કાચના વાસણની સાથે – કિસન સોસા

કાચના વાસણની સાથે કાચના વાસણની સાથે જીવવાનું ફૂટવાની ક્ષણની સાથે જીવવાનું પ્યાસની પલટણની સાથે જીવવાનું આ સમંદર, રણની સાથે જીવવાનું ચાલવાનું ઠેસ ઠોકરથી બચીને આંધળી અડચણની સાથે જીવવાનું ને ટપકવાનું નહિ એકે ય ટીપે છાતીએ ઝારણની સાથે જીવવાનું માખીઓ ઊડાવવા મથ્યા જ કરવું પ્રશ્નની બણબણની સાથે જીવવાનું પારખું કરવું ન પાસેના કળણનું છળભર્યા સગપણની સાથે…

Read More

હોય જો નિર્ણય – ભારતી રાણે

હોય જો નિર્ણય હોય જો નિર્ણય સફરનો, કાફલો શી ચીજ છે ? પ્રાણ વીંઝે પાંખ, દેહનો દાયરો શી ચીજ છે ? ભીંત ફાડીને તિરાડે ઊગતો પીપળ કહે, જો રહો પર્યાપ્ત ખુદમાં, પથ્થરો શી ચીજ છે ? નિત તરસવું ને વરસવું ખેલ ધરતી-આભનો, થોર પૂછે રેતને, આ મોસમો શી ચીજ છે ? બિંબ-ચહેરાની રમત તો સાહ્યબી…

Read More

How happy is the little Stone – સુખની કવિતા

The world is so full of a number of things, I’m sure we should all be as happy as kings. – Robert Louis Stevenson ……….. ખુશી, સુખ, આનંદ…કાંઈ કેટલાય નામ આપો, ખરીદી નથી શકાતું. આખી દુનિયા એને શોધે છે. કોઈ પદ-પ્રતિષ્ઠામાં, કોઈ ધન-સંપત્તિમાં, કોઈ યુવાનીમાં, કોઈ ધર્મ-સંપ્રદાયની પ્રવૃત્તિઓમાં, કોઈ સંતાનોની પ્રગતિમાં તો સભા-મેળાવડાઓની વાહવાહીમાં. પણ…

Read More

Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી

દુઃખ, પીડા પછી બીજી સર્વવ્યાપી લાગણી છે… પ્રેમની. પ્રેમ જ સમગ્ર સૃષ્ટિની રચનાનો પાયો છે. સૃષ્ટિના ઉદ્ભવમાં આ અગમ્ય, અદમ્ય ખેંચાણ રહેલું છે. એકકોષી જીવથી અનેક-કોષી જીવ બનવાની ઘટનામાં પણ આ સર્જક બળ રહેલું છે. પ્રેમ કરનાર અને પામનાર બંને એક અદ્ ભૂત સર્જનનું કારણ, એક અનન્ય સર્જનના ભાગ બને છે પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ કર્યા…

Read More

દુઃખ આટલું આસાન બની શકે

                 કવિતા એ સમાજનો આયનો છે, માનવજીવનની ક્ષણોને પ્રતિબિંબીત કરતું દર્પણ છે, આપણે સૌ એ વાત જાણીએ છીએ. પાંચમી વર્ષગાંઠની ઉજવણીના ત્રીજા મણકામાં આવા જ ચિરંતન, સર્વવ્યાપી ભાવોને ઉજાગર કરતી કવિતાઓ રજુ કરવાની ઈચ્છા છે. પાંચ જુદી જુદી લાગણીઓ, સંવેદનાઓને વ્યક્ત કરતાં કાવ્યો.          …

Read More

અમે તો સુગંધના ટીપાં પવનની તરસ પર…

ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા. પછી છોને વરસતો મેઘ અનરાધાર – નેહલ મને એક લાલચટ્ટક સૂરજ આપો એક પારદર્શક ભૂરી નદી આપો બાકી બધું હું સર્જી લઈશ – નેહલ પ્રિય વાચક મિત્રો, પાંચમી વર્ષગાંઠની ઉજવણીના પહેલા મણકામાં ત્રણ ભાષાઓમાં બ્લોગ પર સૌથી વધુ વખત વંચાયેલી…

Read More

સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે. એવું લાગે છે કે હજુ ગઈકાલે તો આ બ્લોગ શરુ કર્યો હતો, અને પા-પા પગલી ભરતાં ક્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયા ખબર જ ન પડી. જો આંકડાઓની ભાષામાં વાત કરીએ તો 16,550 થી વધારે લોકો વિશ્વના નાના-મોટા 50…

Read More

ગાંધી કવિતા – ગાંધીડો મારો:​ દુલા કાગ

સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે! ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટી આ આપને નમે! – કરસનદાસ માણેક …….. ગાંધીડો મારો : દુલા કાગ સો સો વાતુનો જાણનારો મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.-ટેક ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો; એ……..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે, (ઈ તો) ઢાળમાં નવ ધ્રોડનારો. – મોભીડો ભાંગ્યા હોય…

Read More

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

અનહદનો સૂર શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ, મને આપો એક અનહદનો સૂર, એકવાર ઓરેથી સંભળાવો, દૂર દૂર વાગે છે ક્યારનાં નૂપુર. હમણાં હમણાં આ શીળી રાતનો સમીર મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે, અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે; પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી લઈ લો આ આંખડીનાં…

Read More

ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

પછી સમજાય એને તેજના અંધત્વની સીમા, સિતારા જોવા સૂરજને કદી અરમાન થઈ જાયે. * કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું, હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે. * શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ, ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે. * શાયદ સમયનું માપ ભુલાઈ ગયું હવે ગણવા સિતારા કેટલી ફુરસત હતી, ગઈ.…

Read More

ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

સાવ સરળ શબ્દોમાં જીવનનો ઊંડો મર્મ તો ક્યારેક ઊંચી ફિલોસોફી અને ક્યારેક હ્રદયના તાર ઝણઝણાવી દેતી ઋજુ સંવેદનાઓને સક્ષમ રીતે રજૂ કરતી આ કવિની રચનાઓનું દિલથી સ્વાગત કરું છું અને એમની શબ્દ સાધના અવિરત રહે એવી હ્રદયપૂર્વક શુભકામનાઓ! * . * . * કૈંક ઝરણાં ત્યાં વહેતાં થાશે, મનમાંથી ક્ષણભર હટાવો પથ્થર. * એટલે શું…

Read More

શ્વાસમાં – માધવ રામાનુજ

શ્વાસમાં કોઈને આપ્યા રે અઢળક ઓરતા, કોઈને આપ્યા રે વેરાગ… સરખી આપી રે સહુને લાગણી, અંતર આપ્યાં રે અતાગ… સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા! સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા, સાજન દીધા રે સુજાણ. મેળાપે મેળાપે માયા વિસ્તરે, છાયા વિરહની અજાણ… સગપણ સાંધ્યા ને સાંધી વેદના… સગપણ સાંધ્યા ને સાંધી વેદના ભીતર ભર્યા રે એકાંત, ભીના દીધાં રે…

Read More

છાપ અલગ મેં છોડી – લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા, એક સન્માનીય, સાતત્યપૂર્ણ સર્જક નવો ગીત-સંગ્રહ “છાપ અલગ મેં છોડી” લઈને ઉપસ્થિત થયાં છે.એમનું હ્રદયપૂર્વક સ્વાગત કરું છું. તાજગીભર્યા કલ્પનો અને લયમાધુર્ય ભર્યા ગીતો મીરાંની બાની અને કબીરના દર્શનની ઝલક કરાવે છે.આવાં સુંદર સર્જન આપણને એમની પાસેથી મળતાં રહે એવી અઢળક શુભેચ્છાઓ! તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું, પરપોટા જેમ વિસ્તરતું રહે સતરંગી…

Read More

આમંત્રણ – The Invitation

તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ? અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ. તમારી ઉંમરમાં પણ મને રસ નથી. પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને? મારે…

Read More

ચૂંટેલા શેર – જલન માતરી (2)

એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે? જ્યારે મનુષ્યો છે બધા એકસરખા આપણે. *** રહસ્યોના પડદાઓ ફાડી તો જો ખુદા છે કે નહીં હાક મારી તો જો *** ન અડકી પણ શકાયે કે ન છીપે પ્યાસ પ્યાસાની રે! આ તે ઝાંઝવા છે કે જનાજો છે સમંદરનો? *** કયામતમાં તને રસ છે, અને મુજને છે…

Read More

મારામાં તારુંઅજવાળું- નંદિતા ઠાકોર

મારામાં હોય એક આખું આકાશ એમાં પંખીની જેમ હોય તું પંખીમાં હોય ભર્યો ટહુકાનો શ્વાસ અને શ્વાસમાં સમેટાતી હું તારામાં હોય લીલાં લાગણીના વન અને ભુખરી ઈચ્છાઓના માળા મારામાં હોય થોડાં ફૂલ અને પાન અને વહેતી હવાના સરવાળા વહેતી હવાની કોઈ નાની શી લ્હેરખીમાં પાંદડાની જેમ હોય તું પાંદડામાં હોય કુણા સપનાના ચાસ અને ચાસ…

Read More

Do Not Stand At My Grave And Weep – અનુવાદ: વિવેક મનહર ટેલર

Do Not Stand At My Grave And Weep Do Not Stand At My Grave And Weep I am Not there. I do not sleep. I am a thousands winds that blow. I am the diamond glints on snow. I am the sunlight on ripened grain. I am the gentle autumn rain. When you awaken in…

Read More

પ્રેમ વિષે – જાગૃતિ ફડિયા

એક દી’ સખી હું અને દરિયો બેઠાં’ તા કંઈ વાતો કરતા, ગોઠવાઈ ગયું ત્યાં આવી કાળું વાદળ, ધીંગામસ્તી કરતાં કરતાં, મેં દરિયાને પૂછયું આકાશ, ક્ષિતિજ અને તારા વિષે અવિરત પ્રેમના કોઈ કારણ વિષે તેણે છોળો ઉડાડી કહ્યું મને સૂર્ય, ચંદ્ર અને તારા વિષે તે પૂછી બેઠો મને પ્રેમના કો’ કૌતુક વિષે અને હું કહી બેઠી…

Read More

શગ રે સંકોરું – રમેશ પારેખ

શગ રે સંકોરું શગ રે સંકોરું મારા નામની તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું નર્યું અજવાળું અજવાળું વાય શગ રે સંકોરું મારા નામની સગપણને કાંઠે હોડી નાંગરી સામે ઝાંખું રે ઝળુંબે મારું ગામ કેડીઓ કંડારું મારા ગામની શગ રે સંકોરું મારા નામની શબદો ખંખેરી દીધા ખેસથી કાંઈ લૂછી નાખ્યાં રે લીલાં વેણ ઝાંખની સોંસરી પાંપણ સંચરે એન…

Read More

ગઝલ -સૌમ્ય જોશી

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે, મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર. … લો ફરી વર્ષો પછીથી શાયરી કે’વાઈ ગઈ, મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ. તીવ્રતા બુઠ્ઠી થઈ ને ગાલગાના બંધનો, બેડીઓનો દેશ છે તે કરવતો ખોવાઈ ગઈ. એ જ લોકો, એ જ ગઝલો, એ જ અધૂરાં સ્વપ્ન બે, કેટલી ચીજોથી સાલી…

Read More