Non-Love: અનાસક્તિ : Zinaida Gippius

Like winds of seas, you toss the shutters,
Like winds of deserts, you sing: ‘Behold!
You’re mine forever! I’m ancient Clutter,
Your old, good fellow, – unlock your hold!’

I dare not open, I hold the shutters,
I hold the shutters and hide my fright.
I keep and cherish, I keep with flutter
My love – my treasure, my last daylight.

The sightless Chaos laughs, calls and moans:
‘You’ll die in irons – pull off this stuff!
You can be happy, you are alone,
Bliss lies in freedom – and in Non-Love.’

I grow colder and try a prayer,
I’m hardly able my love to pray…
My hands get weaker, I’ve lost warfare,
My hands get weaker… I will obey!

-Zinaida Gippius (1869-1945)

Translated by Yevgeny Bonver

…………………

અનાસક્તિ

ભેજભરેલા પવનની જેમ તું બારણાં ખખડાવે છે,
કાળાડિબાંગ પવનની જેમ તું ગાય છે:
‘તું મારી જ છે!
હું છું પ્રાગઐતહાસિક અરાજકતા,
હું છું તારો જુનો મિત્ર – એકમાત્ર મિત્ર –
ઉઘાડ, ઉઘાડ, બારણાં ઉઘાડ!’

હું બારણે વળગી રહું છું, બારણાં ઉઘાડવાની હિંમત કરી શકતી નથી,
બારણે વળગી રહી હું મારી ભીતિ છુપાવું છું,
હું મારી પાસે જ રાખું છું ને પોષું છું,
હું જાળવું છું ને સંઘરી રાખું છું મારા ખજાનામાં
મારું છેલ્લું કિરણ, મારો પ્રેમ.
ખડખડ હસે છે અંધ અરાજકતા ને પાડે છે સાદ:
‘મૃત્યુ પામીશ તું બંધનમાં,
ઉખાડી નાખ જાતને, ઉખાડી નાખ!
સુખ શું છે તે તું જાણે છે, તું છે એકલી.
સુખ છે સ્વાતંત્ર્યમાં ને અનાસક્તિમાં.’

હું થથરી ગઈ ને મેં કરી પ્રાર્થના
માંડ માંડ કરી શકી હું પ્રેમની પ્રાર્થના
મારા હાથ નબળા પડી ગયા છે, હું મેદાન છોડી જાઉં છું…
મારા હાથ નબળા પડી ગયા છે…
હું ઉઘાડીશ દ્વાર.
-ઝીનાઈદા ગીપિઅસ
અનુવાદ : શ્રીકાંત પટેલ