અવાજોના યુદ્ધ પછી…
દીવાલો સાથે ભટકાઈને
ચોતરફ શબ્દોની
બટકેલી અણીઓ
વેરણખેરણ..
ને આખી રાત
જમીન પર
લોહીલુહાણ
એક
સંબંધ…
આ બધાથી
બેખબર
બારીએ પંખી ટહુક્યું…
તડકાની રજ
આખા ઓરડામાં ફરી વળી…
એણે ઢીલા થઈ ગયેલા
અંબોડાની ગાંઠને તાણી…
તુલસીને પાણી આપ્યું…
સાવરણી લઈ….!
~ મીના છેડા