અંધાર અને અજવાશની સીમા પર – નેહલ

એક નાનકડો વળાંક છે

અને શરૂ થાય છે એ વાંકો ચૂકો રસ્તો

આજે બન્યો છે રાજમાર્ગ

વિશાળ મંડપ એની બંને તરફ ઝૂલતી

ઝળહળતી રોશનીની સેર

વિસ્તારના શ્રીમંત વેપારીઓના નામના

બેનરની કમાનો

પસાર થતાં નજર સ્હેજ બાજુએ વળી

એક અંધારભર્યા ઓરડામાં

એક ટમટમતું કોડિયું,

કાળીમેશ દિવાલો ને તાકતી

એક શૂન્યમનસ્ક ચીંથરેહાલ

મનુષ્યાકૃતિ.

અંધકાર અને અજવાશની

સીમારેખા પર

ખોડાઈ ગયા મારા ચરણ.

નેહલ

Poetry, my poems © Copyright 2018, Nehal