All articles filed in Ramesh Parekh રમેશ પારેખ
Daily Musings : 103

તળનું મલક હશે કેવું ? : રમેશ પારેખ
તળનું મલક હશે કેવું હેં માલમા, સળવળતી માછલીની જેવું? તળનું મલક હશે કેવું? અડીએ અડીએ તો ક્યાંય આઘું ઠેલાય આમ પડછાયા જેટલું જ ઓરું માછલીની જેમ હું ય તરતું મેલું ને બ્હાર આવું તો પંડ્ય સાવ કોરું વાયરો વણેલી ઝીણી જાળમાં ઝલાય નહીં- ખોબો ભરીને કેમ લેવું? તળનું મલક હશે કેવું? સૂરજના સામટા શિરોટા ડૂબે…
Read More
ઓણુંકા વરસાદમાં – રમેશ પારેખ
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત તો આંગળીની ધારે હું વરસી શકત બધું ઓણુંકા વરસાદમાં ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરીકટ્ટ એક અમે પોતે અને બીજો તારો વટ્ટ નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ…
Read More
શગ રે સંકોરું – રમેશ પારેખ
શગ રે સંકોરું શગ રે સંકોરું મારા નામની તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું નર્યું અજવાળું અજવાળું વાય શગ રે સંકોરું મારા નામની સગપણને કાંઠે હોડી નાંગરી સામે ઝાંખું રે ઝળુંબે મારું ગામ કેડીઓ કંડારું મારા ગામની શગ રે સંકોરું મારા નામની શબદો ખંખેરી દીધા ખેસથી કાંઈ લૂછી નાખ્યાં રે લીલાં વેણ ઝાંખની સોંસરી પાંપણ સંચરે એન…
Read More
ગઝલ : રમેશ પારેખ
જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું? હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં ઊભો છું … … … આ તરફ ભીની દીવાસળી છે, ઓ તરફ તાતા વંટોળિયાઓ આપણે સહુના ઘરમાં ઠરેલા પાછા પેટાવવા છે દીવાઓ … … … પરપોટો સમયના હાથમાં આમ તો છું એક પરપોટો સમયના હાથમાં…
Read More
પુષ્પસંહિતા – 3 : રમેશ પારેખ
કવિનો શબ્દ છે કોમળ ગુલાબથી ય વધુ છે ઝળહળાટ તેનો આફતાબથી ય વધુ *** ફૂલ તો વૃક્ષે પેટાવેલા દીવા છે એ જોવા કે, સુગંધમાં ડૂબકી મારે એવા કોણ મરજીવા છે! *** પુષ્પસંહિતા – 3 આ હયાતી છે સતત ખુશ્બૂ તરફ જાવાનું નામ ફૂલ છે એ રાઝ ખુલ્લેઆમ ચર્ચાવાનું નામ એનો ગજરો ગૂંથવાનું કોણ-એ જાણ્યા વિના…
Read More
ઉમ્રભર – રમેશ પારેખ
ઉમ્રભર જળ બની દરિયા તરફ તે ખુદ દડ્યો છે ઉમ્રભર ને સદા એ શખ્સને ઉંબર નડ્યો છે ઉમ્રભર એનું મન – જાણે છે ભાંગ્યું-તૂટ્યું શિવાલય કોઈ ને ધજા પેઠે એ માણસ ફડફડ્યો છે ઉમ્રભર ‘જળ બન્યા છીએ તો પરપોટાની ભાષા શીખીએ’ એક માણસ રણમાં એવું બડબડ્યો છે ઉમ્રભર આ પગથિયાં ક્યાં જશે – એ જાણતો…
Read More
સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ
સૂર્યનું પગલું મળે નહીં લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેળ રાત્રિ ઉદાસીઓની છતાં કાં ઢળે નહીં? આવા બૂરા દિવસ છે તમારા ગયા પછી બોલ્યા કરું ને અર્થ કશો નીકળે નહીં ખોવાયાં છીએ આપણે ક્યાં, કેમ શોધશું? અણસારનો દીવો કોઈ રસ્તે બળે…
Read More
માગ માગ – રમેશ પારેખ
કેટલાક મારા પ્રિય અશઆર એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. .. .. .. .. હા, કાલે ઊંઘમાં પલળી ગયાં તાં સપનાંઓ, જુઓને, સૂકવ્યાં છે આજ અહીં અગાસીએ. . . . . . . મને ખબર છે ભરી તી મેં પેનમાં શાહી, લખું તો કાગળો ઉપર સમુદ્ર વહી આવ્યો. ..…
Read More
તારું પહેલા વરસાદ સમું આવવું
આ બ્લોગ પર રમેશ પારેખ ની હાજરી ના હોય તો ગુજરાતી કવિતાનું પાનું અધૂરું રહી જાય. મારા અને અનેકોના પ્રિય કવિ ની તરબતર રચના… તારું પહેલા વરસાદ સમું આવવું ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં ચારે આંખોનાં…
Read More