આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,
એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી.
...

એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.
...

આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
...

કાગળની પાર્શ્વ—ભૂમાં તમે જોયું છે સતત,
શબ્દોની સાથે ક્ષણનું અનાસક્ત સંવનન.
...

 ઉન્માદ! કહે ને કઈ છે દિશા જ્યાં ઉજાસ છે,
 દસ દસ દિશામાં સામટો જારી પ્રવાસ છે.
...

સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
શીખી જવા દો એક વખત તરબતર થવું.
...

ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.
...

નિજમાંથી જન્મ પામતા, મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.
...

હું મારી વેદનાથી સજાવીને શું કરું?
અંતે તો આ મકાન છે આખ્ખું ય ભાડૂતી.
...

ને કાફલાઓ સ્પર્શના ચાલ્યા ગયા પછી,
રૂંવે રૂંવે આ કોનો રઝળપાટ છે હવે?
...

તે છતાં તરસ્યો રહ્યો છે ઊંબરો,
લાખ પગલાં પી ગયો છે ઊંબરો.
...

આપના આ મૌનથી એ વાત સમજાણી સજનવા
શબ્દથી ક્યારેક પર થઈ જાય છે વાણી સજનવા.
...

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા
...

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

- મુકુલ ચોક્સી ( તાજા કલમમાં એ જ કે...)