ગીત : મનોજ ખંડેરિયા

એક એક શ્વાસને ઊગી ગઈ ઝંખના કે થઈ જઈએ આજ ગલગોટો ટેરવામાં રેલાતું ગીત મને આપો તો ભીનુંછમ નભ મારું ઢોળું * * * હદ છે આ હદ છે આ તૃણની લીલાશને કે ઝાકળમાં ઝીલે છે તરતા આકાશને ફોરમતા ફૂલની છાયામાં રજરજ ફોરમ થઈથઈને ફોરે વનનો ચળકાટ જોઈ, ધૂળિયા આ ગામનો રસ્તોયે મન જેમ મ્હોરે…

Read More

ગઝલ – મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે. ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે. અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે. મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ…

Read More

ગઝલ – મનોજ ખંડેરિયા

ઝળહળ ઝબાક ઝળહળ અજવાશ જેવું શું છે આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે હોઠે ધરું જો આસવ પીવા ન થાય ઈચ્છા તો કાં ગળું સુકાતું આ પ્યાસ જેવું શું છે એક નામ લેતાં સાથે ભરચક ત્વચાથી પ્રસરે અત્તરની આછી આછી આ વાસ જેવું શું છે ક્ષણમાં રચાઉં; ક્ષણમાં વિખેરાઈ જઉં હવામાં હોવું નથી…

Read More

ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા

અંતમાં તેં વિખેરી નાખીને- વિશ્વભરમાં કર્યો અનંત મને. એઓશ્રીના મરણોત્તર પ્રકાશિત આ ગઝલસંગ્રહનું સૂચક શિર્ષક આપણી ખાતરીને બેવડાવે છે, શ્રી મનોજ ખંડેરિયા શબ્દદેહે ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે જ છે. ત્રણ-ચાર દાયકાની એક એકથી ચડિયાતી ગઝલની યાત્રાનો અંત ન હોઈ શકે એ તો આપણા સૌના હ્રદય માં અનંત થઈ વિખેરાઈ ગયા છે. જેને તું મારી…

Read More

ગઝલ – મનોજ ખંડેરિયા

શબ્દનું અસ્તિત્વ પળ જેવું હશે કૈં યુગોને છળતું છળ જેવું હશે આ સ્મરણ ઊંડે સુધી ઊતરી ગયાં લોહીમાં પણ કૈં વમળ જેવું હશે આપણે કાંઠા સમા નિર્મમ હતા એમનું વ્હેવુંય જળ જેવું હશે એ પ્રસંગોનું હવે અસ્તિત્વ તો – વસ્ત્ર પરની કોઈ સળ જેવું હશે દોસ્ત, નહિતર આ ધ્વનિ છે કાચ- શો તારી દ્રષ્ટિમાં પડળ…

Read More

ગઝલ – મનોજ ખંડેરિયા

જીવનભર જળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે ઝીણી ઝાકળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે અહીં ચોમેર મારી પગલાં પગલાં લાખ પગલાં છે વીતેલી પળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે કદી ચકમકના પથ્થર જેમ મારાથી હું અથડાયો પછી ઝળહળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે ખૂલેલાં દ્વારનો અજવાસ પ્હેલી વાર સૂંઘ્યો મેં ભીડી…

Read More