શબ્દો

અગ્નિ તણો સંગ ન પામતાં સુધી
નિસ્તેજ ટાઢા જ્યમ કૉલસા રહે,
શબ્દો રહે નિષ્પ્રભ તેમ, જ્યાં સુધી
જ્વાલા નહીં સર્જનની પ્રજાળે.
~ પ્રહ્લાદ પારેખ ( ચૂંટેલી કવિતા)