હાઈકુ – જળ પર હસ્તાક્ષર: ઓશો

જળમાં ચન્દ્ર;
ભાંગતો ફરી ફરી,
હજી પણ ત્યાંનો ત્યાં જ.
– ચોશ્યુ
* * * * * *
લગભગ માનવામાં ન આવે
એવી રીતે ઝેન કવિઓએ વાત કહી છે.
કોઈ પણ ભાષા આટલી ઊંચાઈએ
નથી પહોંચી શકી.
ચોશ્યુ કહે છેઃ
જળમાં ચન્દ્ર
ભાંગતો ફરી ફરી

….. કારણ કે દરેક વખતે પવન આવે, તરંગ ઊઠે,
ચન્દ્ર હજારો ટુકડામાં ભાંગી જાય.
પણ ફરીથી સરોવર શાંત થઈ જાય
અને આખા સરોવર પર ભાંગેલા ટુકડાઓ
ફરી એકત્ર થવા માંડે.
એ પ્રતિબિંબ છે, એટલે જ ચન્દ્ર કદી ભાંગતો નથી,
ભાંગે છે કેવળ પ્રતિબિંબ.
અને ચન્દ્ર કદી ભાંગતો નથી એટલે,
હજારો વખત એનું પ્રતિબિંબ ભાંગે તોય
કશો ફરક નથી પડતો.
આપણાં તમામ તન, તમામ મન, તમામ જીવન
કશું જ નથી પણ સાચા ચન્દ્રનાં પ્રતિબિંબો છે. . . .
ભાંગે છે હજાર વાર
છતાં પણ, તમારા અસ્તિત્વની ભીતરનીયે ભીતર
ચન્દ્ર પૂર્ણ છે અને સદાકાળ માટે પરિપૂર્ણ છે.
(જળ પર હસ્તાક્ષર: ઓશો) અનુવાદ: કિશોર શાહ
From Signatures on Water by Osho