દસ વરસની ગણતરીઓ અને મથામણ પછી
મારી પાસે છે ત્રણ ઓરડાવાળું ખોરડું
એક ઓરડો મારો, ઉજ્જવળ ચન્દ્રનો બીજો
ને ત્રીજો, સ્વચ્છ પવનનો.
નદીઓ અને પર્વતો માટે તો જગા જ રહી નથી.
એમને તો મારે બહાર જ રાખવાં પડશે.

મારા નિસાસા બની જાય પવન
ને મારાં આંસુઓ, છાંટણાં વર્ષાનાં
જે ફૂંકાય ને છંટાય, મારી મરજી મુજબ
મારા પ્રિયતમના ઓરડાની બારીએ
ને જગાડે એને ગાઢ તંદ્રામાંથી
કે એણે તો મને સાવ જ વિસારે પાડી છે.
અનામી કવિ

* * * * *

પર્વતો રહે છે એના એ, પૂરાતન
પરંતુ ઝરણું પલટાયા કરે છે નિરંતર
એ વહે છે રાતદિન,
આ પાણી એનાં એ ક્યાંથી રહી શકે?
પ્રસિદ્ધ પુરુષો ઝરણા જેવા છે
એકવાર ગયા તે ગયા, ક્યારેય નહીં વળે પાછા.
. . . . .
ભરશિયાળાની આ પ્રલંબ રાત્રિનાં
હું વચ્ચેથી બે અડધિયાં કરી દઈશ
ને એને મૂકી દઈશ વીંટો વાળીને
હુંફાળા વસંતપવનની રજાઈ તળે
ને એને ઉખેળીશ હું જે રાત્રે પધારશે મારો પ્રિયતમ.
હવાન્ગ, ચી ની
કોરિયન કિસાયેન્ગ કવયિત્રી
[I will break the back of this long, midwinter night,
Folding it double, cold beneath my spring quilt,
That I may draw out the night, should my love return.
동지달 기나긴 밤을 한 허리를 버혀 내여
춘풍 이불 아래 서리허리 넣었다가
어른 님 오신 날 밤이여드란 구비구비 펴리라
Hwang Chin-I (1506-1544)]

* * * * *
પ્હો ફાટે ત્યાં લગી ગાઢ રાત્રિમાં
પડખાં બદલ્યા કરતી, અમળાયા કરતી હું સૂઈ નથી શક્તી.
અનવરત વરસાદમાં સંભળાય છે રણકતી ઘંટડીઓ,
એ શારી નાખે છે મારું પ્રેમભગ્ન એકાકી હ્રદય.
કોઈ મારું ચિત્ર જ દોરીને જો આપી આવે મારા પ્રેમીને.
માએહ્વા
કોરિયન કિસાયેન્ગ કવયિત્રી
* * * * *

પાનખરના સ્વચ્છ આકાશમાં ચીસ પાડે છે જંગલી હંસ,
ફટાક દઈને હું ખોલી નાખું છું મારી બારી.
ચન્દ્ર અને હિમથી છલકાઈ ગયો છે વાડો.
મારો પ્રિયતમ છે ત્યાં પણ એ ચળકે છે.
કદાચ હું જ રહી ગઈ છું આ જગતમાં
આ પીડા વેઠવાને.
કુમહોન્ગ
કોરિયન કિસાયેન્ગ કવયિત્રી

અનુવાદ: હરીશ મીનાશ્રુ (‘દેશાટન’માંથી)

[The sijo (Korean 시조, pronounced SHEE-jo) is a traditional three-line Korean poetic form typically exploring cosmological, metaphysical, or pastoral themes. Organized both technically and thematically by line and syllable count, sijo are expected to be phrasal and lyrical, as they are first and foremost meant to be songs.

The first line is usually written in a 3-4-4-4 grouping pattern and states the theme of the poem, where a situation generally introduced.

The second line is usually written in a 3-4-4-4 pattern (similar to the first) and is an elaboration of the first line’s theme or situation (development).

The third line is divided into two sections. The first section, the counter-theme, is grouped as 3-5, while the second part, considered the conclusion of the poem, is written as 4-3. The counter-theme is called the ‘twist,’ which is usually a surprise in meaning, sound, or other device.

Example: excerpt from “Song of my five friends”
Yun Seondo (1587-1671)

You ask how many friends I have? Water and stone, bamboo and pine. (2-6-4-4)
The moon rising over the eastern hill is a joyful comrade. (2-4-4-6)
Besides these five companions, what other pleasure should I ask? (2-5, 5-3)

 *   *   *   *   *

Could the thousand branches of a green willow capture the fleeting springtime wind?
What could butterflies do to prevent the flowers they love from withering?
No matter how great one’s love, how could it make a leaving flame stay?

Yi Wonik (1547-1634)

source:sejongculturalsociety.org]

3 thoughts on “કોરિયાની પ્રશિષ્ટ કવિતા: સિજો

Comments are closed.