આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે. છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે. દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે. ધૂળની ડમરી થઈ પગલાં બધાં ઊડી ગયાં આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.…
Read More