એક દીપક છે તારા હ્રદયમાં
એક દીપક છે તારા હ્રદયમાં
તત્પર પ્રજળી ઊઠવાને.
એક શૂન્યતા છે તારી સુરતામાં
તત્પર ભરપૂરતા માટે.
તને ય સાલે છે, ખરું ને?
તને ય સાલે છે
વિજોગ પ્રિયજનનો.
એને ઈજન આપ કે તને છલકાવી મૂકે
આલિંગન આપ અગ્નિને.
જે વિપરીત સલાહ આપે છે એમને યાદ અપાવ કે
આપમેળે જ
પ્રગટી રહ્યો છે પ્રેમ તારી ભીતર
ને વિરહના પાઠ
એમ કૈં ભણી નહીં શકાય કોઈ પાઠશાળામાં.
મૌલાના રૂમી (1207-1273)
અનુવાદ : હરીશ મીનાશ્રુ
(મૂળ ફારસીમાંથી શહરમ શીવાના અંગ્રેજી અનુવાદના આધારે)
**** **** **** ****
There is a candle in the heart of man, waiting to be kindled.
In separation from the Friend, there is a cut waiting to be
stitched.
O, you who are ignorant of endurance and the burning
fire of love–
Love comes of its own free will, it can’t be learned
in any school.
Mewlana Jalaluddin Rumi (1207-1273)
source :PoemHunter.com