I Only Wish To Love You
I only wish to love you
A storm fills the valley
A fish the river
I have made you the size of my solitude
The whole world to hide in
Days and nights to understand
To see no more in your eyes
Than what I think of you
And a world in your image
And days and nights ruled by your eyelids.
Paul Eluard
1895-1952
…………….
મારી એકમાત્ર ઈચ્છા
મારી એકમાત્ર ઈચ્છા તને પ્રેમ કરવાની.
ખીણને ભરી દે છે એક ઝંઝાવાત
એક માછલી નદીને
મારા એકાન્તના કદ પ્રમાણે તારું સર્જન કર્યું છે.
સંતાઈ જવા માટે આપણી કને છે આખી સૃષ્ટિ.
દિવસ-રાત છે એકમેકને સમજવા
જેથી તારી આંખમાંયે કશું વિશેષ જોવાનું ન રહે.
પણ મને તારા વિશે
અને તારી પ્રતિમામાં દેખાતી દુનિયા વિશે
એમ લાગે છે:
દિવસ અને રાત પરતારી સત્તા
તારી પાંપણનો પહેરો.
– પૉલ એલ્યોર્ડ
અનુવાદ : સુરેષ દલાલ