A Splinter
As if experimenting
With different methods
To remove it
I kept trying out
Lovers.
Some tried
To pull it out
With sticky duct tapes
Of desire
Roughly.
Others were at it
With their words
Like tweezers
Persistent
Till my skin was sore.
Few more came
With needles
Puncturing my
Self-esteem
Gentle and slow,
Matching sharpness
With sharpness.
Someone even soaked me
In Lavender oil and honey
Sweet-smelling
And smooth.
None relieved the pain
That went deep
And deeper.
Each love
Leaving me
Lonlier.
Lonely
Like a splinter
Gone deep
And deeper
Firmly embeded
Into my skin.
~ Pratishtha Pandya
ફાંસ
એને કાઢવાની અલગ અલગ રીતો અજમાવતી હોઉં
તેમ મેં અજમાવ્યા અલગ અલગ પ્રેમીઓ
કેટલાંકે ઈચ્છાઓની ગુંદરટેપમાં લપેટીને
બરછટ રીતે ખેંચી તાણવાનો પ્રયત્ન કર્યો
તો બીજાઓ એકધારા પાછળ પડી ગયા
લઈ શબ્દોના ચિપીયા નાના
મારી ચામડી આળી થઈ ગઈને ત્યાં સુધી
તો વળી થોડાક આવ્યા લઈને સોયો
મારા આત્મવિશ્વાસને ખોતરતા
કરતા કાણાં
ઝીણાં હળવેકથી ધીમેથી
તો કોઈકે તો વળી મને
ડુબાડી આખેઆખી
મોગરાના તેલમાં મધમાં
મહેકતા મીઠા
લીસ્સા
પણ દુઃખ
ઓછું થવાને બદલે ઊંડું ને ઊંડું ઊતરતું ગયું
જેણે જેણે મને ચાહી
એણે મને વધુ એકલી કરી મૂકી
ઊંડી ઊંડી પેસીને ચામડીમાં જડાઈ ગયેલી
ફાંસ જેવી
Translated from Gujarati by the Poet
For more poems like this visit
http://www.poetryindia.com