INSOMNIA
The province of my
Insomnia
Is like the expanse of
An arid river
Quite often
I come here
barefooted
Accepting its call
I walk through
And collide with
The brambles of
Old dreams
And unsolved truths
The entire stretch is
Full of prolific roots
Impossible to
Pull out
And the sun, the moon and the stars
Appear together in the sky
Of this province.
A little further at the bank
Where i live,
There are green glistening woods
Of events cultivated
With artificial light,
People are fast asleep
After cleaning
Crimson bloodstained floor.
Most often
I sleep too
The same way
After the daily work
Under artificial light
Of the office and markets
While playing the stress buster Candy Crush
I too fall asleep.
I figure out here
That kind of sleep
That it is here,
That the province of real sleep exists
So what if it is dry here now
But there,
There is neither sleep nor wakefulness
There,
There is no Vikram
Neither the hanging corpses
Nor any inquests
I find here
Turtles living since
Thousand years
Waiting for me to speak.
The moment
My speech uncoils,
The streamlet of
Real sleep will spring out

અનિદ્રા

સુકાયેલી નદીના
પથારા જેવો આ
આ અનિદ્રા પ્રદેશ
અહીં
અવારનવાર
અડવા પગે જ
નીકળી આવતી હોઉં છું
એનું આહ્વાન ઝીલી લઈને
ચાલું
કે અડફેટે ચડે
ઝાંખરાં સ્વપ્નોનાં
વણઉકલ્યાં સત્યોનાં
ઊખડ્યાં ન ઊખડે
તેવાં મૂળ
આ સમસ્ત પથારામાં
ને અહીંના આકાશમાં
સૂર્ય ચંદ્ર તારા
એકી સાથે નજરે પડે
જરા છેટે કિનારે
જ્યાં મારો વસવાટ છે
ત્યાં
લીલાંલીસ્સાં વન છે
પ્રકાશ પાઈને
ઊછેરેલી ઘટનાઓનાં
લાલ લોહિયાળ જમીન ધોઈને
નિરાંતે સૂતાં હોય સહુ
હું પણ
એમ જ અનેક વાર
સૂતી હોઉં છું
દિવસના
ઓફિસ-બજારોના
નકલી પ્રકાશમાં
કામ કરીને
સ્ટ્રેસ બસ્ટર કેન્ડી ક્રશ
રમતાં રમતાં
સૂઈ જતી હોઉં છું
આમ જ અનેક વાર
એવું સૂઈ જવું
તે સમજાય છે મને અહીં
કે રહ્યો ખરો તો
નિદ્રાનો દેશ
ભલે હમણે સુકાયેલો
પણ ત્યાં
નથી નીંદર કે નથી જાગૃતિ
ત્યાં નથી નીકળતો કોઈ વિક્રમ
ને
નથી લટકતાં કોઈ પ્રેત
ને
નથી કોઈ પ્રશ્ન
અહીં
મળે છે મને
હજારો વર્ષથી
જીવી રહેલા કાચબા
મારી વાચા ફૂટે
તેની રાહ જોતા
મારી વાચા ફૂટશે
કે ફૂટશે
અહીં
પાતાળઝરણ
નીંદરનું
Ashwinee Bapat

Translated from Gujarati by the Poet
source: http://www.poetryindia.com