સેપિયા રંગની એક સાંજ ન કેમે વીતે
રાતની રાત એ ઢળતી રહે પાસે આઘે

મોગરા જેવા પરસ આમ ઊડે તેમ ઊડે 
સ્મૃતિ ગંઠાય ફરી હું ફરી પીંજુ એને

કટ થયેલી પળો કઇં કેટલીયે વેરવિખેર 
આલ્બમ ફોટાઓ વચ્ચેની પળોને સાંધે 

રોજનીશી માં ઘણાં વાક્ય છે ઝાંખા પાંખા
મારા અક્ષર તો છે શબ્દો નથી મારા જોકે

પાન પડતું રહે પડતું રહે સ્લો મોશન માં 
હળવે હળવે આ તરફ દોડતાં એ આવે છે 

~ હેમંત ધોરડા