The first day of life after death : Sabir Haka મૃત્યુ પછીના જીવનનો પ્રથમ દિવસ : ગુજરાતી અનુવાદ : નેહલ

If I die one day

All the books I like

I will take it with me

I will fill my grave with pictures of those I love

And happy that I have a small room

Without fear of the future

I lie down

I light a cigarette

And for all the girls I wanted to hug

I cry

But inside every pleasure is hidden a great fear

fear that

Early in the morning someone shake your shoulder and say;

 Get up, Sabir, we have to go to work!

~ Sabir Haka 
source : just-poem.blogfa.com

...................   ................      ........................       ...................

ગુજરાતી અનુવાદ

મૃત્યુ પછીના જીવનનો પ્રથમ દિવસ


એક દિવસ જ્યારે હું મૃત્યુ પામીશ

મારા બધાં મનપસંદ પુસ્તકો

મારી સાથે લઈ જઈશ

મારી કબરને મારા પ્રિયજનોની તસવીરોથી ભરી દઈશ

અને ખુશ થઈશ કે મારી પાસે (મારો પોતાનો) એક નાનો ઓરડો છે

ભવિષ્યના કોઈ ડર વગર

હું લાંબો થઈને સૂઈશ

હું સિગરેટ સળગાવીશ

અને એ દરેક છોકરી માટે જેને હું ભેટવા ઈચ્છતો હતો

હું આંસુ સારીશ

પણ (જેમ) દરેક સુખની અંદર એક મોટો ડર છુપાયેલો હોય છે

એવો ડર

વહેલી સવારમાં કોઈ તમારો ખભો હલાવી નાંખે અને કહે;

ઊઠ, સાબીર, આપણે કામે લાગવું પડશે.

~ સાબીર હાકા ( નવી પેઢીના ઇરાની કવિ, જન્મ 1986 )
ગુજરાતી અનુવાદ : નેહલ