથી વાર્તાલાપમાં ભાગ લીધો પણ દરેક વાતને અંતે એક વાક્ય સાંભળવા મળતું, અમને તમે બધાં મળવા આવો, કાંઈ પણ જાણવા , શીખવા આવો એ જ અમારા માટે વળતર છે,…
Read MoreSenior Citizen@home.in ……(2)
જ્યારે બે-ચાર કોલોનીના બાળકો દેશમુખઆંટીને ત્યાં જવા માંડ્યા એટલે મહીનામાં તો બધી બહેનો વખાણ કરવા માંડી, એક કહે, અરે એક દિવસ મેં બે જ ડાયપર મૂક્યા હતા તો આંટીએ મને ઑફિસમાં ફોન કરવાને બદલે વધારેની જરુર પડી તો જાતે જ મંગાવી લીધા.બીજી કહે, મારી દિકરીએ ચૉકોઝની જીદ કરી તો એ મંગાવી લીધાં.એ કેટલી બધી નર્સરી…
Read MoreSenior Citizen@home.in ……(1)
સલોની થોડા દિવસોથી અેકદમ વ્યસ્ત રહેતી હતી, અને એથી જ કદાચ ખુશ પણ રહેતી હતી.સમીરને અમેરિકાથી ભારત આવવાના નિર્ણય અંગે જે અનિશ્ચિતતા હતી તે હવે હળવી થઈ.છતાં સોફટવેર એન્જિનિયર સલોનીને મળવા આસપાસનાં ઘરડાં અંકલ-અાંટી રોજ રોજ આવતાં અથવા તો તે એઓને મળવા જતી એનાથી સમીરને બહુ નવાઈ લાગતી, એવું તે કેવું નવું કામ શરુ કર્યું…
Read More