From the Books… ( ‘કાળી પરજ’ Book Review)

with my book review ( મારો પુસ્તકનો અનુભવ)

Nehal's World : Growing Time…in Words!

એક નાનકડા બીજમાં ચેતનાનો એવો વિસ્ફોટ થાય છે કે કઠણ ધરતીનું પડ ભેદી તે બીજ હરિયાળું તૃણાંકુર બની ફૂટી નીકળે છે. તેજ, વાયુ, જલ, આકંઠ પી તે લીલુંછમ વૃક્ષ બની સૂર્યાન્મુખ બની મહોરે છે. એના મૂળમાં છે પેલું બીજ. જનસમાજની કોઈ વાસ્તવિક્તાનું- પછી તે માનવમન , માનવસંબંધ કે માનવવ્યહારની વાત હોય- બીજ સર્જકના ચિત્તમાં રોપાઈ જાય છે. સર્જકનું ચિત્ત યથાશક્તિ તેને કલાસ્વરૂપ આપે છે. પછી રચાય છે કાવ્ય, નવલિકા, નવલકથા કે કોઈ પણ પ્રકારની સાહિત્ય રચના. અહીં સમાવિષ્ટ નવલિકાઓ આવા કોઈ બીજમાંથી લીલાં પાંદડાં જેવી પ્રગટી છે અથવા નક્કર વાસ્તવિક્તાના પથ્થરમાંથી તેનું શિલ્પ ઘડાયું છે.

~ઇલા આરબ મહેતા

(કાળી પરજ’ની પ્રસ્તાવના )

પુસ્તક – કાળી પરજ (2014)

લેખિકા – ઇલા આરબ મહેતા

પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

ઇલાબેનની લેખિનીના પ્રેમમાં તો હું શાળાજીવન દરમ્યાન જ પડેલી, એઓની રાધા અને બત્રીસ પૂતળીની વેદના વાંચ્યા બાદ. ‘કાળી પરજ’ એ એક નવલિકાસંગ્રહ છે, જેમાં એમની સોળ વાર્તાઓ સંગ્રહિત થઈ છે…

View original post 763 more words