All articles filed in નેહલ

કવિતાની શોધમાં… : નેહલ
કવિતાની શોધમાં… કવિતાને શોધવા આપણે શું શું નથી કરતા…!? ક્યારેક પ્રેમના મેઘધનુષમાં પગ ઝબોળીએ, આશાની હવા સાથે હળવા પીંછાની જેમ ઉડીએ, સપનાંના ફૂલો પર ઝાકળની છાલક મારી, પતંગિયાઓની સવારી કરીએ, ટહુકાઓમાં, ભમરાઓનાં ગુંજનમાં સૂર પુરાવીએ, ક્યારેક જંગલો અને પહાડોની નીરવતામાં ખોવાઈએ, તો ક્યારેક અનુકંપાના ઝરણાં-નદીઓની સાથે વહી નીકળીએ. તો ક્યારેક; એક ઊંડી, અંધારી, ડરામણી, કાળી…
Read More
દરવાજાની પેલે પાર… : નેહલ
મારા રૂમમાંબે બારીઓ અને એક દરવાજો છેએક પૂર્વની બારીએક પશ્ચિમની બારીમારો સૂરજ પૂર્વની બારીએઊગે અને આથમેત્યાં સુધી હું સતતલખતી રહું છુંજેવો પૂર્વનો સૂરજ ડૂબેહું પશ્ચિમની બારી ખોલી નાંખું છું પશ્ચિમનો સૂરજ ઊગીને આથમેત્યાં સુધી સતત લખતી રહું છુંમારા રૂમમાં ક્યારેય રાતઊગતી નથીનિદ્રા આવતી નથીઅને હું બસ લખ્યા કરું છુંમારા રૂમની દિવાલોપર શબ્દો પડઘાયા કરે છેનહીં બોલાયેલા.એક…
Read More
હાઈકુ : નેહલ
બિંબ ઝાકળ ક્ષણિક ઝળહળે પળ દર્પણે …. ઝાકળ બને મેઘધનુષ, વ્યોમે મૂકી પગલું …. હવાની લ્હેર સજાવે ઝાકળની સવારી ફૂલે …. લખે ઝાકળ ગઝલ પર્ણે પર્ણે વાંચે સૂરજ …. સહે વેદના ફોરાંથી વિંધાયાની હૈયું કોમળ …. હવા શીતળ પાનખરની તર્જ ગૂંજે શરીરે ~નેહલ My Poems © COPYRIGHT NEHAL 2020
Read More
શુકદેવજીના પોપટે કહેલી કથા…
હું શુકદેવજીનો પોપટએમણે નહીં કહેલીકથા માંડું છું સૂર્યવંશી અને ચંદ્રવંશીઓની નહીંહું કહું છુંઅગ્નિવંશીઓની કથાએક અગ્નિથી જન્મીનેબીજા અગ્નિ ને શરણ થતાશાપિત આત્માઓની કથા.જેમના કોઈ જીવનકાર્ય પૂર્ણ થતા નથીઅંતે સ્વર્ગારોહણ કરતા નથીફરી ફરીને અગ્નિમાં પ્રવેશે છેપુનરપિ જનનમ પુનરપિ મરણમ એમનો ઈશ્વરવિશાળ, વિકરાળ વિશ્વરુપથીએમને જોઈ રહે છેવિનાશના મુખમાં ઉતાવળે પ્રવેશતાચારે તરફ થતા રણભેરીઓ,દુંદુભીઓ, શંખધ્વનીના અવાજોમાંએમના ફફડતા હોઠોથી અસ્ફૂટ સ્વરે…
Read MoreDaily Musings : 62
Translation : As the door to the past opened moon beams of memories spread all over. ~Nehal
Read MoreDaily Musings : 61
Translation : picking up the tiniest moments of pain at the end of the day and sticking those stars on the dark sky. ~Nehal
Read MoreDaily Musings : 60
Explanation : Time is like a stone and my life is like a sandalwood stick rubbing sandalwood on a stone ( Hindu people in India do this for ‘puja’ a ritual ) brings out nothing but a heavenly fragrance! meaning, even if I have to go through rough times it will bring out something best…
Read MoreDaily Musings : 59
Translation Give me a bright red Sun A transparent blue River I will create rest of the world! ~ Nehal
Read MoreDaily Musings : 54
Translation : Touch of your fingers write a ‘Haiku’ on each of my fingers! ~Nehal
Read MoreDaily Musings : 53
Translation : The sky is full of clouds ( my mind is full of thoughts) The soil is already tilled Let me plant few of my dreams, some of my hope, then let it rain non-stop. ~Nehal
Read MoreDaily Musings : 52
Daily Musings : 51
Translation : Dear God, writing a letter to you ( in my mind ) bringing up all the darkness from deep within my being Please read illuminating my letters May your answer enlighten me. ~Nehal
Read More‘inmymindinmyheart’ ના ૬ વર્ષ…
તમારા સૌનો ખૂૂબ ખૂબ આભાર, આ સફરમાં સાથે રહેવા માટે. વિઝીટ, વ્યૂ, લાઈક, કમેન્ટ…બધ્ધું જ આવકાર્ય છે, અહીં આવતા રહેજો, લખતા રહેજો. 🙂 ❤ હું જે વાંચું છું, ઑનલાઈન, પુસ્તકોમાં, બીજા બ્લૉગ્સ પર એ બધું મારા મનમાં જાતજાતની અસર ઊભી કરે છે અને કોઈ નવા જ સ્વરૂપે મારા હ્રદયમાંથી ઉદભવે છે. આ બ્લૉગ એ બધી…
Read MoreDaily Musings : 20
Daily Musings : 19
Daily Musings : 18
Daily Musings : 17
Daily Musings : 15

અંધારું- નેહલ
અંધારું આંખોને બિડતાં જ ઘેરી વળે છે મને ઘટ્ટ અંધકાર. મને અંધકાર ગમે છે. મારું સમગ્ર અસ્તિત્વ વિસ્તરે છે નામ-રુપની સીમાઓની પાર. હું મને અનુભવું છું, આકારોથી પર. પ્રવેશી જાઉં છું;સ્પર્શ, ગંધ, સ્વરની સૃષ્ટીમાં સરળતાથી! મારી આંખોને અંધ નથી કરી મૂકતા; દર્પણોનો ચળકાટ, ચિત્રોની જેમ ફ્રેમમાં મઢેલા ચહેરાઓ, ચલચિત્રની પટ્ટીની જેમ ભજવાતી ઘટનાઓ. મારા મનમાં ઊગતા…
Read More
તડકો- નેહલ
આજે બહુ દિવસો પછી વાદળોને આઘા ખસેડીને સૂરજે ફેલાવી આકાશે તડકાની રેલમછેલ વાદળોને પહેરાવી સોનેરી કોર અને ટાંકયા સોનેરી તારલા એક ધસમસતી તડકાની નદી વહી આવી મારી બારીમાંથી સાવ અંદર… ને…ફરી વળી ખૂણે ખૂણે ભેજવાળા મન અને ઓરડામાં મને હુંફાળી છાલકોથી ભીંજવી દીધી મારા અંગ અંગ સોનેરી ઝળહળ ઝળહળ જોઉં તો હું બની ગઈ લીલેરી…
Read More
સહ-અસ્તિત્વ: નેહલ
સહ-અસ્તિત્વ હજારો construction workના રજકણોથી ગૂંગળાયેલી હવા એ રાહતનો શ્વાસ લીધો. અમસ્તા જ આમતેમ દોડ્યા કરતા લાખ્ખો વાહનોના ધૂમાડાથી choke થયેલા પવને ગળું સાફ કર્યું. આહ, આકાશ આજે નાહીને સ્વચ્છ, નીલું તડકો ચળકે ઊજળો તૃણાંકુર કુમળા માથા ઊંચા કરી નીહાળે કૌતુક વાતાવરણમાં ગૂંજતી પંખીઓની orchestra સાથે ડોલી રહ્યા છે વૃક્ષો પ્રકૃતિ ઉજવી રહી પોતાનું અસ્તિત્વ…
Read More
અશ્મીભૂત થતા ભસ્માસૂર આપણે – નેહલ
સરકતી જતી કાળની ગર્તામાં અશ્મીભૂત થતા આપણે થોડીક સદીઓની જણસને વળગી આજને મૂલવવાની રમતમાં ગળાડૂબ સદીઓ પારના અંધારા ખડખડ હસે છે આપણા મહાનતા, શ્રેષ્ઠતાના દાવાઑ પર. આ ગહન બ્રહ્માંડ નું એક ટપકું માત્ર એને ઘૂંટી ઘૂંટીને સૂર્ય બનાવવાની મથામણમાં ભડ ભડ બળતા, બૂઝતા આપણે. વહેતી, લુપ્ત થતી નદીઓ હતા, ન હતા થતા નગાધિરાજો તૂટતા-જોડાતા ભૂમિ…
Read More
હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ
આ વૃક્ષ; હજુ થોડા દિવસો પહેલાં તો હતું ઘટાદાર, ક્યારે પાંદડીઓ પીળી થઈ? અને હવે ઊભું છે ખેરવીને સઘળું મુક્ત, શાંત! કેવું સરળતાથી અને ત્વરિત ત્યાગી શકે છે બધું! અને એવું જ તૈયાર છે નવી કૂંપળોને આવકારવા આ વૃક્ષ. – .. .. .. .. .. .. – નિષ્પર્ણ વૃક્ષ શું પાનખર આવી ગઈ? હજુ થોડા…
Read More
મનને કાંઈ ગમતું નથી- નેહલ
મનને કાંઈ ગમતું નથી. એને ભીડમાં ખોવાયેલું ગીત જડતું નથી. મનમાં સૂતેલું સપનું ન જાગે, આંખની ધારે અટકેલું આંસુ ન ખરે, અને ડૂમાનો થીજેલો કાળો સૂરજ, આયખાના આકાશેથી ઢળતો નથી. છાતીના પિંજરમાં કેદ સૂર, શ્વાસોની વાંસળીએથી વહેતા નથી. પગમાં નર્તન થીજી ગયું, ઘૂઘરીઓને રણકાર જડતો નથી. યાયાવર પક્ષી આ જીવ; માઈલો કાપ્યા, પાંખો થાકી, આકાશ…
Read More
એને કહેવાય કાંઈ પ્રેમ ! – નેહલ
કોઈ આંખની મરુભૂમીમાં સપનાની જેમ ઊગે અને પછી રૂંવે રૂંવે સુગંધની જેમ પમરે એને કહેવાય કાંઈ પ્રેમ! કોઈ ધડકનના તાલે મનમાં હળવું ઝૂલે અને એની આંખની અટારીએથી એક સાવ નવો પ્રદેશ ખૂલે એને કહેવાય કાંઈ પ્રેમ! કોઈની સ્મિતભરી આંખોથી મનમાં દીવા પ્રગટે અને ઝળહળતી નદી સાવ અંધારે ખૂણેથી વહી નીકળે એને કહેવાય કાંઈ પ્રેમ! કોઈના…
Read More
અંધાર અને અજવાશની સીમા પર – નેહલ
એક નાનકડો વળાંક છે અને શરૂ થાય છે એ વાંકો ચૂકો રસ્તો આજે બન્યો છે રાજમાર્ગ વિશાળ મંડપ એની બંને તરફ ઝૂલતી ઝળહળતી રોશનીની સેર વિસ્તારના શ્રીમંત વેપારીઓના નામના બેનરની કમાનો પસાર થતાં નજર સ્હેજ બાજુએ વળી એક અંધારભર્યા ઓરડામાં એક ટમટમતું કોડિયું, કાળીમેશ દિવાલો ને તાકતી એક શૂન્યમનસ્ક ચીંથરેહાલ મનુષ્યાકૃતિ. અંધકાર અને અજવાશની સીમારેખા…
Read More
અમે – નેહલ
દોડમાં ન હતા શામેલ તોય થાકી ગયા અમે અઢળક હતા શ્વાસો પણ ખૂટી ગયા અમે આંખોમાં ઘેરાયા હતા મેઘ અને વરસી ગયા અમે હતા ઉછળતા દરિયાઓ લોહીમાં તોય તરસી ગયા અમે હથેળીમાં હતા નકશાઓ તોય ભટકી ગયા અમે કાંટાઓ ફરતા હતા અને અટકી ગયા અમે પાસાઓ સવળા હતા તોય હારી ગયા અમે હતો સમય સાથે…
Read More
પારિજાતની છાબડી – નેહલ
રાત રહી તરફડતી સહરાની તરસે, ઢોળાતું રહ્યું મૃગજળ ચાંદનીનું આસમાની ફરસે. …… પાંપણોની કિનારીએ અટક્યા મેઘ, અને આ આંખ્યુંની ધરતી કોરી-ધાકોર. ……… ભટકું છું તારી શોધમાં જયાં-ત્યાં, લાગે છે તું છે ક્યાંક સાવ આસપાસ. ……. તારા વિનાના દિવસો ફેલાયા ડાળ થઇને, શ્રધ્ધા મારી પથરાતી જાય મૂળિયાં થઇને. …… લાગણીઓનાં ઠેકાણા હોતતો, સંબોધનોમાં સરનામા હોત; લાગણીઓનાં…
Read More
માણસ ક્યાં કોઈને ઓળખાય છે- નેહલ
માણસ નામની એક ઘટના એક જ લીટીમાં મથાળે લખાય છે માણસ ક્યાં કોઈને ઓળખાય છે? ધર્મ, જાત, વર્ણ ને વર્ગમાં વહેંચાય છે માણસ ક્યાં કોઈને પરખાય છે? સુખ- દુઃખ તો સૌને સમજાય છે ભીતરનો અવાજ ક્યાં કોઈને સંભળાય છે? વખાણવા ને વખોડવા સૌને એકસામટા ન સમજાય તે સૌ મંદિરોમાં પૂજાય છે! નેતા, અભિનેતા કે ગુરૂ…
Read More
ગાન-ગંગા – નેહલ
શોધું એક સાર્થ શબ્દ સબળ, અડિખમ ઊભેલો પણ મારા શબ્દો તો થાકેલા, હારેલા, કંટાળેલા ખૂણામાં ટૂંટીયું વાળીને પડેલા કાખઘોડીને સહારે ઉઠવા મથતા ધાયલ, પાટાપીંડીમાં પીડાથી કરાંજતા! શોધું એક અટૂલો સબળ શબ્દ, એક ભાગિરથ શબ્દ ખેંચી લાવે કાવ્ય-ગંગા નાદ-આકાશ થી. શોધું એક શિવ શબ્દ ઝીલી લે પોતાની સર્વવ્યાપી જટાઓમાં શબ્દ-ગંગા નાદ-ગંગા અને મુક્ત કરે એને સહુને…
Read More
સંગાથ – નેહલ
એક લીલી પાંદડી અને લાલચટ્ટક ફૂલ એક-મેકથી સાવ ભિન્ન તોય અર્પે એકબીજાને સભર, રમ્ય અર્થ હોવાનો સાથે. એમ જ હું અને તું સાવ અલગ એક-મેકથી પણ જીવવું, હોવું સુંદર, પરિપૂર્ણ સંગાથે. – નેહલ Poetry, my poems © Copyright 2018, Nehal
Read More
મોરપિચ્છ હજુ ખરતું નથી – નેહલ
હોઠો પર હવે પ્રેમનું ગીત સ્ફૂરતું નથી કદંબની ડાળે હવે કોઈ ઝૂલતું નથી મધુવનમાં કયાં ખોવાયા વેણુના સૂર યમુનાની ધારે ગીત હવે કોઈ વહેતું નથી માન્યું તમે વસાવીને સોનાની દ્વારકા કે ગોકુળ-વૃંદાવનમાં હવે કોઈ ઝૂરતું નથી ગોવર્ધન ધાર્યો ને સુદર્શન ચક્ર ધર્યું પણ રાધાના મનથી મોરપિચ્છ હજુ ખરતું નથી મોકલ્યા ઉધ્ધવજીને, અમોને સમજાયું કે ગોકુળીયું…
Read More
વરસોના વરસ લાગે- નેહલ
ટાંકણું લઈ ઘડવા બેસું વરસોના વરસ લાગે શબ્દો ની ગૂંથણી ગૂંથવા બેસું વરસોના વરસ લાગે પીડાથી પંડ છૂટી ગયો, લોભ-મોહ ગળી ગયો ‘હું-મારા’થી છૂટવા બેસું વરસોના વરસ લાગે પહાડો પીગળ્યા, દરિયા થીજ્યા, નદી સમ વર્ષો વહ્યા અટકેલું એક આંસુ સારવા બેસું વરસોના વરસ લાગે ચહેરા બદલ્યા, મહોરા બદલ્યા, કિલ્લા સમ અડિખમ રહ્યા ભાંગેલા મનને જોડવા…
Read More
એક ક્ષણમાં વસી શકું- નેહલ
ધારું તો સમેટી લઉં જાતને એક ક્ષણમાં વસી શકું ધારું તો અનાદી અનંતકાળ થઈ સતત વહી શકું ખરતા તારાઓના પ્રકાશવર્ષ જેવું જીવી લઉં ધારું તો આકાશગંગા થઈ યુગો સુધી વહી શકું એક ફૂલની ખૂશ્બુ માં બાગેબહાર શ્વસી લઉં ધારું તો ચિરંતન વાસંતી હવા જેવું વહી શકું એક હુંફાળા શ્વાસ ની આંચે આયખું આખું પીગાળું ધારું…
Read MoreHappy Mother’s day!- નેહલ
મા, તારી સ્મૃતિ દુનિયા માટે અહીં-ત્યાં પાડેલા ફોટા આ-તે પ્રસંગ ના ફોટા પણ મારા માટે હૈયામાં એક હુંફાળો ખૂણો માથા પર ફરતા હાથનો સુંવાળો સ્પર્શ આંખના ખૂણે કદી ના સૂકાતું ભીનું સરોવર પીઠ પર ફરેલા નરમ હાથની રાહત ખોળાની, પાલવની ક્યાંય ન મળે એવી મીઠી સુગંધ તારી વાત્સલ્યથી છલકાતી આંખો ના ઝળહળતા દીવા તારી જીવન…
Read More
મારી કવિતા ના વાચકને…- નેહલ
મારી કવિતા ના વાચકને… હું વાવું મારી ક્ષણ ક્ષણ આ કવિતામાં ફૂટે કૂંપળ પળ પળ ની શબ્દે શબ્દે આવ, તું આ કવિતામાં વાવી દે તારી થોડી ક્ષણો પણ બને ઘેઘૂર વૄક્ષ સમયનું શબ્દો ના ડાળ-પાંદડાની છાયામાં બેસીએ હું અને તું. નેહલ Poetry, my poems © Copyright 2017, Nehal
Read More
વિસ્મૃતી – નેહલ
વિસ્મૃતી જૂની કેડીઓ પર પડે જાણે કો વિશાળકાય વૃક્ષ ચહેરાઓ હળવેથી સરકતા જાય ભીના કાય પછીતે નામ ની શાહી પલળેલા મન પર પ્રસરી જાય અવાજ શોધતો રહી જાય ઓળખને સંબોધનો થઈ જાય દિશાહીન, કપાયેલી પતંગ સરનામાનાં શબ્દો એકબીજાનો હાથ ઝાલીને ખોળે ઠામઠેકાણું રસ્તો જ રાખી મૂકે પરિચય પગલાંનો સંબંધોનાં વ્હાણ થઈ જાય ક્ષિતિજ પરનાં…
Read Moreએક સૂકી કવિતા -નેહલ
હવે મનમાં મધુર, સૌમ્ય ભાવ ઉઠતો નથી કુમળી કવિતા ઉભરતી નથી સૂકી, કઠણ, કઠોર ભૂમિ પર બસ જાણે કેકટસ જ ઉગે તેમ મનમાં હવે શબ્દ કાંકરા જેવા ખખડે બરડ ડાળીઓની જેમ તૂટે સૂકા ઘાસ જેવા પીળા પીળા ગોખરુના કાંટા જેવા અણિયાળા, મનને ઉલઝાવે, તરડાવે બોરડીની ડાળી જેવા વાક્યો. ચકરાય ગીધ ને સમડી જેવા વિચારો નેહલ…
Read Moreમિત્રો – Friends – નેહલ
મિત્રો આપણે બધાં રંગબેરંગી થીંગડા જેવા જિંદગી ના પહેરણ પર બનાવીએ રંગીન આવરણ ભૂખરા વાસ્તવ ને ઢાંકતું ઉકલી ગયેલા ટાંકાઓ પર ચીપકાવીએ રૂપાળા સ્મિત રોજિંદા સળ ને હટાવવા ઉષ્માભરી આંખોની ફેરવીએ ઈસ્ત્રી શુભેચ્છાઓ નું અત્તર છાંટી ઉગાડીએ નવો દિવસ જૂની સંદુકમાંથી સાચવી ને કાઢેલો સાંજ પડે પાછો જાળવી ને મૂકી દેવા આ, તે કે પેલી…
Read More
પાનખર- નેહલ
તારા માટેની સાચવેલી ક્ષણો, સ્પંદનો, લાગણી સંઘરું? વહેંચું? અસમંજસમાં બેઠી છું!? ગુલમ્હોર તો… સૂકી, પીળી પાંદડી ઝરતો કૂંપળો સાથે ગોષ્ઠીમાં મગ્ન. પારિજાત…કોમળ, મૃદુ પુષ્પોને પરવા કર્યા વિના ખેરવતું. બદામડી…બધાં જ સૂકા પાંદડા ખંખેરી મુક્ત થઈ ખુદને શણગારે લીલી પાંદડીઓથી. બધાં જ નિષ્ઠુર છે !? શું હું ય તને ભૂલી જાઉં?? – નેહલ Poetry, my poems…
Read Moreભગવાન ખોવાયા છે!? – નેહલ
ભગવાન ખોવાયા છે!? જરિયાન વસ્ત્રોના વાઘા અહીં જ મૂકી, સોનેરી સિક્કાના કુંભ એમ જ છોડી, રત્નજડિત સિંહાસનો ખાલીખમ રાખી, છપ્પનભોગના થાળ હડસેલી, ભગવાન ખોવાયા છે. જોઉં તો છબીઓમાં કંડારેલા આકારો અકબંધ; અને ચહેરો સાવ જ ગાયબ! આભૂષણો-અસ્ત્રો-શસ્ત્રો ને મૂર્તિઓ સઘળી ત્યાંની ત્યાં જ અને મુખ સાવ સીધું સપાટ! ધૂપ-દિપ-હવનની સુગંધી માયાજાળ ત્યજી, ઝાલર-પંખા અને રેશમી…
Read Moreએવું પણ બને – નેહલ
એવું પણ બને હું કરું સતત તારી પ્રતિક્ષા અને ખોજમાં મારી તું રઝળે! એવું પણ બને આમ ગોઠવેલી સરસ હો જિંદગી ખસે પત્તું એક ને, કડડભૂસ મહેલ નીકળે! એવું પણ બને પથરાઈ હો પાંપણે સપનાંની કરચો ટપકે આંસુ એકને, સામટાં મેઘધનુ ઝળહળે! એવું પણ બને બુદ્ બુદા હો ખાલી ક્ષણોના ચોતરફ અડકું સાવ નજીકથી તો…
Read Moreગઝલ – નેહલ
મારા સૌ આદરણીય શાયર ની સમક્ષ નત મસ્તક થઈ આ છંદ અને ગઝલ ના ક્ષેત્રમાં પા પા પગલી માંડી રહી છું ત્યારે સૌથી પહેલો આભાર મારે માનનીય લક્ષ્મી ડોબરિયાનો માનવો છે જે માર્ગદર્શક બનીને મારા પ્રયત્નોમાં સાથે રહ્યા છે ગઝલ નદી જેમ વહેવું બની ના શક્યું તો સહજ વિસ્તરી હું બધે કાંઠે કાંઠે. હતો સાવ…
Read Moreઘરઝુરાપો! – નેહલ
મસમોટા સગવડભર્યા ખાલી ઘરમાં મમ્મી પપ્પાના હાર ચઢાવેલા ફોટા પાસે ખુબ ઝૂરે છે ઘરઝુરાપો! -નેહલ
Read Moreપળો મહેક્યાની આ ક્ષણે! -નેહલ
આંખ ખૂલ્યાની આ ક્ષણે. જાત જાગ્યાની આ ક્ષણે. પડઘા ઝીલ્યાની આ ક્ષણે પડછાયા પકડયાની આ ક્ષણે. માળા તૂટ્યા ની આ ક્ષણે. સૌન્દર્યો ઝળહળ્યા ની આ ક્ષણે. સફર ખેડ્યાની આ ક્ષણે. જીવતર કળ્યા ની આ ક્ષણે પર્ણો ખર્યાં ની આ ક્ષણે. ફુલો ખર્યાની આ ક્ષણે. આકાશ ઉઘડ્યાની આ ક્ષણે મૂળ સોતાં ઉખાડ્યાની આ ક્ષણે.…
Read Moreઆદમ અને ઈવ ની આજ! – નેહલ
હું અને તું ઉભા એક-મેકની સાવ સન્મુખ લગોલગ કદાચ હાથ લંબાવી સ્પર્શી શકીએ પણ હું અને તું તો ઊછેરીએ એક પીડાનું વૃક્ષ જેના મૂળિયાં હૈયું વીંધતા ફેલાય આપણ ને એક-મેકથી દૂર હડસેલતા. આપે ગગનચુંબી ઊંચાઈ ! સમય ફૂટતો જાય ડાળ-પાંદડાઓ થઇ મનના આકાશે વ્યાપ વિસ્તારતો ; લીલા ઝુરાપાના તોરણો બાંધતો . પ્રતીક્ષાના ફૂલો ખીલે, કરમાય…
Read Moreઆંસુઓની હોડીના કિનારા – નેહલ
તોફાનોમાં હસ્તી આ ટકી, બસ આંસુઓની હોડીથી તરી. પાંપણોના કિનારા ભીંજવી ના ભીંજવી, નદી રાતની એમ વહી. જાગી જાગીને આંખો આ શમણાં ઓ એમ જોઈ રહી. હતી ઉજાસની તરસ હરદમ, અંધકારની દોસ્તી હવે ગમી. શો રંજ જિંદગીથી જુદા થયાનો, મોત તારો આભાર આવી હુંફાળી કબર મળી. -નેહલ
Read Moreહું – નેહલ
આજના દિવસે આ બ્લોગ શરુ કર્યાને બરાબર એક વર્ષ થયું. એ નિમિત્તે મેં લખેલી પહેલી કવિતા…ઉંમર કદાચ 9-10 વર્ષ હશે. હું ચોગમ મહેકતી કુદરત હતી, પ્રકૃતિ ખિલતી કળી હતી. શોધી રહ્યું હતું કોઈ ‘હું’ નું અસ્તિત્વ! ફૂલડે ફૂલડે, પાને પાને, વેલીએ, ઘટાએ, ઉષાની રંગછટામાં, સંધ્યાની લાલિમાએ. વાયુની ફોરમને પૂછયું મળી ‘હું’ ની હયાતી? પ્રકૃતિ સાથેની…
Read Moreકવિતા નું પોત -નેહલ
કવિતાનું પોત આમેય સાવ પાતળું “સરી જતી રમ્ય વિભાવરી ” જેવું કાંઈ નહિ. વિચારોના તાંતણા તૂટે બટકે આમતેમ લટકે ઓળખની ગૂંથણી માં ક્યાંક સાવ ખટકે . મનના ભાવો શબ્દોની લગોલગ આવીને અટકે. હૈયું , આંખ , હથેળી ભીંજવે એક્ઝટકે . મન એકાંતને ખૂણે ઝીણું ઝીણું એકલું બળે કટકે કટકે. – નેહલ
Read MoreA tribute – Nehal
There was no ‘Noah’s Arc ‘; Nor was a ‘kurmavtaar ‘for him. It was the shore that sank the boundless sea!! -Nehal – – – – – : : : : : : : : – – – – ના હતું ત્યાં નૂહ નું જહાજ, ના આવ્યો કોઈ ‘કુર્માવતાર ‘ કાંઠાની નિષ્ઠુરતા એ ઉછળતા કૂદતા…
Read Moreઈશ્વર વિનાના હોવું એટલે….- નેહલ
ઈશ્વર વિનાના હોવું એટલે… ખુલ્લા પગે રણની દઝાડતી રેત પર અવિરત ચાલવું. કે પછી… પથરાળ ખડક પર સ્થિર ઉભા ઉભા તોફાની મોજાંઓને ઝીલવું. કે પછી પહાડના ઉત્તુંગ શિખરે ધસમતી હવાઓના સૂસવાટાઓને ખુલ્લી છાતીએ ઝીલવું. કે પછી … ધોધમાર વરસતી ધારની નીચે નખશીશ ભીંજાવું . કે પછી… ખુદે પાડેલા પોકારોને અંતરતમમાં વાળવું. કે પછી… દીવો પ્રકટાવવા…
Read Moreફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ….- નેહલ
Originally posted on Nehal's World:
pic from telegraph.co.uk pic : japantimes.co.jp પરિસ્થિતિ છે હવે રાબેતા મુજબ. સ્થપાયું છે શાસન કાનૂનનું, સલામતીનું. ક્યાંય કશું ખંડિત નથી, આ ત્યાનમેન સ્કેવરમાં!! પણ, રુંધાયો છે ગળામાં એક ડૂમો દુ:ખથી તૂટે છે આ ખભાઓ ઓ મારા સાથિઓ, લાશોને ટેકો તમારી આપી આપી. એ તમારા કૂમળા ચહેરા, આવનારી પેઢીઓમાં કોણ…
વાસંતી વાયરાની ખોજ……- નેહલ
Originally posted on Nehal's World:
જિંદગી ઠરી ગયેલું પાંદડું પાનખરનું સમયના બરફ ની વચ્ચે. પાંદડામાં ધબકે ધીમી ધીમી વાસંતી વાયરાની ખોજ. -Nehal
એક અછાંદસ વરસાદી સાંજ – નેહલ
ઘાટઘૂટ વિનાના ધરતીના વાસણને , એવાં જ વાંકાચૂકા વાદળોના ઢાંકણ . આવ્યા પાછા ભૂખરા દિવસો. સામેના સઘળા દૃશ્યોને ફેરવે છે કાળી-ધોળી પીંછી લે સમયની ગતિને બાનમાં વરસે મુશળધાર ઝડી , આવ્યા પાછા ગોકળગાયની ઝડપે સરતા દિવસો. હુંફાળી સુરજની આગ પર નાંખે કોઈ રાખની પછેડી. ભીની થથરતી કબૂતરની પાંખ એક સરખા તાલબદ્ધ મલ્હારના રાગમાં ટહુકાઓ સહુ…
Read Moreફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ…. – નેહલ
પરિસ્થિતિ છે હવે રાબેતા મુજબ. સ્થપાયું છે શાસન કાનૂનનું, સલામતીનું. ક્યાંય કશું ખંડિત નથી, આ ત્યાનમેન સ્કેવરમાં!! પણ, રુંધાયો છે ગળામાં એક ડૂમો દુ:ખથી તૂટે છે આ ખભાઓ ઓ મારા સાથિઓ, લાશોને ટેકો તમારી આપી આપી. એ તમારા કૂમળા ચહેરા, આવનારી પેઢીઓમાં કોણ માનશે? તમે આવું દુસ્સાહસ કર્યું હતું? ઉંચક્યું હતું માથું લોખંડી આપખુદ તાકાત…
Read Moreએક આકાશી લવ-સ્ટોરી – નેહલ
મારી અને આકાશની પ્રિતનું પ્રાગટ્ય ક્યારે થયું હશે ? ખબર નથી. ક્યારથી આકાશ અહીં છે ? ખબર નથી. હું પહેલવહેલ્લી ક્યારે જન્મેલી ? ખબર નથી. તાકતી રહું હું, એની આંખોમાં અને એ મારી આંખોમાં ફેલાય. શીતળ સ્પર્શ બની વિંટળાય એની ચાંદની ઘેરે એના હુંફાળા શ્વાસો બની મને તડકો મીંચુ હું આંખો ને ભીંજવે બની ફોરાં…
Read Moreમુક્તકો – નેહલ
નીરખી મુખ પોતાનું સૂરજ ચળકતું મલકે વર્ષાએ સજાવેલા દર્પણોમાં પાંદડે પાંદડે. :::: ::::: :::::: :::: ::: ફૂટે છે ઝરા કવિતા ના મન ના ઊંડાણે કાંઈ કેટલાય પાણી-કળા સમી એ પળ ક્યાં? * * * * * * * ખરબચડી વિસંગતીઓના પથ્થરથી ઉજળો ઘસી દીધો. અમે દિવસના ઘડા ને નવા સુરજ થી ભરી દીધો . –…
Read Moreપ્રાર્થના – નેહલ
અંતરની શાહી ઉલેચી અંતરપટ પર લખું કાગળ હરિવર, અક્ષર ઉજળા કરી વાંચજો. ઝળહળ જવાબ દેજો. -નેહલ
Read Moreથીજેલી ક્ષણો – નેહલ
આલ્બમ ઉઘડ્યુંને; થીજેલી ક્ષણોના કરા વરસે. થીજેલાં સ્મિત કાચની ધાર શાં વાગે; થીજેલા સંબોધનો કાંટા શા ઉગે. થીજેલો છોડી દીધેલો હાથ અને થીજેલા છોડી ગયેલા સાથ, આંખોમાં બળતરા આંજે. થીજેલા સાદ પૂરે કાનોમાં સુનકાર. થીજેલા મોકળા દરવાજા ના દે આવકાર. થીજેલો રસ્તો ચાલે બહુ પણ ક્યાંય પહોંચાડે નહિ . થીજેલી હવા કાંઈ સ્મરણોને તો ઉડાડે…
Read Moreગંગા અવતરણ – નેહલ
એકાંતની ગંગા ઝીલું , શિવજીની જટા થઇ . જીવ આ મારો શિવ થાય. -Nehal
Read Moreચોસલાં – નેહલ
એકલતા પાડે મનમાં ભારેખમ ચોસલાં. આ ગોળ પૃથ્વીમાં શહેર આખાં ચોસલાં. આકાશમાં ઉભેલાં મકાનો જાણે ચોસલાં. માણસો ના ચહેરા પણ લાગે ચોસલાં ; ચોરસ અને લંબચોરસ આડા અને ઉભા, હોય જાણે મોબાઈલ ,ટીવી અને કમ્પ્યુટરના બનેલા ચહેરાના ચોસલાં . લાગણીઓ પણ વહે એકબીજીને કાટખૂણે, સંબંધો નો બન્યો છે જાણે ફલોચાર્ટ . મૈત્રી સ્નેહ પ્રેમ કરુણા…
Read Moreસમાધાન ! – નેહલ
આજના સળગતા પ્રશ્નો સાંજે પસ્તી થઈને બુઝે. આજની તાતી જરુરિયાતો આવતી-કાલના વાયદાઓ થઈ દુઝે. અખબાર રોજ જ તાજું જોઇએ. બીજું ક્યાં કાંઈ સૂઝે ??? -નેહલ
Read Moreઆ તે કેવી ઝંખના ,….- નેહલ
આ તે કેવી ઝંખના ?
Read Moreવાંસળીવાળો – નેહલ
એ એકલપણા ની પછેડી ઓઢી ચાલે, સુખ-દુખ પાછળ ખેંચતા જાય. એ એક આંસુભર્યું વાદળ ઉપાડી ચાલે, ઝાડવાં આસપાસનાં લીલાંછમ થતાં જાય. એ એક સોનેરી તડકાનું પોટલું ઉપાડી ચાલે, પછીતે અંધારા ખૂણા ઝળહળ થાય. એ એક સતરંગી ચાદર ઓઢી ચાલે, સપનાનાં ફૂલ પતંગીયા બની ઉડતા થાય. આ “એ” કોણ એ તો કોઇથી કળાય નહી, દુરથી દેખાય…
Read Moreવાસંતી છોળ …- નેહલ
મારા પ્રિય મિત્રો , વસંતના વધામણા,રંગોના તહેવારની શુભેચ્છાઓ સાથે અેક ષોડશીનું રમતિયાળ ગીત,……… મારા દેહની ડાળીએ ટહુકી રે વસંતની કોયલડી , કે મારી શ્વાસોની મંજરી મહેક મહેક થાય. મારી આંખ્યું રેલાવે ચાંદની પૂનમની ને ; મારી ચૂંદડીએ કેસુડો ન્હાય . ટહુકા વેરાયા મારા હોઠોની લાલીએ ; પાવાના સુર રેલાતા જાય. મારા ગાલોની સુરખીએ ઉડાડ્યો ગુલાલ…
Read Moreખજૂરાહોની હું યૌવનમૂર્તિ…..- નેહલ
ખજૂરાહોની હું યૌવનમૂર્તિ, વસંતના અવનવા મરોડો પાષાણમાં સાચવતી હું ચિત્રવત્ સ્તબ્ધ કાવ્ય હતી. સ્પર્શે ઝંઝાવાતી મલયાનીલો, કસ્તુરી-મ્રુગ શી દશા થતી. ઝાકળનાં કૂણા સ્નાનોને, શ્રાવણ-અશ્રુએ ધોવાતી. લેપ ચડે સંધ્યાની લાલિમા, અંધકારમાં ખોવાતી. વજ્ર સમી પીડાની ચીસથી ગગનસમી હું વિંધાતી ખજૂરાહોની હું યૌવનમૂર્તી…. મૂક હ્ર્દયનું ઘેરું રુદન, પ્રણય-કેલિઓનાં મુસ્કાન; અનેક ભાવના આટાપાટા, પ્રકટાવે ના મુજ માં પ્રાણ.…
Read Moreમૌન – નેહલ
મૌન અંતર-મનનો અરીસો. -નેહલ
Read Moreહું ચિનાઈ માટી …..- નેહલ
માટી ચિનાઈ હું ટીપાતી ટીપાતી જાઉં ઘડાતી . ના નિરાકાર , ના સાકાર આવી હતી તેવી જ પાછી જવાની . ઇતિહાસના હાથોએ ન રચેલું કાવ્ય. (ઇતિહાસની દાયણે જન્માવેલું અધૂરામાસનું બાળક.) -Nehal. Friends, need your opinion on this .What do you think….its about hundreds and thousands of average, mediocre lives full of potential but never become something…
Read Moreમિલન-જુદાઈ – નેહલ
આવો, આપણ મળીએ એવાં , જ્યમ ડાળ પે બુલબુલ ગાઈ ઉઠે. અને વિખૂટાં પડીએ ત્યાં તો , પુષ્પ સુગંધ પમરાઈ ઉઠે . વિદાયવેળાએ જો જો ક્યાંય અશ્રુ નયન છલકાઈ ઉઠે. સ્નેહ ધાર વરસાવો મેઘીલ ધરતી પણ મલકાઈ ઉઠે. સ્મિત હસો ઝાકળબિંદુ શાં ફૂલો પર પથરાઈ ઉઠે. મિલન હો એવું મેઘધનુષ રંગછટા શરમાઈ ઉઠે. વિરહ-રૂપ તો…
Read Moreમુક્તિ ની ઝંખના – નેહલ
Hi Friends, Usually I don’t like to come in between my creation or somebody’s creation I am sharing and you, the reader. But for today’s post I would like to share the background. In the year 1986, just before entering medical college I was attending one workshop at Vadodara on “Women’s status”. After two days…
Read MoreBreathing out a poem,…I live. – Nehal
મારે ના તો આ કે તે છંદ માં વહેવું મારે ક્યાં આ કે તે પ્રાસ માં ઢળવું કવિતા તો છે ઉચ્છવાસ મારા.. લાવ ને થોડી શ્વાસોની જગ્યા કરું. +:+:+:+:+:+: =*=*=*=*=* Wanna write an abstract poetry. . Lookin for a perfect mould To pour my absurdity. …. +:+:+:+:+:+:+:+ =*=*=*=*=* -Nehal
Read Moreજૂઈની વેલ – નેહલ
હવાના કમાડ ઉઘાડે મને એની સાથે ઉપાડે સૂરોની આ પાંખો :*:*:*:*:*: તડકો દદડે આ મકાનો પરથી બારીઓ તરસી ફેલાવે હાથ ટીપાં ઓ ચાટવા. :*:*:*:*:* ખરબચડું ,કઢંગું , માથું ઊંચકે નવું બંધાતું મકાન ઘાસે છવાયેલા મેદાનોમાં વિસ્મિત ખિસકોલીઓ . :*:*:*:*:* આ ડાળીઓ જાણે ધરતીની આંગળીઓ પસારે મુખ આકાશનું ; કિરણોના લે ઓવારણા . ઉડતા પંખી ને…
Read Moreરજનીગંધા ના ફૂલ ……- નેહલ
અમે અંધારા ગટકી ગયા અમે અજવાળું ખોબો ભરી પીધું. અમે સુરજ ની છત્રી થી કાળા ડીબાંગ વાદળ ને ભરી દીધું. -:-:-:-:-:-:-:-:-:-:- પીડાનાં પંખી હ્રદય ની આગમાંથી ઉઠે ફિનિક્ષ ની જેમ કાગળે મુકું પાંખ મળે. -:-:-:-:- એક વાર હૈયું અસ્ત થયા પછી, ગમે એટલા સુરજના તોરણો બાંધો સવાર ઉગતી નથી. જુના વર્ષોની રદ્દી થી ભરેલી ઓરડીમાં…
Read Moreઆગિયાઓ ની ટોળી- નેહલ
🌟 રેતી ની નદી ; કાંઠે પથ્થરોનું ખેતર , ખડકોનું વન … નકશામાં દરિયાની ભીનાશ શોધ્યા કરે. 🌟 એકલ નદીકાંઠે ઉતરતી સાંજે ચીરતી આકાશને વાતાવરણ ને વીંધતી ટીટોડી ની ચીસ સાંભળું મારા નિ:શ્વાસ માં. 🌟 ટાંકણી ઓ નાં આકાશ માં ફુગ્ગા જેવું ઊડવું મળ્યું મને. 🌟 watercolours ની નદી કાંઠે crayons નું ખેતર અને sketchpens…
Read Moreઅજવાળાની ખલેલ – નેહલ
આગળ દિવાલ પાછળ દિવાલ ડાબે દિવાલ જમણે દિવાલ ઉપર છતનું તોતિંગ વજન અને ઓહ ! સામેની બારીની જાળીમાંથી આકાશનો એક ખંડિત ટુકડો ફફડે પાંખો મારામાં તડપે પાર ઉડવામાં કોઈ કહો દિવાલ બનાવનાર એટલી કૃપા વધુ કરે પેલી બારીને ચણી દઈ અજવાળાની ખલેલ દૂર કરે . -Nehal
Read Moreરાતરાણીનું ઝુમખું ! – નેહલ
* હું મારામાં જાણે અજાણ્યા ઘરમાં મુસાફર . * કવિતા નાનકડું બાળ રિસાય સંતાય વારે-ઘડીએ મારાથી . * ધોળા દિવસના દિવાસ્વપ્નો આંખ માં આંજે અંધારા . * મીણયો કાગળ મન સરકે આમ-તેમ ટીપાં સંવેદનોના . * શરીરના સ્વપ્નોને નડે શરીરના બંધન. આત્માની પાંખને નાનું પડે સપનાનું આકાશ . * આલિંગવા ઈચ્છું છું.…
Read More
Dew drops! નેહલ
મને ફોરાંથી વિંધાયાની વેદના . -:-:-:- I am in “now” like a hanging Dewdrop from a petal ! -:-:-:-:-: અમે તો વરાળનાં પગલાં તડકાની ફર્શ પર. અમે તો સુગંધનાં ટીપાં પવનની તરસ પર. – નેહલ
Read Moreપ્રથમ પ્રયાસ.. – નેહલ
આ પર્ણો ની વચ્ચેથી તડકો નહીં, પરમેશ્વર ધરતી પર ઉતરી રહ્યો છે. તને , મને, આ તૃણ , પર્ણો, ફુલો ને સોનેરી જાળી માં ગૂંથી રહ્યો છે. પણે, પેલા વૃક્ષ-તળે એક બાંકડે અટૂલો એક વૃધ્ધ કાંઇ ઉછેરી રહ્યો છે. ઉઘડી રહેલી આ કળીઓ ને જૂઓ ઉજાસ આવતી કાલ નો ઉભરી રહ્યો છે. પૂર્વ થી પશ્ચિમની ખેડી સફર લાંબી…
Read More
લીલપનો લય – નેહલ
તારા માટેની લાગણીઓનું ઉગ્યું છે અડાબીડ જંગલ ઘેઘૂર વ્રુક્ષો થી ઋજુ પાંદડીઓ સુધી ફેલાઈ ગઈ છે લીલપ મારા મનની ધરતી પર મ્હેકે છે કેડીઓ ને ટહુકે છે વેલીઓ ભીનું ભીનું ગીત ઝરણાનું વહે છે મારા શ્વાસમાં. – નેહલ
Read More
હું ટુકડો , ટુકડામાં હું – નેહલ
હું વહેંચાઉં ટુકડે ટુકડે ટુકડે ટુકડા વેરવિખેર અડધિયાં શોધે પ્રતિબિંબો પોતાનાં ,અહીં ત્યાં ચોમેર. જાણું ટુકડા હું જ કરું છું તો ય ન રોકું ખુદ ને કેમ ? જાણું ટુકડા સાંધણશાસ્ત્રો તો ય ન કરતી ખુદ પર રે’મ હું જ નહીં સૌ એ આ કરતા ચારેકોર ટુકડા તરફડતા અધૂરપની તરસોથી કળતા જીવન આખું એમ જ …
Read More
મોગરાનાં ફૂલ : નેહલ
*ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા, પછી છોને વરસતો મેઘ અનરાધાર . *તારી આંગળીઓ નો સ્પર્શ લખે એક એક હાઇકુ મારી આંગળીઓ પર . *મને એક લાલચટ્ટક સૂરજ આપો એક પારદર્શક ભૂરી નદી આપો બાકી બધું હું સર્જી લઈશ . * સપનાંની ચકલીઓ નિદ્રા ચણી ગઈ…
Read More
વાસંતી વાયરાની ખોજ……-નેહલ
જિંદગી ઠરી ગયેલું પાંદડું પાનખરનું સમયના બરફ ની વચ્ચે. પાંદડામાં ધબકે ધીમી ધીમી વાસંતી વાયરાની ખોજ. -Nehal
Read More
કાવ્ય જન્મ ! – નેહલ
મૂંઝારો, અજંપો,મારી અંદર મને જ કોઈનું અથડાયા કરવું,અણધાર્યા વિચારોના ઉબકા,અને કાવ્યજન્મ.છ્ટકારો ??સર્જન ??– નેહલ
Read More