વરસોના વરસ લાગે

ટાંકણું લઈ ઘડવા બેસું વરસોના વરસ લાગે
શબ્દો ની ગૂંથણી ગૂંથવા બેસું વરસોના વરસ લાગે

પીડાથી પંડ છૂટી ગયો, લોભ-મોહ ગળી ગયો
‘હું-મારા’થી છૂટવા બેસું વરસોના વરસ લાગે

પહાડો પીગળ્યા, દરિયા થીજ્યા, નદી સમ વર્ષો વહ્યા
અટકેલું એક આંસુ સારવા બેસું વરસોના વરસ લાગે

ચહેરા બદલ્યા, મહોરા બદલ્યા, કિલ્લા સમ અડિખમ રહ્યા
ભાંગેલા મનને જોડવા બેસું વરસોના વરસ લાગે
– નેહલ

(શ્રી મનોજ ખંડેરિયા ની રચના માં થી રદ્દીફ કાફિયા લીધા છે)

autumn-forest-leaves-red-favim-com-250130