કબૂલાત : ‘આદિલ’ મન્સૂરી

હા, કબૂલ્યું હું,નામ બદલીમૌનનાં કાળાં રહસ્યો પામવાભટકું અહીંહું છદ્મવેશે. છંદના ખંડેરમાં બેસું કદીભાવો બની,લયની સૌ ભઠિયારગલીઓમાંસદા ભૂખ્યાનો કરતો ડોળરખડું. હાઇકુના સત્તરે અક્ષર મહીંસંકેત કરતો,ફૂંક મારી દઉં ગઝલના કાનમાંએકેક ચપટા શબ્દના પોલાણનેઅંદર જઇ, જોઉં, તપાસું,સહેજ પણ શંકા જો આવે કોઇને તોઅર્થના નકશાઓ ચાવી જાઉં. હા! કબૂલ્યું. ગુપ્તચર હું. – ‘આદિલ’ મન્સૂરી source: Layastaro.com

Read More