ભગવાન ખોવાયા છે!? જરિયાન વસ્ત્રોના વાઘા અહીં જ મૂકી, સોનેરી સિક્કાના કુંભ એમ જ છોડી, રત્નજડિત સિંહાસનો ખાલીખમ રાખી, છપ્પનભોગના થાળ હડસેલી, ભગવાન ખોવાયા છે. જોઉં તો છબીઓમાં કંડારેલા આકારો અકબંધ; અને ચહેરો સાવ જ ગાયબ! આભૂષણો-અસ્ત્રો-શસ્ત્રો ને મૂર્તિઓ સઘળી ત્યાંની ત્યાં જ અને મુખ સાવ સીધું સપાટ! ધૂપ-દિપ-હવનની સુગંધી માયાજાળ ત્યજી, ઝાલર-પંખા અને રેશમી…
Read MoreAll articles filed in searching my God
ઈશ્વર વિનાના હોવું એટલે….- નેહલ
ઈશ્વર વિનાના હોવું એટલે… ખુલ્લા પગે રણની દઝાડતી રેત પર અવિરત ચાલવું. કે પછી… પથરાળ ખડક પર સ્થિર ઉભા ઉભા તોફાની મોજાંઓને ઝીલવું. કે પછી પહાડના ઉત્તુંગ શિખરે ધસમતી હવાઓના સૂસવાટાઓને ખુલ્લી છાતીએ ઝીલવું. કે પછી … ધોધમાર વરસતી ધારની નીચે નખશીશ ભીંજાવું . કે પછી… ખુદે પાડેલા પોકારોને અંતરતમમાં વાળવું. કે પછી… દીવો પ્રકટાવવા…
Read More