સહ-અસ્તિત્વ

હજારો construction workના રજકણોથી
ગૂંગળાયેલી હવા એ રાહતનો શ્વાસ લીધો.
અમસ્તા જ આમતેમ દોડ્યા કરતા લાખ્ખો વાહનોના
ધૂમાડાથી choke થયેલા પવને ગળું સાફ કર્યું.
આહ, આકાશ આજે નાહીને સ્વચ્છ, નીલું
તડકો ચળકે ઊજળો
તૃણાંકુર કુમળા માથા ઊંચા કરી નીહાળે કૌતુક
વાતાવરણમાં ગૂંજતી પંખીઓની orchestra સાથે
ડોલી રહ્યા છે વૃક્ષો
પ્રકૃતિ ઉજવી રહી
પોતાનું અસ્તિત્વ
ક્યારેય ન અટકતો માનવી
શીખી રહ્યો છે સહ-અસ્તિત્વ!
– નેહલ (24/3/2020)

my poems © Copyright 2020  Nehal

2 thoughts on “સહ-અસ્તિત્વ: નેહલ

Comments are closed.