પુષ્પસંહિતા – 3 : રમેશ પારેખ

કવિનો શબ્દ છે કોમળ ગુલાબથી ય વધુ છે ઝળહળાટ તેનો આફતાબથી ય વધુ *** ફૂલ તો વૃક્ષે પેટાવેલા દીવા છે એ જોવા કે, સુગંધમાં ડૂબકી મારે એવા કોણ મરજીવા છે! *** પુષ્પસંહિતા – 3 આ હયાતી છે સતત ખુશ્બૂ તરફ જાવાનું નામ ફૂલ છે એ રાઝ ખુલ્લેઆમ ચર્ચાવાનું નામ એનો ગજરો ગૂંથવાનું કોણ-એ જાણ્યા વિના…

ઉમ્રભર – રમેશ પારેખ

ઉમ્રભર જળ બની દરિયા તરફ તે ખુદ દડ્યો છે ઉમ્રભર ને સદા એ શખ્સને ઉંબર નડ્યો છે ઉમ્રભર એનું મન – જાણે છે ભાંગ્યું-તૂટ્યું શિવાલય કોઈ ને ધજા પેઠે એ માણસ ફડફડ્યો છે ઉમ્રભર ‘જળ બન્યા છીએ તો પરપોટાની ભાષા શીખીએ’ એક માણસ રણમાં એવું બડબડ્યો છે ઉમ્રભર આ પગથિયાં ક્યાં જશે – એ જાણતો…

સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ

સૂર્યનું પગલું મળે નહીં લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેળ રાત્રિ ઉદાસીઓની છતાં કાં ઢળે નહીં? આવા બૂરા દિવસ છે તમારા ગયા પછી બોલ્યા કરું ને અર્થ કશો નીકળે નહીં ખોવાયાં છીએ આપણે ક્યાં, કેમ શોધશું? અણસારનો દીવો કોઈ રસ્તે બળે…

ગઝલ – રમેશ પારેખ

કેટલાક મારા પ્રિય અશઆર એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. .. .. .. .. હા, કાલે ઊંઘમાં પલળી ગયાં તાં સપનાંઓ, જુઓને, સૂકવ્યાં છે આજ અહીં અગાસીએ. . . . . . . મને ખબર છે ભરી તી મેં પેનમાં શાહી, લખું તો કાગળો ઉપર સમુદ્ર વહી આવ્યો. …..

તારું પહેલા વરસાદ સમું આવવું

આ બ્લોગ પર રમેશ પારેખ ની હાજરી ના હોય તો ગુજરાતી કવિતાનું પાનું અધૂરું રહી જાય. મારા અને અનેકોના પ્રિય કવિ ની તરબતર રચના… તારું પહેલા વરસાદ સમું આવવું ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં ચારે આંખોનાં…