વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા

  વાત વાગોળ્યા કરી આપણે નીલકંઠની ચર્ચા કરી, ને મીરાંએ વાટકી પીધા કરી. બારણું દઈને સૂરજ ચાલ્યો ગયો, સાંકળો તમરાંએ ખખડાવ્યા કરી. બોલ્યું અજવાળાની ભાષા કોડિયું, હોઠ પરની વાત વાગોળ્યા કરી. સ્વપ્ન પણ ભૂખ્યાંના ભૂખ્યાં નીકળ્યાં, નાખી દીધા ઊંઘના કટકા કરી. સાંઢણી મધ્યાહ્ને ખંડણી ભરે, પગ તળેનાં રેતકણ ભેગા કરી. વાતમાં ઊંચકાયું એકાકીપણું, વારતામાં ભીડ દેખાયા…

Read More

તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

તરસ્યા હરણરૂપે તમે હાજર હતાં એકાંતમાં વાતાવરણરૂપે, સુખદ શ્વાસો સમય દેતો હતો એકેક ક્ષણરૂપે. રૂદનનું બે ઘડી આતિથ્ય સ્વીકાર્યું છે આનંદે, નિમંત્રણ છે તમોને પણ, પધારો સંસ્મરણ રૂપે. દિવસ ધોળા કરે છે યાદ જ્યારે શ્યામ રજનીને, તો એ આવી રહે છે મારા મનની મૂંઝવણરૂપે. વલખતા વિશ્વના વલખાટનું હું મધ્યબિંદુ છું, પડ્યો છું એના હૈયામાં વહેતા…

Read More

હું – ગની દહીંવાલા

હું રસ્તામાં નિજના ભારથી ભાંગી પડેલ હું, મારી જ આસપાસમાં ટોળે વળેલ હું. કંઈ ઠાવકાં ઠરેલ શો સાબિત થયેલ હું, પાંપણ ઉપરથી આંખમાં પાછો ફરેલ હું. જીવન ભર્યું ભર્યું અને ભયથી ભરેલ હું, લાખેણી લાગણીની લગોલગ ઊભેલ હું. વાતાવરણના મોભથી નેવાં વહી રહ્યાં, ભીના સમયના આંગણે પલળી ગયેલ હું. નીકળી હતી ચમનથી નનામી વસંતની, સાથે…

Read More