From the books… ( છિન્નપત્ર )

From the Books I am Reading…

આ લેખન આત્મપિડનનો જ એક પ્રકાર નથી? આપોઆપ વિલાઈ જતી, ઝાંખી બનીને આખરે લુપ્ત થઈ જતી લાગણીઓને જીવતી રાખીને એને ગૂંચવ્યે જવી ને એ રીતે હ્રદયને જંપવા ન દેવું; એ જાણે અધૂરું રહ્યું હોય તેમ કલ્પનાની મદદથી અસંખ્ય નવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને એનાં સુખદુ઼ઃખના તુમુલ સંઘર્ષમાં હ્રદયને હોમી દેવું, હોમી દેવા છતાં અખંડ રાખવું ને કલમને ધ્રૂજવા દીધા વિના, આંખને આંસુથી ઝાંખી થવા દીધા વિના પૂરી સ્વસ્થતા ને દ્રઢતાથી આલેખવું– આ આત્મપીડનનો નશો પણ હોવો જ જોઈએ, નહીં તો લેખનને નામે શહાદત સ્વીકારનારાઓની જમાત ક્યાંથી ઊભી થાય?

~સુરેશ જોષી ( છિન્નપત્ર )