A Fish’s Wish


There was once a fish
tired of the sea, oppressed
leaped high, escaped
from the prison of the sea.

Saw first time the shore
the spaces so far!

From the security of waters
from its bothers
broke loose from barriers of flesh
landed writhing on the beach
pining for water
from her burning breath
her world was on fire.

The fish of the sea gathered.
‘Stepping outside
even a little is fatal’ they spoke,
‘though the heart may thrill with hope!
Keep aspirations banked
freeze them’ they advised.

But another fish
dreamt, and heard
a glowing call:

O, come, come, come over
when? Tell me when do we embrace?

That fish could bear this no longer,
could not her friend’s call ignore,
and she leaped
so high, high into the blue yonder
and landed on grass that was tender.
Felt something cool, something sweet,
utterly fresh, never before seen.
Then she felt suffocated
though her being craved
a flame within surged
the fire in her bones sprang freed.

Again the fish congregated
‘You get out you die’, they said.
‘We are after all just fish.
Can we dream?
And can we talk of freedom?
Fierce the fate
outside water,
and even in water
from the net.’

A third fish woke up
and saw such a conflagration!
In the waters of the sea, in waves, in wind,
in its sinews, in every organ.

Fire beside fire turned so strange that she got free from her scales sprouted wings that pierced her ribs in the open sky spread her wings and even today she beckons:

‘Some fish scan high
some lower their gaze
in some a fire in every cell erupts.’

~ Makarand Dave

એક માછલીની મનીષા

એક એવી માછલી
દરિયાથી કંટાળી, દરિયાથી ત્રાસી
ને દરિયાની કેદમાંથી એવી નાસી
કે એણે ઊંચેરી મારી છલાંગ

સહુ પહેલાં જોયો કિનાર,
આઘે આઘેનો વિસ્તાર !

જળની સલામતી ને જળની જંજાળ
તોડી-વછોડીને પંડનીયે પાળ
આવી કિનારે એ રેતીમાં તરફડતી,
પાણી વિણ ટળવળતી,
ઊના શ્વાસે એનો સળગ્યો સંસાર.
દરિયાનાં માછલાં તો ટોળે વળ્યાં
કહે, બા’ર નીકળ્યાં
આમ જોને જરાક તો આવી બને
છોને હૈયુંય આશાભર્યું થનગને !
આ થનગનતી ઝંખનાને ભારી રાખો,
એને ઠારી નાખો.

એક બીજી ત્યાં માછલી
સપનું જુએ, ને વળી સપનામાં
ધગધગતો સાદ સાંભળે:
અલી, આવી જા, આવી જા, આવી જા
ક્યારે? કહે મને કંઠે મળે?

બીજી એ માછલીથી રહેવાયું નહીં,
ઓલી સહિયરનું વેણ હવે ઠેલાયું નહીં,
એણે મારી છલાંગ

એવી ઊંચી છલાંગ કે આભે ચડી
કૂણેરા ઘાસમાં આવી પડી.

કાં’ક શીળું લાગ્યું કાં’ક મીઠું લાગ્યું;
કાંક નવ્વું નકોર ને અદીઠું લાગ્યું.
ત્યાં તો રૂંધાયા શ્વાસ
તોય પ્રાણે પિપાસ
જુવાળે ચડી કોઈ જ્વાલા તણી
એને હાડેની ગઈ હુતાસણી.

વળી દરિયાનાં માછલાં ટોળે વળ્યાં
કહે, બા’ર નીકળ્યાં
તો મૂઆં પડ્યાં, બાઈ, માછલીની જાત
એને સપનાં કેવાં ?
ને કેવી છૂટવાની વાત ?
વિકરાળ-
એને જળથી વિખૂટી, ને જળમાંયે જાળ,

ત્રીજી ત્યાં માછલી
જાગી જુએ તો ઊઠી એવી તે આગ !
દરિયાનાં પાણીમાં, મોજાંમાં, વાયુમાં,
પોતીકાં અંગઅંગ, પોતીકા સ્નાયુમાં
આગ સંગ આગ બની એવી અનૂઠી
કે છીલ્લાના ભીંગડાથી છૂટી
કે પાંસળી ભેદીને પાંખ ફૂટી
કે ખુલ્લા આકાશમાં પાંખો પ્રસારી
એ આજેય કરતી પુકાર :
કોઈ કોઈ માછલી ઊંચે ભાળે,
વળી નજરું ઢાળે,
ક્યાંક અંગ અંગ ઊઠે અંગાર.

~ મકરંદ દવે

Translated from Gujarati by Pradip N. Khandwalla
for more poems, please visit
http://www.poetryindia.com