ગઝલ : ઉદયન ઠક્કર

ઉદ્ગારથી અસર સુધીના વિસ્તરણ વિના, કેવી રીતે ગઝલ કહું, વાતાવરણ વિના? કેવાં મજાનાં જિંદગીનાં આભરણ હતાં! કેવી મજાની જિંદગી છે, આભરણ વિના! નજરો ચુકાવી બાળકી, આ જાય, ઓલી જાય… નાચી રહી છે ઝાંઝરી, જાણે ચરણ વિના! ઓચિંતો મધ્યરાત્રિએ ટહુકો થયો કશે, બીજું તો કોણ હોય આ ટાણે, સ્મરણ વિના? ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યાં નહીં…

Read More

પડછાયા : ઉદયન ઠક્કર

પડછાયા સાંજે અમે બે પાછા વળતાં ત્યારેઅમારી પાછળ સૂરજ રહેતો અને આગળ પડછાયાપડછાયા એકમેકને અડીને ચાલતાઅમે વિચારતા કે આ બે મારા વા’લા પ્રેમમાં લાગે છેએમની પાછળ જવાથી એમને સંકોચ થતો હશેએવું અમને લાગેલું, પણ એ અમને ગણકારતા જ નહીંએમને જોઈને અમે પણ ચૂપચાપ ચાલવું શીખ્યા.પડછાયાઓ ઐતિહાસિક પાત્રોની જેમ આકર્ષક લાગતા.આ બે સુંદર પડછાયા એકમેકને મળી…

Read More