હાઈકુ : નેહલ

બિંબ ઝાકળ

ક્ષણિક ઝળહળે

પળ દર્પણે

….

ઝાકળ બને

મેઘધનુષ, વ્યોમે

મૂકી પગલું

….

હવાની લ્હેર

સજાવે ઝાકળની

સવારી ફૂલે

….

લખે ઝાકળ

ગઝલ પર્ણે પર્ણે

વાંચે સૂરજ

….

સહે વેદના

ફોરાંથી વિંધાયાની

હૈયું કોમળ

….

હવા શીતળ

પાનખરની તર્જ

ગૂંજે શરીરે

~નેહલ

My Poems © COPYRIGHT NEHAL 2020