વાસંતી વાયરાની ખોજ……

Nehal's World

IMG_425784540146001-1

જિંદગી ઠરી ગયેલું પાંદડું પાનખરનું

સમયના બરફ ની વચ્ચે.

પાંદડામાં ધબકે ધીમી ધીમી

વાસંતી વાયરાની ખોજ.

-Nehal

View original post

મુક્તકો

નીરખી મુખ પોતાનું 
સૂરજ ચળકતું મલકે
વર્ષાએ સજાવેલા દર્પણોમાં
પાંદડે પાંદડે.

::::   :::::   ::::::  :::: :::
ફૂટે છે ઝરા કવિતા ના
મન ના ઊંડાણે કાંઈ કેટલાય
પાણી-કળા સમી એ પળ ક્યાં?

* * * * * * *

ખરબચડી વિસંગતીઓના પથ્થરથી ઉજળો ઘસી દીધો.
અમે દિવસના ઘડા ને
નવા સુરજ થી ભરી દીધો .

– – – – – – – –
તડકાની તપ્ત ભઠ્ઠી માંથી
ટપકતા સોનેરી મણકા ,
આ કોયલના ટહુકા.

: – : – : – : – :

– નેહલ

પ્રાર્થના

imagesઅંતરની શાહી ઉલેચી
અંતરપટ પર લખું કાગળ
હરિવર,
અક્ષર ઉજળા કરી વાંચજો.
ઝળહળ જવાબ દેજો.
-નેહલ

ગંગા અવતરણ

ganga_descent_high copy

એકાંતની ગંગા ઝીલું ,
શિવજીની જટા થઇ .
જીવ આ મારો શિવ થાય.

-Nehal

સમાધાન !

આજના સળગતા પ્રશ્નો
સાંજે પસ્તી થઈને બુઝે.

આજની તાતી જરુરિયાતો
આવતી-કાલના વાયદાઓ થઈ દુઝે.

અખબાર રોજ જ તાજું જોઇએ.
બીજું ક્યાં કાંઈ સૂઝે ???

-નેહલ

મૌન

મૌન
અંતર-મનનો
અરીસો.
-નેહલ

હું ચિનાઈ માટી …..

માટી  ચિનાઈ હું
ટીપાતી ટીપાતી જાઉં ઘડાતી .
ના નિરાકાર , ના સાકાર
આવી હતી તેવી જ પાછી જવાની .
ઇતિહાસના હાથોએ ન રચેલું કાવ્ય.
(ઇતિહાસની  દાયણે જન્માવેલું  અધૂરામાસનું બાળક.)
-Nehal.

Friends, need your opinion on this .What do you think….its about hundreds and thousands of average, mediocre lives full of potential but never become something ,shaped randomly by circumstances they live in…….

Breathing out a poem,…I live.

મારે ના તો આ કે તે છંદ માં વહેવું
મારે ક્યાં આ કે તે પ્રાસ માં ઢળવું
કવિતા તો છે ઉચ્છવાસ મારા..
લાવ ને થોડી શ્વાસોની જગ્યા કરું.
   +:+:+:+:+:+:
                            =*=*=*=*=*
Wanna write an abstract poetry. .
Lookin for a perfect mould
To pour my absurdity. ….
      +:+:+:+:+:+:+:+
                          =*=*=*=*=*
-Nehal

જૂઈની વેલ

jui flower

હવાના કમાડ ઉઘાડે
મને એની સાથે ઉપાડે
સૂરોની આ પાંખો
:*:*:*:*:*:
તડકો દદડે આ મકાનો પરથી
બારીઓ તરસી
ફેલાવે હાથ ટીપાં ઓ
ચાટવા.
:*:*:*:*:*
ખરબચડું ,કઢંગું ,
માથું ઊંચકે
નવું બંધાતું મકાન
ઘાસે છવાયેલા મેદાનોમાં
વિસ્મિત ખિસકોલીઓ .
:*:*:*:*:*
આ ડાળીઓ જાણે ધરતીની
આંગળીઓ પસારે મુખ આકાશનું ;
કિરણોના લે ઓવારણા .
ઉડતા પંખી ને મારે હળવી ટપલી
અને સરકતી હવાનો પાલવ સંવારે .
-Nehal.

રજનીગંધા ના ફૂલ ……

અમે અંધારા ગટકી ગયા
અમે અજવાળું ખોબો ભરી પીધું.
અમે સુરજ ની છત્રી થી
કાળા ડીબાંગ વાદળ ને ભરી દીધું.
-:-:-:-:-:-:-:-:-:-:-

પીડાનાં પંખી
હ્રદય ની આગમાંથી
ઉઠે ફિનિક્ષ ની જેમ
કાગળે મુકુંwpid-tuberose-nishigandha-250x250.jpg
પાંખ  મળે.
-:-:-:-:-

એક વાર હૈયું અસ્ત થયા પછી,
ગમે એટલા સુરજના તોરણો બાંધો
સવાર ઉગતી નથી.
જુના વર્ષોની રદ્દી થી ભરેલી ઓરડીમાં
નવા છાપાથી નવું વરસ ઉગતું નથી .
-:-:-:-:-:-:-:-:-:-

નાનપણ માં પગથીયા ની રમતમાં
ઘર કૂદવાની  કેવી મઝા પડતી !
નદી કે ખાબોચિયા ને પથ્થરો પરથી
કૂદતાં કૂદતાં  પાર કરવાની શી મઝા !
આજે પણ એમ જ નાના નાના
આનંદ ના ટાપુઓ પરથી કુદી ને
જિંદગી ની પ્રલંબ નદી પાર કરવા
મથું છું ;
મઝા કેમ નથી આવતી ??
-Nehal