Age of unrest – Nehal

Are we all puppets?? Dancing to the “feel good ” tune. Or we live in a trans!? Or we live in a Utopia, fed to our minds like a dream?? “All is well’ is the hypnotizing pendulum moving in front of our eyes holding us in its control. Ah, have we already arrived?? Are we…

Read More

પ્રાર્થના – નેહલ

અંતરની શાહી ઉલેચી અંતરપટ પર લખું કાગળ હરિવર, અક્ષર ઉજળા કરી વાંચજો. ઝળહળ જવાબ દેજો. -નેહલ

Read More

થીજેલી ક્ષણો – નેહલ

આલ્બમ ઉઘડ્યુંને; થીજેલી ક્ષણોના કરા વરસે. થીજેલાં સ્મિત કાચની ધાર શાં વાગે; થીજેલા સંબોધનો કાંટા શા ઉગે. થીજેલો છોડી દીધેલો હાથ અને થીજેલા છોડી ગયેલા સાથ, આંખોમાં બળતરા આંજે. થીજેલા સાદ પૂરે કાનોમાં સુનકાર. થીજેલા મોકળા દરવાજા ના દે આવકાર. થીજેલો રસ્તો ચાલે બહુ પણ ક્યાંય પહોંચાડે નહિ . થીજેલી હવા કાંઈ સ્મરણોને તો ઉડાડે…

Read More

Illuminated Bubble – Nehal

Today when I was walking alone Down the road on a shady lane My two -three shadows started following Faster than I could walk To avoid them I formed a bubble Around me and flew to the sky. Saw the moon up there I punched out the moon Made thousand small moons in my sky…

Read More

ગંગા અવતરણ – નેહલ

એકાંતની ગંગા ઝીલું , શિવજીની જટા થઇ . જીવ આ મારો શિવ થાય. -Nehal

Read More

ચોસલાં – નેહલ

એકલતા પાડે મનમાં ભારેખમ ચોસલાં. આ ગોળ પૃથ્વીમાં શહેર આખાં ચોસલાં. આકાશમાં ઉભેલાં મકાનો જાણે ચોસલાં. માણસો ના ચહેરા પણ લાગે ચોસલાં ; ચોરસ અને લંબચોરસ આડા અને ઉભા, હોય જાણે મોબાઈલ ,ટીવી અને કમ્પ્યુટરના બનેલા ચહેરાના ચોસલાં . લાગણીઓ પણ વહે એકબીજીને કાટખૂણે, સંબંધો નો બન્યો છે જાણે ફલોચાર્ટ . મૈત્રી સ્નેહ પ્રેમ કરુણા…

Read More

સમાધાન ! – નેહલ

આજના સળગતા પ્રશ્નો સાંજે પસ્તી થઈને બુઝે. આજની તાતી જરુરિયાતો આવતી-કાલના વાયદાઓ થઈ દુઝે. અખબાર રોજ જ તાજું જોઇએ. બીજું ક્યાં કાંઈ સૂઝે ??? -નેહલ

Read More

सुकून – नेहल

कल रात जब मैने बिना नींद के पथराइ आँखोसे देखा । आधा अधूरासा चाँद खिला था मैले धूंधले आसमाँ के माथे पर । पेड चुपचाप से खडे थे एक पत्ता भी हिलाये बिना सुन रहे थे; एक-दूजे की गोद मे लेटे मकानो की फुसफुसाहट! एक हवाकी लहर जो गूजरा करती थी हमारे दरमियाँ आज न…

Read More

આ તે કેવી ઝંખના ,….- નેહલ

આ તે કેવી ઝંખના ?

Read More

વાંસળીવાળો – નેહલ

એ એકલપણા ની  પછેડી ઓઢી ચાલે, સુખ-દુખ પાછળ ખેંચતા જાય. એ એક આંસુભર્યું વાદળ ઉપાડી ચાલે, ઝાડવાં આસપાસનાં લીલાંછમ થતાં જાય. એ એક સોનેરી તડકાનું પોટલું ઉપાડી ચાલે, પછીતે અંધારા ખૂણા ઝળહળ થાય. એ એક સતરંગી ચાદર ઓઢી ચાલે, સપનાનાં ફૂલ પતંગીયા બની ઉડતા થાય. આ “એ” કોણ એ તો કોઇથી કળાય નહી, દુરથી દેખાય…

Read More

વાસંતી છોળ …- નેહલ

મારા પ્રિય મિત્રો , વસંતના વધામણા,રંગોના તહેવારની શુભેચ્છાઓ સાથે અેક ષોડશીનું રમતિયાળ ગીત,……… મારા દેહની ડાળીએ ટહુકી રે વસંતની કોયલડી , કે મારી શ્વાસોની મંજરી મહેક મહેક થાય. મારી આંખ્યું રેલાવે ચાંદની પૂનમની ને ; મારી ચૂંદડીએ કેસુડો ન્હાય . ટહુકા વેરાયા મારા હોઠોની લાલીએ ; પાવાના સુર રેલાતા જાય. મારા ગાલોની સુરખીએ ઉડાડ્યો ગુલાલ…

Read More

ખજૂરાહોની હું યૌવનમૂર્તિ…..- નેહલ

ખજૂરાહોની હું યૌવનમૂર્તિ, વસંતના અવનવા મરોડો પાષાણમાં સાચવતી હું ચિત્રવત્ સ્તબ્ધ કાવ્ય હતી. સ્પર્શે ઝંઝાવાતી મલયાનીલો, કસ્તુરી-મ્રુગ શી દશા થતી. ઝાકળનાં કૂણા સ્નાનોને, શ્રાવણ-અશ્રુએ ધોવાતી. લેપ ચડે સંધ્યાની લાલિમા, અંધકારમાં ખોવાતી. વજ્ર સમી પીડાની ચીસથી ગગનસમી હું વિંધાતી ખજૂરાહોની હું યૌવનમૂર્તી…. મૂક હ્ર્દયનું ઘેરું રુદન, પ્રણય-કેલિઓનાં મુસ્કાન; અનેક ભાવના આટાપાટા, પ્રકટાવે ના મુજ માં પ્રાણ.…

Read More

હું ચિનાઈ માટી …..- નેહલ

માટી  ચિનાઈ હું ટીપાતી ટીપાતી જાઉં ઘડાતી . ના નિરાકાર , ના સાકાર આવી હતી તેવી જ પાછી જવાની . ઇતિહાસના હાથોએ ન રચેલું કાવ્ય. (ઇતિહાસની  દાયણે જન્માવેલું  અધૂરામાસનું બાળક.) -Nehal. Friends, need your opinion on this .What do you think….its about hundreds and thousands of average, mediocre lives full of potential but never become something…

Read More

મિલન-જુદાઈ – નેહલ

આવો, આપણ મળીએ એવાં , જ્યમ ડાળ પે બુલબુલ ગાઈ ઉઠે. અને વિખૂટાં પડીએ ત્યાં તો , પુષ્પ સુગંધ પમરાઈ ઉઠે . વિદાયવેળાએ જો જો ક્યાંય અશ્રુ નયન છલકાઈ ઉઠે. સ્નેહ ધાર વરસાવો મેઘીલ ધરતી પણ મલકાઈ ઉઠે. સ્મિત હસો ઝાકળબિંદુ શાં ફૂલો પર પથરાઈ ઉઠે. મિલન હો એવું મેઘધનુષ રંગછટા  શરમાઈ ઉઠે. વિરહ-રૂપ તો…

Read More

મુક્તિ ની ઝંખના – નેહલ

Hi Friends, Usually I don’t like to come in between my creation or somebody’s creation I am sharing and you, the reader. But for today’s post I would like to share the background. In the year 1986, just before entering medical college I was attending one workshop at Vadodara on “Women’s status”. After two days…

Read More

Breathing out a poem,…I live. – Nehal

મારે ના તો આ કે તે છંદ માં વહેવું મારે ક્યાં આ કે તે પ્રાસ માં ઢળવું કવિતા તો છે ઉચ્છવાસ મારા.. લાવ ને થોડી શ્વાસોની જગ્યા કરું.    +:+:+:+:+:+:                             =*=*=*=*=* Wanna write an abstract poetry. . Lookin for a perfect mould To pour my absurdity. ….       +:+:+:+:+:+:+:+                           =*=*=*=*=* -Nehal

Read More

જૂઈની વેલ – નેહલ

હવાના કમાડ ઉઘાડે મને એની સાથે ઉપાડે સૂરોની આ પાંખો :*:*:*:*:*: તડકો દદડે આ મકાનો પરથી બારીઓ તરસી ફેલાવે હાથ ટીપાં ઓ ચાટવા. :*:*:*:*:* ખરબચડું ,કઢંગું , માથું ઊંચકે નવું બંધાતું મકાન ઘાસે છવાયેલા મેદાનોમાં વિસ્મિત ખિસકોલીઓ . :*:*:*:*:* આ ડાળીઓ જાણે ધરતીની આંગળીઓ પસારે મુખ આકાશનું ; કિરણોના લે ઓવારણા . ઉડતા પંખી ને…

Read More

રજનીગંધા ના ફૂલ ……- નેહલ

અમે અંધારા ગટકી ગયા અમે અજવાળું ખોબો ભરી પીધું. અમે સુરજ ની છત્રી થી કાળા ડીબાંગ વાદળ ને ભરી દીધું. -:-:-:-:-:-:-:-:-:-:- પીડાનાં પંખી હ્રદય ની આગમાંથી ઉઠે ફિનિક્ષ ની જેમ કાગળે મુકું પાંખ  મળે. -:-:-:-:- એક વાર હૈયું અસ્ત થયા પછી, ગમે એટલા સુરજના તોરણો બાંધો સવાર ઉગતી નથી. જુના વર્ષોની રદ્દી થી ભરેલી ઓરડીમાં…

Read More

આગિયાઓ ની ટોળી- નેહલ

🌟 રેતી ની નદી ; કાંઠે પથ્થરોનું ખેતર , ખડકોનું વન … નકશામાં દરિયાની ભીનાશ શોધ્યા કરે. 🌟  એકલ નદીકાંઠે ઉતરતી સાંજે ચીરતી આકાશને વાતાવરણ ને વીંધતી ટીટોડી ની ચીસ સાંભળું મારા નિ:શ્વાસ માં. 🌟  ટાંકણી ઓ નાં આકાશ માં ફુગ્ગા જેવું ઊડવું મળ્યું મને. 🌟  watercolours ની નદી કાંઠે  crayons નું ખેતર અને  sketchpens…

Read More

અજવાળાની ખલેલ – નેહલ

આગળ  દિવાલ પાછળ દિવાલ ડાબે દિવાલ જમણે દિવાલ ઉપર છતનું તોતિંગ વજન અને ઓહ ! સામેની બારીની જાળીમાંથી આકાશનો એક ખંડિત ટુકડો ફફડે પાંખો મારામાં તડપે પાર ઉડવામાં કોઈ કહો દિવાલ બનાવનાર એટલી કૃપા વધુ કરે પેલી બારીને ચણી દઈ અજવાળાની ખલેલ દૂર કરે . -Nehal

Read More

રાતરાણીનું ઝુમખું ! – નેહલ

      * હું મારામાં જાણે અજાણ્યા ઘરમાં મુસાફર . * કવિતા નાનકડું બાળ રિસાય સંતાય વારે-ઘડીએ મારાથી . * ધોળા દિવસના દિવાસ્વપ્નો આંખ માં આંજે અંધારા . *  મીણયો  કાગળ મન સરકે આમ-તેમ ટીપાં સંવેદનોના . * શરીરના સ્વપ્નોને નડે શરીરના બંધન. આત્માની પાંખને નાનું પડે સપનાનું આકાશ . * આલિંગવા ઈચ્છું છું.…

Read More

एक अलग अंदाज़…. – नेहल

  एक अर्से के बाद अपनी तन्हाई से रुबरु हो गये, ना उसने कुछ पूछा ,  ना हम बयां  करने रुके ! ज़ींदगीकी की किताब आखरी पन्ने तक पलटते गये, जो जिया हमने, वोह गहराइ में लब्ज़  कहां उतर पाये ! तेर्री परस्तीमें ही खूश होके जिते गये , तेरे मिलने के वादों पे एतबार…

Read More

Dew drops! નેહલ

મને ફોરાંથી વિંધાયાની વેદના . -:-:-:- I am in “now” like a hanging Dewdrop from a petal ! -:-:-:-:-: અમે    તો   વરાળનાં    પગલાં    તડકાની    ફર્શ   પર. અમે   તો     સુગંધનાં    ટીપાં     પવનની     તરસ    પર. – નેહલ

Read More

પ્રથમ પ્રયાસ.. – નેહલ

આ  પર્ણો ની  વચ્ચેથી  તડકો નહીં, પરમેશ્વર ધરતી પર ઉતરી રહ્યો  છે. તને , મને, આ  તૃણ ,  પર્ણો,  ફુલો ને સોનેરી  જાળી માં ગૂંથી રહ્યો છે. પણે,  પેલા વૃક્ષ-તળે એક બાંકડે અટૂલો એક વૃધ્ધ  કાંઇ  ઉછેરી રહ્યો છે. ઉઘડી રહેલી આ કળીઓ ને જૂઓ ઉજાસ આવતી કાલ નો ઉભરી રહ્યો છે. પૂર્વ થી  પશ્ચિમની  ખેડી સફર લાંબી…

Read More

લીલપનો લય – નેહલ

તારા માટેની  લાગણીઓનું ઉગ્યું છે  અડાબીડ જંગલ ઘેઘૂર  વ્રુક્ષો થી ઋજુ પાંદડીઓ સુધી ફેલાઈ ગઈ છે લીલપ મારા મનની ધરતી પર મ્હેકે છે કેડીઓ ને ટહુકે છે વેલીઓ ભીનું ભીનું ગીત ઝરણાનું વહે છે  મારા શ્વાસમાં. – નેહલ

Read More

હું ટુકડો , ટુકડામાં હું – નેહલ

હું  વહેંચાઉં  ટુકડે   ટુકડે ટુકડે   ટુકડા  વેરવિખેર અડધિયાં શોધે  પ્રતિબિંબો પોતાનાં ,અહીં  ત્યાં  ચોમેર. જાણું   ટુકડા  હું જ કરું છું તો ય ન રોકું ખુદ ને કેમ ? જાણું  ટુકડા સાંધણશાસ્ત્રો તો ય ન કરતી  ખુદ પર  રે’મ હું જ નહીં સૌ એ આ કરતા ચારેકોર ટુકડા  તરફડતા અધૂરપની તરસોથી  કળતા જીવન  આખું  એમ જ …

Read More

મોગરાનાં ફૂલ : નેહલ

*ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા, પછી છોને વરસતો મેઘ અનરાધાર . *તારી આંગળીઓ નો સ્પર્શ લખે એક એક હાઇકુ મારી આંગળીઓ પર . *મને એક લાલચટ્ટક સૂરજ આપો એક પારદર્શક ભૂરી નદી આપો બાકી બધું હું સર્જી લઈશ . * સપનાંની ચકલીઓ નિદ્રા ચણી ગઈ…

Read More

મારી મન:સ્થિતિ … એક શબ્દ ચિત્ર .

મારી મન:સ્થિતિ  હું  અત્યારે  અજાણ્યા  ઘરમાં વસવાટ કરતા મુસાફર જેવું મારા શરીરમાં રહું  છું. થોડા દિવસથી સહારાના  રણ ની  લૂ દઝાડતી ગરમીમાં  શેકાયેલુઁ   મન  થઇ  ગયું  હતું . એક બેચેન  કરતી ,દઝાડતી , તાવની  ગરમીમાં  શેકાતા  શરીર  જેવું મન .  વિચારોની  છૂટી છવાઈ વાદળી  દેખાય  એટલું  જ . કોઈ  વિચારને  પકડી  ન શકે ,  ન ક્યાંય  અટકી  શકે …… વહેતા  વાયુ  જેવું મન. આ  વિચારે  છે તે હું  જ  કે ? ?  પવન માં  ચોતરફ  ઉડી  ગયેલા  કાગળો ને , વેરવિખેર  કાગળો ને  એક એક કરી  ઉઠાવીએ  અને પછી…

Read More

In a Swirl… – Nehal

Turning around at every corner Avoiding all the sharp edges My Life is in a whirl Sucking me deep down with it Now I don’t know Is everything around me moving with me in a smooth, uniform motion or Everything standing still??! Nehal

Read More

Growing Time: A new poem – Nehal

Hanging wind-chimes  of my, leftover dreams; half-written  poems; untold stories. Decorating my windows of desires, with their strange yet beautiful sounds. Sometimes time grows into unheard melodies. –Nehal

Read More

વાસંતી વાયરાની ખોજ……-નેહલ

જિંદગી ઠરી ગયેલું પાંદડું પાનખરનું સમયના બરફ ની વચ્ચે. પાંદડામાં ધબકે ધીમી ધીમી વાસંતી વાયરાની ખોજ. -Nehal

Read More

કાવ્ય જન્મ ! – નેહલ

મૂંઝારો, અજંપો,મારી અંદર મને જ કોઈનું અથડાયા કરવું,અણધાર્યા વિચારોના ઉબકા,અને કાવ્યજન્મ.છ્ટકારો ??સર્જન ??– નેહલ

Read More