અસમિયા કવિતા – અનુપમા બસુમનારી

સંગમ


ઠંડીની મોસમમાં
નગ્ન થાય છે પહાડ
હવા ઉડાડે છે બરફના ટુકડાઓ
બરફનો વરસાદ વૃક્ષોને પહેરાવે છે સફેદ વસ્ત્રો
ઠંડી હવામાં બજી ઊઠે છે
વસંતની પ્રથમ રાગિણી


વરસાદની મોસમમાં
પડે છે ટીપાં સંગીત બનીને
જાણે કે હરિયાળા પોશાક પહેરીને
સદ્યસ્નાતા સ્ત્રીના પગરવથી
બજી ઊઠે છે છમછમ પાયલ
પીઠી ચોળીને પ્રતીક્ષા કરે છે પહાડ
વરસાદનાં ટીપાં એને ઘોઈ નાખે છે


બરફ અને વરસાદની જેમ
તે અને હું
બરફની જેમ પીગળી-પીગળીને એ ઊતરે છે
હું ઊતરું છું મુશળધાર વરસાદ થઈને
અને વહી જાઉં છું એકસાથે
સાગર-સંગમને માટે
– અનુપમા બસુમનારી
અનુવાદ : અપર્ણા દેસાઈ

One thought on “અસમિયા કવિતા – અનુપમા બસુમનારી

Comments are closed.