ગીત ગાવું એ મને સહજ છે,
ભીતરની એ મારી ગરજ છે.
મારી તમને એક અરજ છે: ગીત ગાતાં મને રોકો નહીં.
રંગ સુગંધ ને ફૂલનો વૈભવ:
ફૂલની એ જ નમાજ
તારતારથી ઝરતી ભક્તિ:
વીણાનો એ જ મિજાજ
ગાવું વહાવું એ મને સહજ છે,
જીવનની એ મારી ગરજ છે.
મારી તમને એક અરજ છે: ગીત ગાતાં મને રોકો નહીં.
– મદન (બાઉલ ગીત) અનુવાદ: સુરેશ દલાલ