સર્જવું

સર્જવું એટલે
જાણે
ધરતી અને બીજનો પ્રણય!
ધીરે ધીરે પાંગરે.
પહેલા પરથમ
વિંધે,
પછી  કૂંણા અંકુર ફૂટે.
અંધારા ખૂણાઓમાં
ઉજાસના મૂળિયાં
પ્રસરે.
જેટલું બહાર દેખાય
એથી વધુ ઊંડે કોરે.
પાન-ફૂલ-ફળ,
ઊગે અને ખરે.
મૂળ ધરતીને,
માટી મૂળને
આસપાસ, ચોપાસથી
વળગે.
વસંત અને પાનખર
ભલે આવે-જાય,
ખરી ઉથલપાથલ તો થાય
ભીતરે.
છોને કેટલાય ઘાવ ખાય,
છોને વૃક્ષ ધરાશાયી થાય,
કૂંપળ તો ફરી ફરી ને
ફૂટે જ.
~નેહલ

my poems © Copyright 2021  Nehal

2 thoughts on “સર્જવું : નેહલ

Comments are closed.