Do Not Stand At My Grave And Weep – અનુવાદ: વિવેક મનહર ટેલર

Do Not Stand At My Grave And Weep

Do Not Stand At My Grave And Weep
I am Not there. I do not sleep.
I am a thousands winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush.
I am the swift uplifting​ rush.
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

Mary Elizabeth Frye
(November 13, 1905 – September 15, 2004)

……….

મારી કબર પર થોભશો કે, રડશો નહીં

મારી કબર પર થોભશો કે, રડશો નહીં.
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પકવ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં.
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર આબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહીં.
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.

મેરી એલિઝાબેથ ફ્રે
અનુવાદ: વિવેક મનહર ટેલર
(“ગ્લોબલ કવિતા” માંથી)