…કાગળ પર અક્ષરો ઊપસતા રહે, થાકેલા
અને અર્થ,
કોઈ રાજાએ શિકાર કરીને દીવાલ પર શણગારેલા
વાઘના ખાલી શરીરમાં ભરેલા ઘાસ જેવા
ડોકિયું કરે
વાઘના નિર્જીવ, વિકરાળ દાંતમાંથી. ( થાક, કવિતાનો…’થાક’માંથી 2020 )
….
ઊડવું તે
આકાશમાં ઊંચે ઊડતાં
હું જોઈશ
એકથી બીજા વનમાં પ્રવેશી રહેલા વડવાનલને
જીવ બચાવવા નાસી રહેલાં જંગલી જનાવરોને
વહેણ બદલતી નદીઓને
હિજરત કરી રહેલાં જળચરોને
વંટોળમાં જીવતાં ઊખડી રહેલાં વૃક્ષોને
ધરતીમાં ગરક થઈ જતા પર્વતોને
અને સુષુપ્ત જ્વાળામુખીની જમીન પર
ફરી એકવાર વસી રહેલા ગામને.
હું નિહાળીશ
મૃત્યુને
ઘણે ઊંચેથી.
હું ઊડતી રહીશ, વધુ ને વધુ ઊંચે
એટલે ઊંચે કે બંધ થઈ જશે દેખાતાં
પર્વત, નદી ને અરણ્યો.
અંતે એક દિવસ, અથડાઈ પડીશ જીવનને
અવકાશના શૂન્યાવકાશમાં.
હું ઊખેડીશ કંદમૂળ અંતરીક્ષમાં
હું રહીશ અનંતની કંદરામાં
હું ભરીશ કંસારા બજાર
સમસ્ત, શાશ્વત શાંતિમાં
અપરિમિત અવાજ વચ્ચે.
~ મનીષા જોષી ( ‘થાક’માંથી 2020 )
For one who likes to shoot off at the tangent.
ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.
– શ્યામ સાધુ
LikeLiked by 1 person