નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે. ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે. અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે. મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ…
Read More