વિચારોનો ઘોંઘાટ છે ચોતરફ બસ
ને મૂંગો જ રઘવાટ છે ચોતરફ બસ
રચે છે દિવસ-રાત જાળું નજરમાં
નિરર્થકનો ચળકાટ છે ચોતરફ બસ
મને સાંભળો, ફક્ત મારું વખાણો
સતત એવો બબડાટ છે ચોતરફ બસ
વિવાદો ઉછેરી, ખબરમાં રહે છે
અધૂરપનો તલસાટ છે ચોતરફ બસ.
ન ફૂલો, ન પર્ણો, ન તરણું ઊગે જ્યાં
એ માણસની પછડાટ છે ચોતરફ બસ
તું ઓઢી ઉદાસી હવે ના ફર્યા કર
નકામો આ અકળાટ છે ચોતરફ બસ.
~ નેહલ વૈદ્ય
2 thoughts on “ગઝલ : નેહલ : ચોતરફ”
Comments are closed.
બહુ સુંદર ગઝલ છે!
LikeLiked by 1 person
Thank you 💕
LikeLiked by 1 person